યુવાનો રમતા નથી એટલે હાર પચાવવાની શક્તિ ગુમાવે છે, સ્પોર્ટ જીવનમાં પ્રતિભાને દરેક રીતે ખિલવે છે

નારણપુરા વિસ્તારમાં 20.39 એકરની જમીનમાં 631.77 કરોડના ખર્ચે બની રહેલા સ્પોર્ટ કોમ્પલેક્ષનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખાતમુહર્તનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૃહમંત્રીએ કહ્યું કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ બનતાની સાથે જ અમદાવાદ ઓલિમ્પિકની તૈયારીઓ માટે સજ્જ થઇ જાય તેવું આયોજન છે. ગુજરાતની અંદર જ ગોલ્ડ લાવવાની સંકલ્પની મુઠ્ઠી ભીંચી પ્રચંડ અવાજ સાથે બધા બોલીએ ભારત માતા કી જય બોલાવી હતી. ગાંધીનગર લોકસભા વિસ્તારના તમામ કાર્યકર્તાઓ અને નાગરિકોને, વાલીઓને હૃદયમાં આનંદ અને ઉમળકો હશે. 

યુવાનો રમતા નથી એટલે હાર પચાવવાની શક્તિ ગુમાવે છે, સ્પોર્ટ જીવનમાં પ્રતિભાને દરેક રીતે ખિલવે છે

અમદાવાદ : નારણપુરા વિસ્તારમાં 20.39 એકરની જમીનમાં 631.77 કરોડના ખર્ચે બની રહેલા સ્પોર્ટ કોમ્પલેક્ષનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખાતમુહર્તનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૃહમંત્રીએ કહ્યું કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ બનતાની સાથે જ અમદાવાદ ઓલિમ્પિકની તૈયારીઓ માટે સજ્જ થઇ જાય તેવું આયોજન છે. ગુજરાતની અંદર જ ગોલ્ડ લાવવાની સંકલ્પની મુઠ્ઠી ભીંચી પ્રચંડ અવાજ સાથે બધા બોલીએ ભારત માતા કી જય બોલાવી હતી. ગાંધીનગર લોકસભા વિસ્તારના તમામ કાર્યકર્તાઓ અને નાગરિકોને, વાલીઓને હૃદયમાં આનંદ અને ઉમળકો હશે. 

આજે નારણપુરમાં એક આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ કોમ્લપેક્ષ બનવા જઇ રહ્યું છે, મારા જીવનની શરૂઆત અહીંથી થઇ છે. અહીંથી મારુ ઘર 100 મીટરના અંતરે હતું. હું અહીના બુથનો જ કાર્યકર્તા છું. હું આ જ મેદાનમાં દોડી દોડીને મોટો થયો છું. આટલા વર્ષોથી શહેર વચ્ચે મોટુ મેદાન, પહેલા ગ્રીન એરિયા તરીકે પછી સ્પોર્ટ કોમ્પલેક્સના રિઝર્વેશનમાં પડી રહ્યું પરંતુ કોઇની નજર જ નહોતી પડી. મે 2019માં મોદી સાહેબને કહ્યું, સાહેબ સ્પોર્ટ કોમ્પલેક્ષ બનાવવું છે અને સાહેબે એક જ ધડાકે 500 કરોડ રૂપિયા ગાંધીનગર ક્ષેત્ર માટે ફાળવી દીધા. હવે શહેરના છોકરા રમતા થઇ જશે. 

આ સ્પોર્ટ કોમ્પલેક્ષમાં દરેક શાળાઓ વારાફરતી પીટીનો પીરિયડ મર્જ કરીને અહીં રમવા માટે આવશે. ધીરે ધીરે બાળક માટીથી દુર જઇ રહ્યા છે. હારે નહી કે જીતે નહી તેથી જીવનમાં હાર પચાવતા પણ આવડે નહી અને પછી શુંનુ શું કરી બેસે. હું તમને બધાને પ્રોમિસ આપુ છું કે 30 મહિના પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ કોમ્પલેક્ષનું ઉદ્ધાટન કરાવીશ. હું પોતે સમગ્ર પ્રોજેક્ટ પર સીધી જ નગર રાખી રહ્યો છું. 

મોદી સાહેબે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુમાં એક વિશાળ જગ્યા આપી છે. આ સરદાર પટેલ સ્પોર્ટ કોમ્પલેક્સ બનતાની સાથે જ અમદાવાદમાં ઓલમ્પિકની તૈયારીઓ માટે સજ્જ થઇ જશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, નારણપુરા સ્પોર્ટ કોમ્પલેક્ષ અને અન્ય 3 કોમ્પલેક્ષ સ્ટેડિયમ ભેગા મળીને ઓલમ્પિકની તૈયારીઓ પુર્ણ થઇ જશે. આ ગૌરવપ્રદ બાબત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news