1578 રૂપિયામાં હવાઈ મુસાફરી, અત્યારે જ બુક કરો ટિકિટ, દશેરા-દિવાળી સુધી કરી શકશો યાત્રા

15મી ઓગસ્ટના અવસર પર, ટાટા ગ્રુપની વિસ્તારા એરલાઈન્સે ફ્રીડમ સેલ શરૂ કરવાની જાહેરાત કરી છે. આમાં કંપની અલગ-અલગ રૂટ પર સસ્તી ફ્લાઈટ ટિકિટ આપી રહી છે.

1578 રૂપિયામાં હવાઈ મુસાફરી, અત્યારે જ બુક કરો ટિકિટ, દશેરા-દિવાળી સુધી કરી શકશો યાત્રા

નવી દિલ્હીઃ તો તમે પણ 15 ઓગસ્ટ પર લોન્ગ વીકેન્ડ પર ક્યાંય દૂર જવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો 1578 રૂપિયામાં ફ્લાઇટની ટિકિટ બુક કરાવી શકો છો. આ શાનદાર ઓફર ટાટા ગ્રુપની એરલાઈન કંપની વિસ્તારા લઈને આવી છે. ખાસ વાત છે કે તમે આ ઓફરમાં ટિકિટ બુક કરાવી નવરાત્રિ અને દશેરા સુધી સફર કરી શકો છો. પરંતુ તે માટે તમારે 15 ઓગસ્ટ સુધી ટિકિટ બુક કરાવવી પડશે. ટાટા ગ્રુપની એરલાઈન Vistara એ દેશની આઝાદીનો જશ્ન મનાવતા ફ્રીડમ સેલ શરૂ કર્યો છે. આ ઓફરમાં 15 ઓગસ્ટ સુધી તમે 31 ઓક્ટોબર સુધીની સસ્તી ફ્લાઈટ ટિકિટ બુક કરાવી શકો છો. 

કયાં રૂટ્સ પર ટ્રાવેલની તક
વિસ્તારા એરલાઈન્સે ભારતના 78માં સ્વતંત્રતા દિવસ પર ફ્રીડમ સેલ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સેલમાં એરલાઈન કંપનીએ દરેક કેબિન ક્લાસમાં ઘરેલું અને ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સ પર ભાડું ઘટાડ્યું છે. ઘરેલું યાત્રીકો માટે ઈકોનોમી ક્લાસમાં 1578 રૂપિયા, પ્રીમિયમ ઈકોનોમી ક્લાસમાં 2678 રૂપિયા અને બિઝનેસ ક્લાસમાં એર ટિકિટની કિંમત 9978 રૂપિયાથી શરૂ થઈ રહી છે. 

આ રૂટ પર 1578 રૂપિયા ભાડું
વિસ્તારાના આ સેલમાં બાગડોગરાથી ડિબ્રૂગઢ સુધી ટ્રાવેલ કરવા માટે ઈકોનોમી ક્લાસનું વન સાઇડ ડોમેસ્ટિક ભાડું 1578 રૂપિયાથી શરૂ થશે. તો મુંબઈથી અમદાવાદ સુધી પ્રીમિયમ ઈકોનોમી ક્લાસનું ભાડું 2678 રૂપિયાથી શરૂ થશે અને મુંબઈઝી અમદાવાદ સુધી બિઝનેસ ક્લાસનું ભાડું 9978 રૂપિયાથી શરૂ થશે. 

તો દિલ્હીથી કાઠમાંડુ માટે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ માટે ઈકોનોમી ક્લાસનું ભાડું 11978 રૂપિયાથી શરૂ થશે, જ્યારે પ્રીમિયમ ઈકોનોમી કેટેગરીમાં દિલ્હીથી કાઠમાંડૂનું ભાડું 13978 રૂપિયાથી શરૂ થશે. વધુ માહિતી માટે તમે કંપનીની વેબસાઈટની મુલાકાત લઈ શકો છો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news