દહેજ

અમદાવાદમાં ફરી એક ટ્રિપલ તલાકનો કિસ્સો સામે આવ્યો, પોલીસમાં ફરિયાદ

ત્રિપલ તલાકના નવા કાયદા બાદ શહેરમાં પાંચેક જેટલા કિસ્સા બની ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, ટ્રિપલ તલાકની ફરિયાદમાં શારિરીક, માનસિક ત્રાસ અને દહેજની કલમ પણ ઉમેરાતાં આ કેસમાં ત્રણ વર્ષની સજાની જોગવાઇ હોવાથી પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Dec 18, 2019, 09:48 PM IST
Ghogha Dahej Ro Ro Ferry Service Postponed PT45S

ઘોઘા દહેજ રો રો ફેરી સર્વિસ રખાઇ મુલતવી

ઘોઘા દહેજ રો રો ફેરી સર્વિસ હજી 7 ડિસેમ્બર સુધી શરૂ થશે નહીં. સતત 7મી વાર મુદત આપવામાં આવી છે. દહેજ ખાતે પૂરતી ઊંડાઈ મળે તેટલું ડ્રેજિંગ થયું નથી. પૂરતું ડ્રેજિંગ થયા બાદ રોરો ફેરી શરૂ થશે.

Nov 30, 2019, 01:20 PM IST
Foundation Of A First 100 MLD Desalination Plant In Dahej PT3M2S

દેશના સૌ પ્રથમ 100 MLD ડિસેલિનેશન પ્લાન્ટનું કરાયું ખાતમુહૂર્ત

મુખ્યમંત્રીના હસ્તે દહેજમાં શનિવારે ઔદ્યોગિક હેતુસરના દેશના સૌ પ્રથમ 100 MLD ડિસેલીનેશન પ્લાન્ટનું ખાતમુર્હત કરવામાં આવશે. 25 હેકટરમાં રૂ. 881 કરોડના ખર્ચે સ્થપાશે. દરિયાના ખારા પાણીના શુધ્ધિકરણનો ડિસેલીનેશન પ્લાન્ટ, દહેજ પીસીપીઆઇઆરના ઊદ્યોગોની પાણી જરૂરિયાત માટેનો વૈકલ્પિક સ્ત્રોત બનશે.

Nov 30, 2019, 10:55 AM IST

11 લાખનું દહેજ પાછું આપવા વરરાજાએ હાથ જોડ્યા, શુકનમાં લીધા 11 રૂપિયા

રાજસ્થાનમાં એક વરરાજાએ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. આ વખતે સામાજિક કુરિવાજ દહેજ વિરૂદ્ધ આ જંગ CISF કોન્સ્ટેબલ વરરાજાએ રાજસ્થાનના આ વરરાજાએ 11 લાખ રૂપિયાના દજેહથી ભરેલો થાળ પરત કરી દીધો. વરરાજાએ શુકન તરીકે ફક્ત 11 રૂપિયા લઇને લગ્ન કર્યા. 

Nov 16, 2019, 04:03 PM IST

VIDEO વડોદરા: પતિએ પત્ની પાસે 54 લાખ રૂપિયા દહેજ માંગ્યુ, ન મળ્યું તો રઝળતી મૂકી દીધી

વડોદરામાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. એક ઉદ્યોગપતિના પુત્રએ પ્રેમલગ્ન કર્યા બાદ પત્નીને તરછોડી દીધી અને પત્ની પાસેથી 54 લાખની દહેજની માગણી પણ કરી.

Oct 19, 2019, 11:57 AM IST
Son Of Industrialist Abandoned His Wife In Vadodara PT3M17S

વડોદરામાં ઉદ્યોગપતિના પુત્રએ પોતાની પત્નીને તરછોડી, કરી દહેજની માગ

વડોદરામાં ઉધોગપતિના પુત્રએ પોતાની પત્નીને તરછોડી હોવાની ઘટના સામે આવી છે. ત્યારે ઉધોગપતિના પુત્રએ પત્ની પાસેથી 54 લાખની દહેજની માગ કરી હતી. પત્ની અક્ષરા જોયે પતિ વર્ગીસ જોય સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પતિએ અક્ષરાનું લગ્ન પછી ક્રિશ્ચન ધર્મમાં ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. અક્ષરાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં પતિ વર્ગીસ જોય સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે વર્ગીસ જોયની ધરપકડ કરી છે.

Oct 19, 2019, 11:20 AM IST

સુરત: મુસ્લિમ મહિલાએ પુત્રીને જન્મ આપતા પતિએ આપી તલાકની ધમકી

હજી પણ સમાજમાં દીકરા દીકરીના જન્મને લઈ દુષણો ચાલી રહ્યા છે. જેનું એક તાજું ઉદાહરણ સુરતમાં સામે આવ્યું છે. જ્યાં બાળકીના જન્મને લઇ પતિ દ્વારા પત્નીને તલાક આપવાની ધમકી આપી હતી. સુરતના ભાઠેના વિસ્તારમાં રહેતી મુસ્લિમ પરિણીતાને માર મારીને સાસરિયાઓએ ઘરમાંથી કાઢી મુક્યાની ફરિયાદ સાથે પરિણીતા સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. 

Sep 7, 2019, 06:01 PM IST

અમદાવાદ: લવ મેરેજ કર્યા બાદ પરણિતાએ કર્યો આપઘાત, પિયર પક્ષે કર્યો દહેજનો આરોપ

અમદાવાદના ચાંદખેડા વિસ્તારની એક પરિણિતાને દહેજને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. પરિણીતાના અપમૃત્યુ કેસને લઈ પરિવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે હંગામો પણ કર્યો અને પોતાની દીકરીએ આત્મહત્યા નહિ પરંતુ સાસરિયા પક્ષ દ્વારા તેની હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. 

Jul 28, 2019, 11:39 PM IST

અમદાવાદ : શેરબજારમાં સટ્ટો રમતા દેવાદાર બનેલા પતિથી કંટાળીને પત્નીએ આત્મહત્યા કરી

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં એક પરણીતાએ સાસરિયાઓના ત્રાસથી કંટાળીને આખરે મોતને વ્હાલું કર્યું છે. .મૃતક મહિલાના પરિવારજનોએ સાસરિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આ સમગ્ર મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી સાસુ, સસરા અને પતિની સામે આત્મહત્યાના દુષ્પ્રેરણા હેઠળ ગુનો દાખલ વધુ તપાસ હાથ ધરી છે.

Jul 22, 2019, 08:47 AM IST

સુરત: દહેજની માગ કરી પતિએ પત્નીને અડધી રાત્રે જાહેરમાં આપ્યા તલાક

શહેરમાં ફરી એકવાર ત્રિપલ તલાકનો મુદ્દો જાગ્યો છે. દહેજપેટે રૂપિયા 40 હજાર નહિ આપતા એક પરિણિતાને રાત્રે 3 વાગ્યે જાહેરમા તેના પતિએ ત્રણ વાર તલાક બોલીને તલાક આપી દીધા હોવાની ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના બાદ પિડિતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ફરિયાદ કરવાની તૈયારી બતાવી હતી.
 

Jul 19, 2019, 04:36 PM IST

સમુદ્રની સફર કરનારા ગુજરાતીઓ માટે ખુશ ખબરી, આ સ્થળે પણ શરૂ થશે રો-રો ફેરી

ભરૂચના દહેજ અને ભાવનગરના ઘોઘા વચ્ચે રો-રો ફેરીની સફળ શરૂઆત થયા બાદ તેનો વિસ્તાર વધારવાની માંગ સતત થઇ રહી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ એ ઈચ્છી રહી છે કે, રસ્તા અને રેલ્વેની સાથે દરિયાનો પણ મુસાફરી માટે ઉપયોગ થાય, તેને જ ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર આ દિશામાં કામ કરી રહી છે. 

Jun 26, 2019, 08:54 PM IST
Ahmedabad In Law's Coplited Funral Of Married Woman Without Telling Her Parents PT1M31S

દહેજની લાલચમાં વધુ એક મહિલાનો લેવાયો ભોગ, જુઓ સાસરીયાએ શુંં કર્યું

અમદાવાદમાં દહેજની લાલચે વધુ એક પરિણીતાનો ભોગ લીધો હોવાનો આરોપ લાગ્યો છે.સાસરિમાં સપનાનું મોત થયું, સાસરિયાઓએ સપનાનું મોત બીમારીને કારણે થયું હોવાનું જણાવ્યું, પરંતુ પરિવારજનોને શંકા છે કે સાસરિયાઓના ત્રાસને કારણે સપનાએ આત્મહત્યા કરી છે.

May 16, 2019, 08:35 PM IST

દહેજ માટે ટ્રિપલ તલાક આપી ઘરમાંથી કાઢેલી મુસ્લિમ મહિલા પહોંચી SC, આવતીકાલે સુનાવણી

દહેજ માટે ટ્રિપલ તલાક આપી ઘરથી બહાર કાઢવામાં આવેલી દિલ્હીની એક મુસ્લિમ મહિલાએ સુપ્રિમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. મહિલાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી કે સાસરીયાઓ સામે કાયદા અંતર્ગત એફઆઇઆર નોંધાવાની માગ કરી છે.

May 16, 2019, 02:44 PM IST

દહેજની લાલચમાં પરણિતાનો લેવાયો ભોગ, પરિવારને ચહેરો પણ જોવા ન મળ્યો

શહેરમાં દહેજની લાલચથી વધુ એક પરણીતાનો ભોગ લેવાયો છે. જેને લઇ પરિવારે યુવતીના હત્યાનો આક્ષેપ કરીને ન્યાયની માંગ કરી છે. પરંતુ સાસરીયાએ યુવતીના મૃતદેહનુ અંતિમ સંસ્કાર કરી દેતા યુવતીનુ મોતનુ કારણ રહસ્યમય બન્યુ છે. ત્યારે પોલીસે આક્ષેપોને લઈને હાલ અરજી આધારે તપાસ શરૂ કરી છે.
 

May 15, 2019, 11:33 PM IST

વહેલી સવારે દહેજની કંપનીમાં ભીષણ આગ લાગી, આસપાસના ગામવાસીઓ ગભરાયા

ઈન્ડસ્ટ્રીયલ ઝોન દહેજની મેઘમણી કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. જેને પગલે 4થી વધુ ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચીને આગ બૂઝવવાની કામગીરીમાં લાગ્યા હતા. 

Mar 26, 2019, 09:46 AM IST

દહેજ ખાતે ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ સ્થપાશે, 3 વર્ષમાં 60 કરોડના રોકાણનો પ્લાન

નવી સાહસ, ઇન્ડો-રીજેન્સ પોલિમર ઍડિટીવ્સ પ્રા. લિ. મેન્યુફેકચરિંગ શરૂ કરશે અને તેના એકમથી અંકલેશ્વર ખાતે ગ્રીન સ્ટેબિલાઇઝર રેન્જ ઓફર કરશે. આ સાહસ 1 એપ્રિલ 2019 થી યુરોપમાં રીજેન્સ એકમોમાંથી અદ્યતન વિશેષતા ઉમેરવાની શરૂઆત કરશે

Feb 14, 2019, 01:56 PM IST

કલરકામ કરનાર પતિની કારની માંગણીથી કંટાળીને પત્નીએ એવું પગલું ભર્યું કે...

 અમદાવાદના ઓઢવ વધુ એક વખત દહેજના દાનવે એક પરણિતાનો જીવ લીધો છે. દહેજના ત્રાસથી અમદાવાદની 26 વર્ષીય પરણીતાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. 

Jan 28, 2019, 03:48 PM IST

સુરતથી ઘોઘા-પીપાવાવ સુધીની રોરો ફેરી થશે શરૂ, ટ્રીપમાં પણ થશે વધારો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સપના સમાન દહેજ અને ઘોધા વચ્ચે શરુ થયેલી રો રો ફેરી અનેક વખત અટવાઈ હતી, જોકે ત્યાર બાદ પણ હાલમાં રો-રો ફેરી ચલાવવામાં આવી રહી છે. ત્યારે સુરતથી દહેજ સુધી અને ધોધાથી ભાવનગર અંગે તેની આગળના શહેરોના લોકો રો રો ફેરીની સુવિધા મેળવે તે માટે બસ સેવા શરુ કરવામાં આવી છે. 
 

Jan 27, 2019, 07:37 PM IST

ઘોઘા-દહેજ રો-પેક્સ ફેરી સર્વિસ પુન: શરૂ, આ ટાઇમિંગ પર કરી શકશો મુસાફરી

રો-પેક્સ જહાજ વોયેજ સીમ્ફનાં એન્જીન કુલિંગ સિસ્ટમમાં ખોટ સર્જાતા છેલ્લા 20 દિવસથી બંધ હતી. જેને બે દિવસની ટ્રાયલ રન બાદ ઇન્ડીયન રજીસ્ટ્રાર ઓફ શિપિંગ દ્વારા આ જહાજને ક્લીયરન્સ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.

Dec 13, 2018, 10:16 PM IST

ભાવનગરમાં રો-રો ફેરી જહાજ બંધ પડ્યું, 461 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

જહાજ દરિયા એક કલાક સુધી બંધ પડી રહ્યું હતું અને મદદ માટેની રાહ જોઇ રહ્યું હતું. ત્યારબાદ જીએમડીને મેસેજ પાસ કરવામાં આવ્યો હતો. જીએમડી દ્વારા ટગની વ્યવસ્થા કરી મુસાફરોને સલામત રીતે ઘોઘા તરફ લાવવા માટેની કવાયત હાથ ધરી હતી.

Nov 21, 2018, 03:43 PM IST