નાસ્તામાં ભૂલથી પણ ન ખાઓ આ વસ્તુઓ, સ્વાસ્થ્ય માટે ઝેર સમાન, આ ગંભીર બીમારીઓને આપે છે આમંત્રણ

Harmful Food Item In Breakfast: સવારે નાસ્તામાં હેલ્ધી વસ્તુઓ ખાવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ મોટા ભાગના લોકો બ્રેકફાસ્ટ સાથે ખોટા ડાયટની શરૂઆત કરે છે. કેટલીક એવી વસ્તુ છે જે નાસ્તામાં પેટ માટે ઝેરનું કામ કરે છે. આ વસ્તુનું ભૂલમાં પણ સેવન ન કરવું જોઈએ.
 

નાસ્તામાં ભૂલથી પણ ન ખાઓ આ વસ્તુઓ, સ્વાસ્થ્ય માટે ઝેર સમાન, આ ગંભીર બીમારીઓને આપે છે આમંત્રણ

નવી દિલ્હીઃ સવારનો નાસ્તો આપણે દિવસનું પ્રથમ અને સૌથી જરૂરી મીલ છે. નાસ્તામાં હેલ્ધી વસ્તુ સામેલ કરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ દરેક હેલ્ધી વસ્તુ સવારે ખાલી પેટ ફાયદો કરે તે પણ જરૂરી નથી. તમને ખ્યાલ હોવો જોઈએ કે નાસ્તામાં શું ખાવું જોઈએ અને કઈ વસ્તુથી બચવું જોઈએ. અભિનેત્રી માધુરી દીક્ષિતના પતિ ડો. નેને, જે હાર્ટ, ફેફસા, અન્નનળી અને ટેસ્ટના સર્જન છે તે હંમેશા સોશિયલ મીડિયામાં વીડિયો શેર કરતા રહે છે. ડો. નેને લોકોની સાથે લાઇફસ્ટાઇલ અને ડાયટની જાણકારી શેર કરે છે. એક વીડિયોમાં ડોક્ટર નેને એવી વસ્તુ વિશે જણાવે છે કે નાસ્તામાં ન ખાવી જોઈએ. આ વસ્તુ પેટ માટે ઝેર જેવી છે. આવો જાણીએ કઈ વસ્તુનું સેવન નાસ્તામાં ન કરવું જોઈએ.

ડોક્ટર નેનેએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરતા જણાવ્યું કે નાસ્તામાં સફેદ બ્રેડ, ફળનું જ્યુસ, સ્વીટ અનાજ, પ્રોસેસ્ડ મીટ, સ્વીટ દહીં જેવી વસ્તુ ખાવાથી બચવું જોઈએ.

સવારે નાસ્તામાં કઈ વસ્તુ ન ખાવી જોઈએ?
સફેદ બ્રેડઃ
મોટા ભાગના લોકો નાસ્તામાં સફેદ બ્રેડ અને બટર ખાતા હોય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. સફેદ બ્રેડ મેંદાથી બનેલી હોય છે અને લો ક્વોલિટીના કાર્બ્સની સાથે તેને પ્રોસેસ કરવામાં આવે છે. સફેદ બ્રેડ ખાવાથી બ્લડ સુગર વધવાનો ખતરો રહે છે. બ્રેડ મોટાપો વધારે છે અને હાર્ટ સંબંધિ બીમારીઓનો ખતરો ઉભો કરે છે. જો તમે નાસ્તામાં બ્રેડનું સેવન કરતા હોવ તો બંધ કરી દો.

ફળનું જ્યુસઃ કેટલાક લોકો નાસ્તામાં જ્યુસનું સેવન કરતા હોય છે. જ્યુસ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે પરંતુ નાસ્તામાં ફળનું જ્યુસ પીવાથી બ્લડ સુગર વધી શકે છે. જ્યુસમાં ફાઇબર અને બીજા પોષક તત્વો નષ્ટ થઈ જાય છે, જેનાથી ભરપૂર ફાયદો મળી શકતો નથી. આ જ્યુસમાં સ્વીટનેસ વધુ હોય છે, જેનાથી વજન વધે છે. તેની જગ્યાએ ફળોનું સેવન કરો.

સ્વીટ દહીંઃ પરાઠા સાથે દહીં કે પછી નાસ્તામાં કેટલાક લોકો લસ્સી કે સ્વીટ દહીં ખાતા હોય છે. તેનાથી શરીરમાાં સુગરની માત્રા વધી શકે છે. દરરોજ નાસ્તામાં સ્વીટ દહીં ખાવાથી ડાયાબિટીસનો ખતરો વધે છે. તેનાથી મોટાપો પણ વધે છે અને ઘણા જોખમો ઉભા થાય છે. તેથી નાસ્તામાં સ્વીટ દહીં ન ખાવું જોઈએ.

પ્રોસેસ્ડ મીટઃ બ્રેકફાસ્ટમાં પ્રોસેસ્ડ મીટનું સેવન ન કરવું જોઈએ. તેનાથી પેટ અને કોલોરેક્ટલ કેન્સરનું જોખમ વધે છે. પ્રોસેસ્ડ મીટ હાઈ બીપી અને સુગરની સમસ્યાને જન્મ આપી શકે છે. તેથી નાસ્તામાં પ્રોસેસ્ડ મીટનું સવન ન કરવું જોઈએ.

મીઠાં અનાજ- કેટલાક લોકો નાસ્તામાં અનાજ અથવા મીઠા અનાજમાંથી બનેલી વસ્તુઓનો સમાવેશ કરે છે. આના કારણે શરીરમાં વધુ કાર્બોહાઇડ્રેટ્સ પહોંચે છે, જેના કારણે ભૂખ અને બીપી બંને વધવાનો ખતરો રહે છે. આ પ્રકારનું ખાવાનું લાંબા ગાળે ડાયાબિટીસ અને હૃદયની બીમારીઓનું જોખમ વધારે છે.

ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news