Change News

ગુજરાતમાં શ્રેષ્ઠ શિક્ષકની પસંદગીમાં ફેરફાર, ઝોનવાઇઝ કરવામાં આવશે પસંદગી
ગુજરાતમાં “શ્રેષ્ઠ શિક્ષક”ની પસંદગી અને પુરસ્કારની પસંદગી પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો છે. અન્ય વ્યક્તિ, સમાજ કે સંસ્થા પણ શ્રેષ્ઠ શિક્ષકના ઉમેદવારના નામ સૂચવી શકાશે. જિલ્લા પસંદગી સમિતિએ આવી વ્યક્તિના કાર્યની ચકાસણી અને પસંદગી પ્રક્રિયામાં નામનો સમાવેશ કરાશે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોને પ્રોત્સાહિત કરવાના આશયથી પ્રતિ વર્ષ ‘‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’’ એનાયત કરવામાં આવે છે. આ શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી પ્રક્રિયામાં શિક્ષણ વિભાગ દ્વારા ફેરફાર કરાયો છે. જેમાં વ્યક્તિ, સમાજ કે સંસ્થા પણ શ્રેષ્ઠ શિક્ષકોના ઉમેદવારના નામ સૂચવી શકશે. જિલ્લા પસંદગી સમિતિએ આવા વ્યક્તિઓના કાર્યના સ્થળની ચકાસણી કરી પસંદગી પ્રક્રિયામાં તેઓના નામનો સમાવેશ કરવાનો રહેશે એમ શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું છે.
May 27,2022, 23:16 PM IST

Trending news