oxygen supply

SC ની ઓડિટ પેનલના રિપોર્ટ બાદ BJP એ દિલ્હી સરકાર પર કર્યા આકરા પ્રહાર, Manish Sisodia આપ્યો જવાબ

કોરોના (Corona) ની બીજી લહેર દરમિયાન દિલ્હી સરકાર દ્વારા જરૂરિયાત કરતા વધુ ઓક્સિજનની માગણીને લઈને ભાજપના નેતા સંબિત પાત્રાએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે.

Jun 25, 2021, 01:19 PM IST

Supreme Court ની ઓડિટ પેનલનો દાવો, Delhi સરકારે માંગ્યો હતો જરૂરિયાત કરતા 4 ગણો વધુ ઓક્સિજન

કોરોના (Corona) ની બીજી લહેર દરમિયાન દિલ્હી (Delhi) સહિત દેશના અનેક રાજ્યોમાં દર્દીઓએ ઓક્સિજન સંકટનો સામનો કરવો પડ્યો હતો. જો કે હવે સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી ઓક્સિજન ઓડિટ ટીમના રિપોર્ટમાં દિલ્હી વિશે ચોંકાવનારો ખુલાસો થયો છે. 

Jun 25, 2021, 11:43 AM IST

ઈન્ડસ્ટ્રીયલ ઓક્સિજનથી મ્યુકોરમાઈકોસિસ થતો હોવાની માન્યતા ખોટી : ડો પાર્થિવ મહેતા

 • ઈન્ડસ્ટ્રીયલ ઓક્સિજનના ઉપયોગ બાદ મ્યુકોરમાઇકોસિસ થવા અંગે પલ્મેનોલોજીસ્ટ ડો. પાર્થિવ મહેતા પાસેથી માહિતી મેળવી

May 25, 2021, 03:56 PM IST

મોટો આક્ષેપ : ઈન્ડસ્ટ્રીયલ ઓક્સિજનના વપરાશથી ગુજરાતમાં વધ્યા મ્યુકોરમાઈકોસિસના કેસ

 • ઓક્સિજન સિવાય સિલિન્ડરમાં અન્ય ગેસ ભેળસેળ થતા અને યોગ્ય SoP નું ઇન્ડસ્ટ્રીયલ સિલિન્ડરમાં પાલન ના થતા મ્યુકોરમાઇકોસીસના કેસો વધ્યા હોવાની ચર્ચા તબીબી આલમમાં થઈ
 • મેડિકલ ઓક્સિજન સિલિન્ડરમાં ઓક્સિજનની શુદ્ધતા 99.90 ટકાથી વધુ હોય છે. જ્યારે કે ઈન્ડસ્ટ્રીયલ ઓક્સિજન સિલિન્ડરમાં ઓક્સિજનની શુદ્ધતા 99.60 જેટલી જ હોય છે

May 23, 2021, 12:20 PM IST

અમેરિકાથી આવ્યું ઓક્સિજન, પાટીદારોએ મોકલેલા ઓક્સિજન કોન્સ્ટ્રેટર અમદાવાદ પહોંચ્યા

ગુજરાતમાં કોરોના સંકટ સમયે અનેક સામાજિક સંસ્થાઓ અનેક સમાજોએ મદદનો હાથ લંબાવ્યો છે. કોઈ ઓક્સિજનની વ્યવસ્થા કરે છે, તો કોઈ બેડની, કોઈ વિનામૂલ્યે ભોજન આપે છે તો કોઈ રૂપિયાનુ દાન કરે છે. આવામાં પાટીદારોની સંસ્થા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સરકારના મદદે આવી છે. અમેરિકાની વિશ્વ ઉમિયાધામ (Vishv Umiya Dham) ટીમ ગુજરાતની વ્હારે આવી છે. વિશ્વ ઉમિયાધામ યુએસએ (USA) ટીમે 1000 ઓક્સિજન કોન્સ્ટ્રેટર ગુજરાતમાં મોકલવાની જાહેરાત કરી હતી. જેનો પહેલો જથ્થો અમદાવાદ પહોંચી ગયો છે. 

May 13, 2021, 12:03 PM IST

કોરોના સંકટમાં પાવાગઢ મંદિરની મોટી જાહેરાત, બનાવશે ઓક્સિજન પ્લાન્ટ

 • હાલોલના તાજપુરા કોવિડ હોસ્પિટલમાં આ ઓક્સિજન પ્લાન્ટ આપવામાં આવશે
 • આ ઓક્સિજન પ્લાન્ટમાં રોજનો 100 બોટલ ઓક્સિજન તૈયાર થશે
 • પ્લાન્ટનું સિવિલ કામ શરૂ કરીને મશીનરી માટેનો ઓર્ડર આપી દેવાયો

May 8, 2021, 08:35 AM IST

Corona: અમને આકરા નિર્ણયો લેવા પર મજબૂર ન કરો... ઓક્સિજન સપ્લાય પર સુપ્રીમ કોર્ટની કેન્દ્રને ફટકાર

કોર્ટમાં કેન્દ્ર સરકારનો પક્ષ રાખી રહેલા સોલિસિટર જનરલ તુષાર મેહતાને બેંચે કહ્યુ, અમને કોઈ કડક નિર્ણય લેવા પર મજબૂર ન કરો. 

May 7, 2021, 12:33 PM IST

Oxygen Crisis પર કેન્દ્રએ SC ને આપ્યો જવાબ, કહ્યું- 700 MT ઓક્સિજનની માગણી યોગ્ય નથી

દેશની રાજધાની દિલ્હીની હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત અંગે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ.

May 6, 2021, 01:40 PM IST

પાટીદારોની મજબૂત સંસ્થા કોરોના સંકટમાં આવી ગુજરાતની વ્હારે, અમેરિકાથી મોકલી મદદ

ગુજરાતમાં કોરોના સંકટ સમયે અનેક સામાજિક સંસ્થાઓ અનેક સમાજોએ મદદનો હાથ લંબાવ્યો છે. કોઈ ઓક્સિજનની વ્યવસ્થા કરે છે, તો કોઈ બેડની, કોઈ વિનામૂલ્યે ભોજન આપે છે તો કોઈ રૂપિયાનુ દાન કરે છે. આવામાં પાટીદારોની સંસ્થા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સરકારના મદદે આવી છે. અમેરિકાની વિશ્વ ઉમિયાધામ (Vishv Umiya Dham) ટીમ ગુજરાતની વ્હારે આવી છે. 

May 5, 2021, 07:23 AM IST

ક્યાંયથી પણ ઓક્સિજન નથી મળતુ, તો આ મશીનથી હવે ઘરે જાતે હવામાંથી ઓક્સિજન બનાવો

 • ઓક્સિજનની અછત વચ્ચે વાતાવરણમાંથી જ વાયુનો ઉપયોગ કરીને પ્યોર ઓક્સિજન બનાવતી આ ઓટોમેટિક મશીનની ડિમાન્ડ વધી
 • હોમ ક્વોરેન્ટાઈન થયેલા એવા લોકો કે જેમનું ઓક્સિજન લેવલ ઓછું થઈ ગયું હોય તેમને માટે આ મશીન અસરકારક સાબિત થઈ રહ્યું છે

May 4, 2021, 11:51 AM IST

'હકિકત છે કે દિલ્હીમાં ઓક્સિજન નથી, મહારાષ્ટ્ર-ગુજરાતની પણ આ જ સ્થિતિ', SC એ કેંદ્રને પૂછ્યો પ્રશ્ન

જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડે કહ્યું કે હું મેં ગાજિયાબાદમાં ગુરૂદ્વારા લંગર વિશે વાંચ્યું, લોકો ચેરિટી કરી રહ્યા છે, પરંતુ ફક્ત અમે ચેરિટી પણ છોડી શકતા નથી, વેક્સીનનું મૂલ્ય નિર્ધારણનો મુદો અસાધારણ રૂપથી ગંભીર છે. 

Apr 30, 2021, 03:36 PM IST

મધ્યપ્રદેશ માટે સંકટમોચન બન્યું સુરત, 2 દિવસમાં 117 ટન ઓક્સિજન આપ્યો

ગુજરાત પહેલેથી ફાર્માસ્યુટિકલ હબ રહ્યુ છે. દેશના અનેક રાજ્યોમાં દવાનો પુરવઠો ગુજરાતમાંથી પૂરો પાડવામાં આવે છે. આવામા કોરોનાકાળમાં પણ ગુજરાત અન્ય રાજ્યોની વ્હારે આવ્યું છે. ગુજરાતમાં ઓક્સિજનની અછત વચ્ચે સુરત હજીરા પ્લાન્ટથી ચાર દિવસમાં 200 મેટ્રિક ટનથી વધુ ઓક્સિજન મધ્યપ્રદેશ મોકલવામાં આવ્યો છે. મધ્યપ્રદેશમાં ઓક્સિજનની અછતના કારણે આઈનોક્સ કંપનીએ કેન્દ્ર સરકારના નિર્દેશ બાદ ઓક્સિજનનો જથ્થો મધ્યપ્રદેશમાં મોકલી આપ્યો છે. 

Apr 30, 2021, 06:47 AM IST

Mission Oxygen: ઓક્સિજન સંકટમાંથી દેશને ઉગારવા, લોકોના જીવ બચાવવા વાયુસેનાએ સંભાળ્યો મોરચો

ભારતમાં કોરોના વાયરસ (Coronavirus)  કેર વર્તાવી રહ્યો છે. રોજેરોજ રેકોર્ડબ્રેક નવા કેસ સામે આવી રહ્યા છે. મોતનો આંકડો પણ ચિંતાજનક સ્તરે વધ્યો છે. છેલ્લા 24 કલાકમાં 3.32 લાખથી વધુ કેસ નોંધાયા છે.

Apr 23, 2021, 11:23 AM IST

Oxygen સપ્લાયને લઇને PM મોદીએ યોજી બેઠક, અધિકારીઓએ આપ્યા આ નિર્દેશ

હાલમાં 20 રાજ્યોમાં 6,785 MT/ દિવસની પ્રવાહી મેડિકલ ઓક્સીજન  (Liquid Therapeutic Oxygen) ની વર્તમાન માંગની સામે ભારત સરકારે 21 એપ્રિલથી તે રાજ્યોને 6,822 MT/ દિવસના ધોરણે જથ્થો ફાળવવાનું શરૂ કરી દીધું છે.

Apr 22, 2021, 06:33 PM IST

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ઇંડસ્ટ્રીઝને ઓક્સિજનની સપ્લાય પર આજથી પ્રતિબંધ

કોરોના વાયરસ (Coronavirus) થી દેશમાં બગડતી સ્થિતિ અને ઓક્સીજન (Oxygen) ની મોટી સમસ્યાને જોતાં ગૃહ મંત્રાલય (Home Ministry) એ મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે ઇંડસ્ટ્રીને ઓક્સિજનની સપ્લાય પર આજથી પ્રતિબંધ લગાવી દીધો છે.

Apr 22, 2021, 03:44 PM IST

હાઈકોર્ટનો સરકારને આદેશ- ગમે તેમ કરી ઓક્સિજનની વ્યવસ્થા કરો, સ્થિતિની ગંભીરતા કેમ સમજાતી નથી

ન્યાયમૂર્તિ વિપિન સાંધી અને ન્યાયમૂર્તિ રેખા પલ્લીની પીઠે કહ્યું કે, ઓક્સિજનની આપૂર્તિ નક્કી કરવાની જવાબદારી સંપૂર્ણ રીતે કેન્દ્ર સરકારના ખભા પર છે. જરૂર છે તો સ્ટીલ અને પેટ્રોલિયમ સહિત તમામ ઉદ્યોગોનો બધા ઓક્સિજનની આપૂર્તિ સ્વાસ્થ્ય ઉપયોગ માટે કરી શકાય છે. 

Apr 21, 2021, 10:30 PM IST

રાજકોટમાં ઓક્સિજન ઉત્પાદનો બહાર ચોકીપહેરો, કલેક્ટરે તમામ એકમો પોતાના કબજામાં લીધા

 • સિટી સ્કેન કરતી લેબોરેટરી અને ઓક્સિજન સિલિન્ડર વિક્રેતાને ત્યાં પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ કરાયું
 • સરકારે નિયત કરેલા ભાવ કરતા વધુ ભાવ વસુલ કરતા જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવુ કલેક્ટરે જાહેરાત કરી

Apr 21, 2021, 08:30 PM IST

આજે 21 એપ્રિલે કોરોનાના નવા કેસનો આંકડો સાંભળશો તો ઘરમાંથી બહાર નીકળવાનું મન નહિ થાય

 • આજે 21 એપ્રિલના રોજ કોરોનાના નવા 12553 કેસ ગુજરાતમાં નોંધાયા છે. તો તેની સામે 125 દર્દીઓના મૃત્યુ થયા
 • અમદાવાદ કોર્પોરેશનમાં 22, સુરત  કોર્પોરેશનમાં 25,  મહેસાણમાં 3, સુરત-4, વડોદરા કોર્પોરેશન-7, રાજકોટ કોર્પોરેશન-8 મોત થયા 

Apr 21, 2021, 07:46 PM IST

બનાસકાંઠામાં હવે માત્ર 1 કલાક ચાલે તેટલો જ ઓક્સિજનનો જથ્થો, ટપોટપ મર્યાં 5 દર્દી

કોરોનામહામારી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં ઓક્સિજનની અછત સર્જાઈ છે. બનાસકાંઠાની જય ભારત ટ્રેડિંગ કંપનીમા ઓક્સિજનનો પુરવઠો પૂરો થઈ ગયો છે. 

Apr 21, 2021, 04:03 PM IST

ગુજરાતનો શ્વાસ રુંધાયો, સુરત-બનાસકાંઠામાં ઓક્સિજનનો સપ્લાય ખૂટી પડ્યો

હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને ઓક્સિજન બેડ મળતા નથી તેવી ફરિયાદો વ્યાપક બની ગઈ છે. દર્દીઓ ઓક્સિજન વળીને ટળવળીને મરી રહ્યાં છે. ત્યારે હવે શહેરોમાં પણ ઓક્સિજનનો જથ્થો ખૂટી રહ્યો છે. પરિસ્થિતિ વિકટ બની રહી છે. 10 થી 15 ટકા દર્દીઓ ઓક્સિજનની અછતને કારણે મૃત્યુ પામી રહ્યાં છે. દર્દીને કોરોના થયા બાદ સૌથી પહેલી જરૂરિયાત ઓક્સિજનની હોય છે, ત્યારે આ જ ઓક્સિજનનો જથ્થો હવે ખૂટી પડ્યો છે. 1100 મેટ્રિક ટન જેટલા ઓક્સિજનનો જથ્થાનુ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે, છતા દર્દીઓ ઓક્સિજન વગર મરી રહ્યાં છે. 

Apr 21, 2021, 03:14 PM IST