રાદડીયાને ઈફ્કોમાં હરાવવા કોણે પ્રયાસો કર્યા, એક પાટીદાર અગ્રણીનું નામ ખૂલતા ભડકો થયો

IFFCO Gujarat Election : ઈફ્કોમાં જીત બાદ હવે રાદડિયા વધુ ચર્ચામાં આવ્યા છે, ભાજપ સામે બગાવત કરીને જીત મેળવનાર સૌરાષ્ટ્રના આ નેતાને ઈફ્કોમાં હરાવવા કોણે પ્રયાસો કર્યા હતા તેની ચર્ચા વહેતી થઈ છે 

રાદડીયાને ઈફ્કોમાં હરાવવા કોણે પ્રયાસો કર્યા, એક પાટીદાર અગ્રણીનું નામ ખૂલતા ભડકો થયો

Jayesh Radadiya : હાલ સૌરાષ્ટ્રમાં ધમાસાન મચ્યું છે. રૂપાલા અને ક્ષત્રિય સમાજના વિવાદ હવે રાદડિયા પર રાજકારણ ગરમાયું છે. ઈફ્કોની ચૂંટણીમાં શાનદાર જીત બાદ હવે રાદડિયા વિરુદ્ધ મોરચો શરૂ થયો છે. સૌરાષ્ટ્રમાં હવે ભાજપના પાટીદાર નેતાઓ વચ્ચે ધમાસાણ મચ્યું છે. લેઉવા પાટીદાર સંસ્થાના ટ્રસ્ટીએ રાદડીયાને હરાવવાના પ્રયાસો કર્યા હોવાની ચર્ચા શરૂ થઈ છે. ગઈકાલે રાદડીયાએ પાટીદારોની સંસ્થા ખોડલધામનું નામ લીધા વગર જયેશ રાદડીયાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, જ્ઞાતિસમાજે રાજનીતિ ન કરવી જોઈએ. 

ઈફ્કોની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત થઈ છે. રાદડિયાએ ભાજપના મેન્ડેટ વિરુદ્ધ જઈને ઈફ્કોની ચૂંટણીમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી, અને જીત પણ મેળવી હતી. ત્યારે હવે રાદડીયાને ચૂંટણીમાં હરાવવા માટે પાટીદારોની સંસ્થાના એક ટ્રસ્ટએ ભરપૂર પ્રયાસો કર્યાની ચર્ચા છે. આ મુદ્દે હાલ સૌરાષ્ટ્રના પાટીદાર નેતાઓમાં ભારે ધમાસાણ મચ્યું છે.

લેઉવા પાટીદાર સમાજના જ એક ટ્રસ્ટીએ રાદડીયા વિરુદ્ધ મતદાન કરવા ફોન કરીને સહકારી મંડળીઓના ડેલીગેટ્સને કહ્યાંની વાત આજે બહાર આવી છે. ખોડલધામના પૂર્વ પ્રમુખ પરેશ ગજેરાએ કહ્યું કે, આ ટ્રસ્ટી ચાર મુખ્ય ટ્રસ્ટી પૈકીના હોવાનું જાણવા મળે છે અને તેમ હોય તો તેમને પદ પરથી દૂર કરવા જોઈએ. અથવા રાજીનામું લઈ લેવુ જોઈએ. રાદડીયા લેઉવા પાટીદાર સમાજના જ આગેવાન છે અને તેમની વિરુદ્ધ આવુ થાય તે યોગ્ય નથી. 

રાજકારણમાં સામાજિક સંસ્થાઓએ ન ઝંપલાવવુ જોઈએ - રાદડિયા
રાદડિયાએ સહકારી સંગઠન વિશે કહ્યું હતું કે, રાજકોટ જિલ્લા બેન્ક અને સહકારી માળખું ખેડૂત સભાસદો પર ચાલે છે. મારા પર આક્ષેપ કરે છે તેને મારે જવાબ આપવાના ન હોય. આક્ષેપ કરનારા પોતાનું જોઈ લે. મારે ખેડૂત સભાસદોનું હિત જોવાનું છે. ખેડૂતોના હિત માટે મેં ચૂંટણી લડી છે. કોઈ સામાજિક સંસ્થાઓએ સહકારી ક્ષેત્રમાં ન આવવું જઈએ. રાજકારણમાં સામાજિક સંસ્થાઓએ ન ઝંપલાવવુ જોઈએ. જે સામાજિક સંસ્થાઓમાં રાજનીતિ આવે છે ત્યારે સમાજનું પતન થાય છે. સામાજિક સંસ્થાઓના વડાને કહેવા માગું છું કે, સમાજમાં રાજકારણ કરવાને બદલે જો રાજકારણ કરવું જ હોઈ તો રાજનીતિમાં આવી જવું જોઈએ. ભારતીય જનતા પાર્ટીએ નાની ઉંમરે ઘણું આપ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news