જંગલ તો ઠીક પ્રાણીસંગ્રહાલયમાં પણ બિનકાયદેસર લાયન શો, વન વિભાગનાં ઢાંક પીછોડા

ગીરના જંગલ અને આસપાસ વસતા સિંહોની સુરક્ષા સામે સવાલ ઉઠે તેવી ઘટનાઓ વારંવાર બનતી રહે છે. જે મુદ્દે મોટે ભાગે વનવિભાગ કાર્યવાહીનું આશ્વાસન આપીને જ સંતોષ માની લેતું હોય છે. જો કે જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં બંધ સિંહો પણ હવે સુરક્ષીત નથી. સક્કરબાગ ઝૂમાં સિંહના અલગ પાંજરાની આસપાસ બે ગાડીઓ અને અનેક લોકો ફરતા હોવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જો કે વીડિયો વાયરલ થયા બાદ વન વિભાગ સફાળું જાગ્યું છે અને તપાસનાં ધમધમાટનું નાટક ફરી એકવાર શરૂ કરી દીધું છે. 

Updated By: Nov 29, 2021, 07:48 PM IST
જંગલ તો ઠીક પ્રાણીસંગ્રહાલયમાં પણ બિનકાયદેસર લાયન શો, વન વિભાગનાં ઢાંક પીછોડા

જૂનાગઢ : ગીરના જંગલ અને આસપાસ વસતા સિંહોની સુરક્ષા સામે સવાલ ઉઠે તેવી ઘટનાઓ વારંવાર બનતી રહે છે. જે મુદ્દે મોટે ભાગે વનવિભાગ કાર્યવાહીનું આશ્વાસન આપીને જ સંતોષ માની લેતું હોય છે. જો કે જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં બંધ સિંહો પણ હવે સુરક્ષીત નથી. સક્કરબાગ ઝૂમાં સિંહના અલગ પાંજરાની આસપાસ બે ગાડીઓ અને અનેક લોકો ફરતા હોવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જો કે વીડિયો વાયરલ થયા બાદ વન વિભાગ સફાળું જાગ્યું છે અને તપાસનાં ધમધમાટનું નાટક ફરી એકવાર શરૂ કરી દીધું છે. 

પોલીસની પળોજણ: ફરિયાદ છતા કાર્યવાહી નહી થતા દલિત પરિવારનાં 5 લોકોનો આત્મહત્યાનો પ્રયાસ

ગુજરાતનું ગૌરવ એવા એશિયાટિક સિંહોની સુરક્ષા સામે વન વિભાગની બેદરકારીના કારણે અનેકવાર સવાલો ઉઠતા રહે છે. જો કે તેમાં વન વિભાગ સિંહ રેવન્યું વિસ્તારમાં હોવાનું બહાનું કરીને છુટી જતું હોય છે. જો કે હવે સક્કરબાગ ઝૂમાં વીઆઇપી ગાડી ફરી રહી હોવાનો વીડિયો સામે આવ્યો છે. સિંહના આ ક્વોરન્ટીન એરિયામાં પ્રવાસીઓ પર જવાનો પ્રતિબંધ છે. ત્યાં બે ખાનગી ગાડીઓ ઉપરાંત કેટલાક લોકો બિનકાયદેસર રીતે સિંહ દર્શન કરી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. 

SURAT માં 145 મુમુક્ષુઓએ દીક્ષા ગ્રહણ કરી, 14 કરોડપતિ, 17 ઉચ્ચ અભ્યાસ કરી ચુકેલા

જો કે જૂનાગઢનાં સક્કરબાગમાં પણ બિનકાયદેસર લાયન શો થતા હોવાનું હાલ તો ઉચ્ચ અધિકારીઓ માની રહ્યા છે. જો આ લાયન શો થતો હોય તો તેમાં વન વિભાગનાં કર્મચારીઓની સંડોવણી વિના આ શક્ય નથી. તેવામાં સિંહની સુરક્ષા સામે સવાલો ઉઠી રહ્યા છે. આ ઉપરાંત પ્રતિબંધિત વિસ્તારમાં માણસ જઇ શકે નહી તેવામાં ગાડી કઇ રીતે ગઇ તે સવાલ ઉઠી રહ્યા છે. ઉપરાંત આની પરવાનગી કોને આપી તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે. હાલ તો સમગ્ર મુદ્દે વન વિભાગ અચાનક દોડતું થયું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube