Diabetes માં બ્લડ શુગર કંટ્રોલ કરવા માટે બેસ્ટ છે આ 3 વસ્તુ, નિયમિત ઉપયોગ કરવાથી શરીર પણ રહેશે ફીટ

How To Control Diabetes: ડાયાબિટીસ ખૂબ જ ગંભીર બીમારી છે કારણ કે તેમાં વ્યક્તિનું બ્લડ શુગર વધી જાય છે. બ્લડ શુગર જો હાઈ રહે તો તેના કારણે શરીરના અન્ય અંગ પણ પ્રભાવિત થાય છે. ડાયાબિટીસમાં બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં ન આવે તો શરીર અંદરથી ખવાઈ જાય છે. તેવામાં જરૂરી છે કે જો તમને ડાયાબિટીસ હોય તો તમે બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરો.

Diabetes માં બ્લડ શુગર કંટ્રોલ કરવા માટે બેસ્ટ છે આ 3 વસ્તુ, નિયમિત ઉપયોગ કરવાથી શરીર પણ રહેશે ફીટ

How To Control Diabetes: ડાયાબિટીસની બીમારી દિવસેને દિવસે વધી રહી છે. દુનિયાભરમાં આ બીમારીના દર્દીઓની સંખ્યા ખૂબ જ વધી રહી છે. નાની ઉંમરના લોકો પણ આ બીમારીનો શિકાર થઈ રહ્યા છે. ડાયાબિટીસ ખૂબ જ ગંભીર બીમારી છે કારણ કે તેમાં વ્યક્તિનું બ્લડ શુગર વધી જાય છે. બ્લડ શુગર જો હાઈ રહે તો તેના કારણે શરીરના અન્ય અંગ પણ પ્રભાવિત થાય છે. ડાયાબિટીસમાં બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં ન આવે તો શરીર અંદરથી ખવાઈ જાય છે. તેવામાં જરૂરી છે કે જો તમને ડાયાબિટીસ હોય તો તમે બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરો. વધારે રહેતા બ્લડ શુગર લેવલની કંટ્રોલ કરવા માટે તમે ઘરેલુ નુસખા પણ ટ્રાય કરી શકો છો. આજે તમને આવા જ ત્રણ અસરદાર ઘરેલુ નુસખા જણાવીએ. જેનાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે.

આ પણ વાંચો:

અળસીના બી 

ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે આ બીજ રામબાણ માનવામાં આવે છે. તેમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે. તેનું સેવન કરવાથી બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે. સાથે જ તેનાથી ડાયજેશન સંબંધિત સમસ્યા પણ દૂર થાય છે. નિયમિત રીતે એક ચમચી અળસીના બી નું સેવન કરવામાં આવે તો બ્લડ સુગર લેવલને કંટ્રોલ સરળતાથી કરી શકાય છે. 

ડુંગળીનો અર્ક

ડુંગળી પણ બ્લડ શુગરને કંટ્રોલ કરવા માટે ફાયદાકારક છે. ડુંગળીમાં એન્ટિઓક્સિડન્ટ અને એન્ટીમેટ્રી ગુણ હોય છે. તે બ્લડ શુગરને કંટ્રોલ કરે છે. એક સંશોધન અનુસાર ડુંગળીનો અર્ક ડાયાબિટીસ કંટ્રોલ કરવાનો સૌથી સસ્તો અને અસરકારક ઉપાય છે. તેનાથી હાડકાનું સ્વાસ્થ્ય પણ સુધરે છે અને કેન્સરનું જોખમ પણ ઘટે છે.

એલોવેરા

રિસર્ચ અનુસાર એલોવેરાનું જ્યુસ પીવાથી બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે. એલોવેરાનું જ્યુસ પીવાથી વજન પણ ઓછું થાય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જોકે એલોવેરા પીવાની શરૂઆત કરતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લેવી.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news