સીટબેલ્ટ પહેરવો કેમ જરૂરી છે અને કઈ રીતે તે સુરક્ષા પુરી પાડે છે? જાણો એક્સપર્ટની નજરે...

એક્સપર્ટ અમિત ખત્રીએ જણાવ્યું હતું કે કારમાં તમામ મુસાફરોએ સીટ બેલ્ટ પહેરવો પડશે, એ નિર્ણય આવકારદાયક છે. સીટ બેલ્ટ પહેર્યો હોય અને અકસ્માત થાય તો ઝટકા સાથે આગળની તરફ ટકરાવાની શક્યતાઓ નહિવત થઇ જાય છે.

સીટબેલ્ટ પહેરવો કેમ જરૂરી છે અને કઈ રીતે તે સુરક્ષા પુરી પાડે છે? જાણો એક્સપર્ટની નજરે...

અતુલ તિવારી/અમદાવાદ: ભારતના અગ્રણી ઉદ્યોગકાર સાયરન મિસ્ત્રીના કાર અકસ્માતમાં થયેલા મૃત્યું બાદ ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને કારચાલક સહિત કારમાં બેસેલા તમામ મુસાફરો માટે સીટ બેલ્ટ પહેરવું ફરજિયાત બન્યું છે. કેન્દ્ર સરકારના નિર્ણયનું અમલીકરણ કરાવવાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે સીટ બેલ્ટ તમામ મુસાફરોએ પહેરવો કેમ જરૂરી છે, તે સમજવા ઝી 24 કલાક એ રોડ સેફ્ટી એક્સપર્ટ અમિત ખત્રી સાથે ખાસ વાતચીત કરી હતી. 

એક્સપર્ટ અમિત ખત્રીએ જણાવ્યું હતું કે કારમાં તમામ મુસાફરોએ સીટ બેલ્ટ પહેરવો પડશે, એ નિર્ણય આવકારદાયક છે. સીટ બેલ્ટ પહેર્યો હોય અને અકસ્માત થાય તો ઝટકા સાથે આગળની તરફ ટકરાવાની શક્યતાઓ નહિવત થઇ જાય છે. અકસ્માત વખતે આગળની તરફ ઝટકો વાગે એટલે સીટ બેલ્ટ લોક થઈ જતો હોવાને કારણે અકસ્માતના કિસ્સામાં મોટી ઈજાથી બચી શકાશે. સીટ બેલ્ટ સિવાય ગાડીમાં એરબેગ પણ ત્યારે જ ખૂલે છે, જ્યારે સામેના ઓબજેક્ટ સાથે એક નિશ્ચિત ઝડપ સાથે ગાડી ટકરાતી હોય છે. આપણે એરબેગથી એક નિશ્ચિત અંતરે બેસવું પણ જરૂરી છે, સવા ફૂટથી દોઢ ફૂટ અંતરે બેસવું જરૂરી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અકસ્માતના કિસ્સામાં જ્યારે એરબેગ ખૂલે છે, ત્યારે જો એનાથી અંતર નાં હોય તો ચહેરા પર ઈજા થવાની શક્યતાઓ પણ રહેલી છે. કેટલીક વખત અકસ્માત થાય એટલે પાછળ બેસેલા મુસાફરો ઉછળીને આગળ આવતા હોય છે. પરંતુ જો એમણે સીટ બેલ્ટ પહેર્યો હશે તો એમની સલામતી વધશે. 

અમિત ખત્રીએ કહ્યું કે, કોઈપણ કારમાં સીટ બેલ્ટ હોય જ છે, જેના માટે દરેક વ્યક્તિ કાર ખરીદે એટલે એની કિંમત પણ ચૂકવાતી હોય છે, તો આપણે આપણી સલામતી માટે બેલ્ટ ફરજિયાત પહેરવો જોઈએ. હવે નવી કારમાં તમામ મુસાફરો માટે એરબેગ સિવાય બાજુમાં પણ એરબેગની વ્યવસ્થા ઉપલબ્ધ થઈ છે, જેના કારણે લોકોની સલામતી વધશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news