Banana with Milk: આ લોકો માટે ઝેર સમાન છે દૂધ-કેળા, શરીર માટે ખૂબ જ ખરાબ છે આ ફૂડ કોમ્બિનેશન
Banana with Milk: કેળા અને દૂધ બંને હેલ્ધી છે પરંતુ જો તમે તેને એક સાથે ખાવ છો તો તે નુકસાન કરે છે. કેળા અને દૂધનું કોમ્બિનેશન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થાય છે. આયુર્વેદ અનુસાર કેટલીક બીમારીઓથી પીડિત લોકોએ દૂધ અને કેળા એક સાથે ખાવા નહીં.
Trending Photos
Banana with Milk: હેલ્ધી ફૂડની વાત આવે તો કેળા અને દૂધ બંનેનો તેમાં સમાવેશ થાય છે. આ બંને વસ્તુ શરીર માટે ખૂબ જ જરૂરી છે અને તેના પોષક તત્વો શરીરના ફાયદો પણ કરે છે. પણ આવું ત્યારે જ થાય છે જ્યારે તમે બંને વસ્તુને અલગ અલગ ખાતા હોય. કેળા અને દૂધ બંને તુરંત એનર્જી પણ આપે છે અને આ વસ્તુઓનું સેવન દરેક સિઝનમાં કરી શકાય છે.
કેળા અને દૂધ બંને હેલ્ધી છે પરંતુ જો તમે તેને એક સાથે ખાવ છો તો તે નુકસાન કરે છે. ઘણા લોકો દૂધ અને કેળા એકસાથે ખાતા હોય છે. પરંતુ હકીકતમાં કેળા અને દૂધનું કોમ્બિનેશન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થાય છે.
ખાસ કરીને કેટલીક સ્થિતિમાં લોકોએ દૂધ કેળા ખાવાનું ટાળવું જોઈએ. આયુર્વેદ અનુસાર કેટલીક બીમારીઓથી પીડિત લોકોએ દૂધ અને કેળા એક સાથે ખાવા નહીં. આ લોકો માટે દૂધ કેળા નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ સ્વાસ્થ્ય સમસ્યાઓમાં જો દૂધ અને કેળાનું સેવન કરવામાં આવે તો શરીર પર તેનો ઝેર જેવો ખરાબ પ્રભાવ પડે છે. તો ચાલો તમને જણાવીએ એ લોકો વિશે જેણે દૂધ કેળા ક્યારેય ખાવા નહીં.
આ લોકોએ ન ખાવા દૂધ કેળા
1. જે લોકોની પાચનશક્તિ નબળી હોય એટલે કે પાચન સંબંધિત સમસ્યાઓ વારંવાર થતી હોય તેને દૂધ કેળા ખાવાથી બચવું જોઈએ. જો આવા લોકો દૂધ કેળા ખાય છે તો પાચનતંત્ર ભયંકર રીતે ખરાબ થઈ શકે છે.
2. જે લોકો અસ્થમાથી પીડિત હોય તેમણે પણ દૂધ કેળા ખાવા નહીં. દૂધ કેળા એક સાથે ખાવાથી અસ્થમાના દર્દીને શરદી, ઉધરસ અને કફની સમસ્યા વધી શકે છે જેના કારણે અસ્થમાના લક્ષણ પણ ટ્રિગર થાય છે.
3. કેળા અને દૂધનું કોમ્બિનેશન શરીરમાં એલર્જીકરીએક્શન વધારી શકે છે. તેના કારણે શરીરમાં ખંજવાળ, સ્કિન સંબંધિત સમસ્યા અને રેશીસ થઈ જાય છે. તેથી દૂધ કેળા એકસાથે ખાવાથી બચવું.
4. જે લોકોને સાઇનસની સમસ્યા હોય તેમણે પણ દૂધ કેળા ખાવાનું ટાળવું જોઈએ. દૂધ અને કેળા એક સાથે ખાવાથી સાઇનસની સમસ્યા વધી શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે