બાળકનું લિફ્ટમાં ફસાઈ જતા મોત, Video થયો વાઇરલ

જોકે આ વીડિયો ક્યાંનો છે એ જાણવા મળ્યું નથી

બાળકનું લિફ્ટમાં ફસાઈ જતા મોત, Video થયો વાઇરલ

અમદાવાદ : લિફ્ટમાં બાળકનું માથું ફસાઈ જતા એનું મોત થયું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જોકે આ વીડિયો ક્યાંનો છે એ જાણવા મળ્યું નથી. આ બાળકનું માથું ફસાઈ જતા માતા આક્રંદ કરતી નજરે ચડે છે. આ ઘટનાની સૌથી કરૂણ વાત એ છે કે માતાની સામે જ બાળકનું મોત નિપજ્યું છે. આ બાળક સ્કૂલ ડ્રેસમાં છે અને તેના ખભા પર પણ સ્કૂલ બેગ છે. આ દ્રશ્ય જોઈને એમ લાગે છે કે સ્કૂલથી પરત ફરતી વખતે બાળક આ અકસ્માતનો ભોગ બન્યું છે.

તાજેતરમાં અમદાવાદ ખાતે બનેલા એક બીજા કિસ્સામાં લિફ્ટમાં ભીંસાઈ જવાથી છ વર્ષના માસૂમ બાળકનું મૃત્યુ નિપજ્યું છે. ચાંદખેડાના ત્રાગડ રોડ ઉપર ઓમ પાર્ટી પ્લોટ સામે આવેલી 307 રેસિડન્સીમાં જોડીયા ભાઈ-બહેન લિફ્ટમાં જઈ રહ્યાં હતાં. બહેન મુસ્કાન લિફ્ટમાં જતી રહી અને બીજા માળે જવા બટન દાબ્યું હતું. જોડીયો ભાઈ મયંક મિશ્રા લિફ્ટમાં પ્રવેશવા દોડ્યો ત્યાં જ લિફ્ટનો લાકડાનો દરવાજો બંધ થયો ને લિફ્ટ ચાલુ થઈ ગઈ. છ વર્ષનો માસૂમ મયંક લિફ્ટની જાળીમાં ફસાયો ને પહેલા માળે લિફ્ટની જાળી અને દીવાલ વચ્ચે ભીંસાઈ ગયો. લિફ્ટ તોડીને બહાર કઢાયેલા મયંકને ખાનગી હોસ્પિટલમાં ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news