Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શુ કહ્યું

Weather forecast Gujarat : ગુજરાતમાં 3 દિવસ માવઠાની આગાહી કરાઈ છે. 20થી 22 દરમિયાન છુટાછવાયા વરસાદની આગાહી કરાઈ

Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શુ કહ્યું
  • તારીખ 20થી 22 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં માવઠાની આગાહી
  • સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પડશે કમોસમી વરસાદ

ઝી મીડિયા/બ્યૂરો :છેલ્લા કેટલાક દિવસોથી સૂર્ય આગ વરસાવી રહ્યો છે, જમીન એવી તપી રહી છે કે, લોકો કાળઝાળ ગરમીમા શેકાઈ રહ્યાં છે. પરંતુ આ વચ્ચે એકવાર ફરીથી મોસમનો પારો ઉંચકાશે. ભારતીય મોસમ વિભાગના અપડેટ અનુસાર, આજથી 18 એપ્રિલથી મોસમનો મિજાજ બદલાવાનો છે. ગરમી વચ્ચે માવઠાની આગાહી કરાઈ છે. ગુજરાતમાં 20 થી 22 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદ પડશે.

હવામાન વિભાગના અપડેટ અનુસાર, ગુજરાતમાં 3 દિવસ માવઠાની આગાહી કરાઈ છે. 20થી 22 દરમિયાન છુટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહી કરાઈ છે. જેમાં 00 એપ્રિલે પવનની ગતિ 30 થી 40 કિમી પ્રતિ કલાકની રહેશે. તો 21 એપ્રિલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરાઈ છે. પવનની ગતિ 40 થી 60 કિમી પ્રતિ કલાકની રહેશે. 

ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં પણ વાતાવરણ બદલાશે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાનના અનેક વિસ્તારો, મધ્ય પ્રદેશ, બિહાર, ઓરિસ્સા, ઝારખંડ, ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી કરાઈ છે. આ વચ્ચે દેશના અનેક વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન ગતિવિધિઓ જોવા મળશે, જેમાં ધૂળ ભરેલી આંધી પણ ઉઠશે. પવનની ડમરીને કારણે અનેક વિસ્તારોમાં ગરમીમાં થોડી રાહત મળશે. હવામાન વિભાગના એક્સપર્ટનું કહેવુ છે કે, ઉત્તરી રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં નીચલા સ્તર પર ચક્રવાતી હવાઓનુ એક દબાણ બન્યુ છે. જેને કારણે મોસમમાં બદલાવ આવી રહ્યો છે. જેને કારણે વરસાદ આવી શકે છે. 

હાલ રાજ્યમાં સતત કાળઝાળ ગરમી અનુભવાઇ રહી છે. 42.8 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ શહેર બન્યુ છે. તો અમદાવાદ 42.4 ડિગ્રી, સુરેન્દ્રનગર 42.3 ડિગ્રી તાપમાન પહોંચ્યુ છે. 

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news