મહીસાગરમાં માતાજીની ચૂંદડીનો મનોરથ! નદીની વચ્ચે લહેરાઈ માતાજીની ચૂંદડી, ખૂબ વાયરલ થયો વીડિયો
Video Viral: તમે ક્યારેય જોયું હોય એવું અનેરું દ્રશ્ય મહીસાગર નદીમાં જોવા મળ્યું. મહીસાગરમાં નદીની વચ્ચોવચ્ચ લહેરાઈ રહી હતી માતાજીની ચૂંદડી. સંખ્યાબંધ લોકોએ મોબાઈલમાં આનો વીડિયો લઈને સોશિયલ સાઈટ પર શેર કર્યો.
Trending Photos
મિતેશ માળી, મહીસાગર: ગુજરાતનો મહીસાગર જિલ્લો બન્યો અનેરા મનોરથના સાક્ષી. મહીસાગર જિલ્લાના ડબકા ગામે માતાજીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. ડબકા ગામે માતાજીની ચૂંદડીના મનોરથનો કાર્યક્રમ યોજાયો. જેમાં રેવા ફિલ્મ જેવા મનોરથ જેવા દ્રશ્યો જોવા મળ્યાં.
પાદરા તાલુકામાંથી પસાર થતી માં મહીસાગર નદી મધ્ય ગુજરાતમાં લોક માતા તરીકે પૂજાઈ છે અને તમામ લોકોમાં ભારે આસ્થા રહેલી છે ત્યારે મહીસાગર નદી મધ્ય ગુજરાતમાં જીવાદોરી તરીકે પણ ગણવામાં આવે છે માં મહીસાગરના કાંઠા વિસ્તારના ગામો દ્વારા દર વર્ષે માં મહીસાગરનો ચૂંદડી મનોરથ કાર્યક્રમ યોજવામાં આવે છે ત્યારે હાલ વર્ષે પણ ડબકા ગામે માં મહીસાગર નો ચૂંદડી મનોરથ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સૌ પ્રથમ ડબકા ગામ માંથી ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી.
યોજાયેલા કાર્યક્રમમાં દૂધ સાકર અભિષેક પૂજા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે યોજાયેલા કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા પૂર્વ ધારાસભ્ય જશપાલ સિંહ પઢીયાર જિલ્લા પંચાયત સદસ્ય અર્જુન સિંહ પઢીયાર સાથે સરપંચ મહેશ જાદવ સાથે મોટી સંખ્યામાં માં મહીસાગરના માઇ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા યોજાયેલા કાર્યક્રમમાં 1100 દીવડાની મહા આરતી પણ યોજાઈ હતી જ્યાં તમામ ભક્તોએ લ્હાવો લીધો હતો.
મધ્ય ગુજરાત માંથી પસાર થતી મહીસાગર નદીનું અનેરું મહત્વ છે મહિ નદી, જે પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે, તે ભારતની એક પવિત્ર નદી છે, ઘણાં મંદિરો અને તેના કિનારે ઉપાસનાનાં પવિત્ર સ્થળોને કારણે ઘણા લોકો પૂજા કરે છે. તેની વિશાળતાને કારણે તેને આપવામાં આવેલ નામ મહીસાગર છે. ગુજરાતમાં આ નદી ધાર્મિકતા માં પણ ખૂબ જાણીતી છે ત્યારે નર્મદા પરિક્રમાની જેમ આ નદીની પરિક્રમા પણ હવે શરૂ કરવામાં આવી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે