નર્મદા ડેમની સપાટી વિશે ખાસ સમાચાર, ઉનાળામાં આપશે રાહત
છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં વધારો થયો છે
Trending Photos
અમદાવાદ : હાલમાં ઉનાળાની શરૂઆતમાં જ્યારે પાણીકાપના વિકલ્પની ચર્ચા ચાલી રહી છે ત્યારે નર્મદા ડેમની સપાટીમાં 13 સેમીનો વધારો નોંધાયો છે જે ઉનાળામાં રાહત સમાન છે. આમ, છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં વધારો થયો છે.
નર્મદા બંધની જળસપાટીમાં છેલ્લા 24 કલાકમાં 13 સેન્ટીમીટરનો વધારો થયો છે. ઉપરવાસમાંથી 8695 ક્યુસેકની આવકના પગલે પાણીમાં વધારો થયો છે. તેની સામે 3428 ક્યુસેક જાવક છે. આ જથ્થામાંથી 2809 ક્યુસેક પાણી કેનાલમાં પીવા માટે છોડવામાં આવી રહ્યું છે. આ કારણે હાલ નર્મદા ડેમની જળસપાટી 105.61 મીટરે પહોંચી છે.
હાલની પરિસ્થિતિમાં 2809 ક્યુસેક પાણી કેનાલમાં પીવા માટે તથા 637 ક્યુસેક પાણી નર્મદા નદીમાં ગોડબોલે ગેટ દ્વારા છોડાઈ રહ્યું છે. આ સંજોગોમાં હાલમાં નર્મદા બંધની જળ સપાટી 105.61 મીટર સુધી પહોંચી છે જે ગઈ કાલે 105.48 મીટર હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે