Vijapur: 141 વર્ષ જૂની છે આ પરંપરા, છઠ્ઠ અને સાતમના નોરતે આ રીતે મળે છે મળે છે માં અંબા અને માં બહુચર

છઠના દિવસે પણ વહેરાવાસણની માંડવીથી માતાજીની પાલખી યાત્રા નીકળી હતી. જેમાં બ્રાહ્મણોએ માતાજીને પાલખીમાં બેસાડીને નગરચર્યા કરાવી હતી. માતાજીને અંબે માતાજીના પ્રાચીન મંદિરે દર્શન કરાવી પૂજા અર્ચન કરી કાશીપુરા તરફ માંડવીમાં પ્રસ્થાન કર્યું હતું. વહેરા વાસણની જનતાએ કાશીપુરા માંડવીમાં ગરબા રમ્યા હતા.

Vijapur: 141 વર્ષ જૂની છે આ પરંપરા, છઠ્ઠ અને સાતમના નોરતે આ રીતે મળે છે મળે છે માં અંબા અને માં બહુચર

વિજાપુર: આજના આધુનિક અને વેસ્ટર્ન મ્યુઝિક (Western music) ના તાલે ગવાતા ગરબાની વચ્ચે શહેરોમાં અને ગામડાંઓમાં શેરી ગરબો જે પોતાની પારંપરિક (Tradition) અને ભાતીગળ સ્ટાઈલને કારણે ગુજરાત (Gujarat) ની આગવી ઓળખ બની ગયો છે. તેવા મહોલ્લાના ગરબા આજના આધુનિક ગરબાઓ (Morden Garba) ની વચ્ચે હજી પણ જીવંત છે. તેનું તાદ્શ્ય ઉદાહરણ વિજાપુર શહેરમાં છેલ્લા 141 વર્ષથી ઉજવાતી કાશીપુરા અને વહેરાવાસણ મહોલ્લાની નવરાત્રી (Navratri) માં જોવા મળી રહ્યું છે. આ બંને મહોલ્લામાં નવરાત્રી (Navratri) ની માંડવીની શરુઆત ઈ.સ.1880માં કરવામાં આવી હતી. 

અહીં એક સદીથી બંને દેવીઓ એક બીજાને પાલખીયાત્રા રૂપે મળે છે એવી અનોખી પરંપરા (Tradition) છે. છઠના દિવસે પણ વહેરાવાસણની માંડવીથી માતાજીની પાલખી યાત્રા નીકળી હતી. જેમાં બ્રાહ્મણોએ માતાજીને પાલખીમાં બેસાડીને નગરચર્યા કરાવી હતી. માતાજીને અંબે માતાજીના પ્રાચીન મંદિરે દર્શન કરાવી પૂજા અર્ચન કરી કાશીપુરા તરફ માંડવીમાં પ્રસ્થાન કર્યું હતું. વહેરા વાસણની જનતાએ કાશીપુરા માંડવીમાં ગરબા રમ્યા હતા.

નવરાત્રી (Navratri) ના ઉપાસનાના પર્વે પરંપરાઓ તો અનેક છે, પરંતુ અહીં એક અનોખી પરંપરાની વાત કરવી છે. જ્યારથી આ બંને માંડવીની શરુઆત થઈ છે ત્યારથી સતત નિરંતર બંને દેવીઓમાં બહુચર અને માં અંબા એકબીજાને પાલખીયાત્રા રૂપે મળે છે. વહેરાવાસણ લત્તામાંથી પાલખીયાત્રામાં માં બહુચર નવરાત્રીની છઠ્ઠના દિવસે કાશીપુરામાં દેવી અંબાને મળવા જાય છે. જ્યારે સાતમના દિવસે કાશીપુરામાંથી દેવી માં અંબા વહેરાવાસણમાં માં બહુચરને મળવા આવે છે. 

આ બંને દિવસે બંને મહોલ્લાના બ્રાહ્મણો પિતાંબરમાં સજ્જ થઈને માતાજીને પાલખીમાં બેસાડીને નગરમાં પાલખીયાત્રા કરે છે. આ દરમિયાન નગરના લોકો પણ મોટી સંખ્યામાં જોડાય છે. રસ્તામાં પાલખી યાત્રા નીકળે ત્યારથી લઈને એ યાત્રા પરત ફરે ત્યાં સુધી રસ્તા પર ગરબાની રમઝટ જોવા મળતી હોય છે. જ્યારે માતાજીની પાલખી યાત્રા માંડવીમાં પરત ફરે ત્યાર બાદ પૂજા અર્ચના અને આરતી કર્યા બાદ બ્રાહ્મણો દ્વારા માતાજીને પાલખીમાં બેસાડીને દરેક મહોલ્લાવાસીને ઘરે પૂજા અર્ચના કરવા માટે લઈ જવામાં આવે છે.

ગુજરાત (Gujarat) સહિત સમગ્ર મહેસાણા જિલ્લામાં પોતાની પ્રાચિનતા માટે જાણિતી કાશીપુરા અને વહેરાવાસણની માંડવીમાં માત્ર પ્રાચિન ગરબાઓ જ ગવાય છે. નવાઈની વાત છે કે આ પ્રાચિન ગરબાઓ કોઈ વૃદ્ધ અનુભવી નહીં પણ યુવાનો દ્વારા ગાવામાં આવે છે. આવા પ્રાચિન ગરબાઓની ધૂન પર આજની આઘુનિક યુવતીઓ અને યુવાનો હોંશે હોંશે ગરબા ગાય છે.બંને પ્રાચિન માંડવીઓમાં માતાજીની આરાધના કરવામાં આવી છે. 

અહીં માંડવીઓ કોરના કાળમાં પણ સજાવવામાં આવી હતી પણ ગરબા નહોતા યોજાયા માત્ર આરતી જ કરવામાં આવી હતી. પરંતુ આ વખતે સરકારે છુટ છાટ આપતા ફરી વાર બંને માંડવીઓમાં ભક્તીનો માહોલ જોવા મળ્યો છે. પહેલા જ નોરતે થી માતાજીના ગરબાની શરૂઆત થઈ છે. કાશીપુરામાં એકમના નોરતેથી નવરાત્રી શરૂ થાય છે. જ્યારે વહેરાવાસણમાં બીજના નોરતેથી પ્રથમ નોરતુ શરુ થાય છે. છેલ્લા દિવસે માતાજીને વાજતે ગાજતે વિદાય આપવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news