વાહ ધારાસભ્ય હોય તો આવા! યુવતીની બદલી નહી થતા કમિશ્નરની કચેરીએ જઇને કર્યું...

ગુજરાતમાં સરકારી નોકરી જેટલો વિકરાળ પ્રશ્ન છે તેટલો જ વિકરાળ પ્રશ્ન નોકરી મળ્યા બાદ બદલીનો છે. કેટલાક કિસ્સાઓમાં યુવતીઓને નોકરી મળ્યા બાદ નજીકમાં જિલ્લામાં પોસ્ટિંગ નથી થતું. તો કેટલાક કિસ્સામાં દુરનાં જિલ્લામાં નોકરી મળવાને કારણે યુવાનો સામાજીક સમસ્યા સર્જાતી હોય છે. તેવામાં બદલી માટે પણ અલગ જ પ્રકારનું રાજકારણ થાય છે. જો કે આ રાજકારણ ઘણી વખત ઉમેદવારથી હટીને રાજકીય મુદ્દો પણ બની જતો હોય છે. 
વાહ ધારાસભ્ય હોય તો આવા! યુવતીની બદલી નહી થતા કમિશ્નરની કચેરીએ જઇને કર્યું...

અમદાવાદ : ગુજરાતમાં સરકારી નોકરી જેટલો વિકરાળ પ્રશ્ન છે તેટલો જ વિકરાળ પ્રશ્ન નોકરી મળ્યા બાદ બદલીનો છે. કેટલાક કિસ્સાઓમાં યુવતીઓને નોકરી મળ્યા બાદ નજીકમાં જિલ્લામાં પોસ્ટિંગ નથી થતું. તો કેટલાક કિસ્સામાં દુરનાં જિલ્લામાં નોકરી મળવાને કારણે યુવાનો સામાજીક સમસ્યા સર્જાતી હોય છે. તેવામાં બદલી માટે પણ અલગ જ પ્રકારનું રાજકારણ થાય છે. જો કે આ રાજકારણ ઘણી વખત ઉમેદવારથી હટીને રાજકીય મુદ્દો પણ બની જતો હોય છે. 

આવો જ એક કિસ્સો બાયડમાં સામે આવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય જસાભાઇ બારડ દ્વારા બદલી મુદ્દે કમિશ્નરની કચેરી ખાતે જઇને ધરણા કરવામાં આવ્યા હતા. કોંગ્રેસી ધારાસભ્યએ અગાઉ આ મુદ્દે અલગ અલગ વિભાગો અને મંત્રીઓને રજુઆત કરી ચુક્યાં હતા. જો કે બદલી નહી થતા આખરે ધારાસભ્યએ ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા ચાલુ કર્યા હતા. ધારાસભ્યએ જણાવ્યું કે, તેમના વિસ્તારમાં કોમામાં રહેલા પિતાની સેવા કરવા દીકરીની બદલી કરવાની માગણી કરી હતી. 

ધારાસભ્યના જણાવ્યા અનુસાર, અનેક મંત્રીઓને અનેક વાર ભલામણ કરી હોવા છતાં માત્ર સાંત્વના મળી હતી. કોઇ પ્રકારનાં આદેશ થયા નથી. ધારાસભ્યનો આરોપ છે કે, રાજ્યમાં અધિકારીઓનું રાજ ચાલે છે. અધિકારીઓ પૈસા લીધા વગર એક ટાંકણી પણ હલાવતા નથી. અધિકારીઓ અને સંપત્તિ સામે કાર્યવાહી કરવામાં આવે તો દુધનું દુધ અને પાણીનું પાણી થઇ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય દ્વારા અગાઉ વિધાનસભાનાં ફ્લોર પરથી નીચે કુદવાની ધમકી પણ આપી હતી. 

જો કે આખરે તેમની માંગણી નહી સંતોષાતા તેમણે ધરણા ચાલુ કર્યા હતા. કમિશ્નર કચેરી ખાતે ધારાસભ્ય ઉપવાસ પર બેસી જતા દોડાદોડી થઇ ગઇ હતી. કમિશ્નર સહિત મંત્રીઓએ પણ આ અંગે તત્કાલ અનુસંધાન લીધું હતું. ધારાસભ્યની માંગણી સાંભળીને ઉભા ઉભા જ ડેપ્યુટેશન અંગેનો આદેશ કરી દેવાયો હતો. ધારાસભ્યના ધરણા બાદ સમગ્ર તંત્ર દોડતું થયુ હતું. હેતાબેન નામની મહિલાને તત્કાલ ધનસુરા ખાતે ડેપ્યુટેશન પર મુકવામાં આવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news