Health Tips: અલગ અલગ પ્રકારના બોર હોય છે સ્વાસ્થ્યવર્ધક, જાણો કયા કયા રોગથી આપે છે રાહત

Health Tips: બોર પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, વિટામિન સી, પોટેશિયમનો સારો સ્ત્રોત હોય છે. તેમાં કેલેરી ખૂબ જ ઓછી હોય છે. બોરને સુકવીને પણ ખાવામાં આવે છે પરંતુ જો તમે તાજા બોર ખાવ છો તો તેનાથી શરીરને વધારે ફાયદો થાય છે. 

Health Tips: અલગ અલગ પ્રકારના બોર હોય છે સ્વાસ્થ્યવર્ધક, જાણો કયા કયા રોગથી આપે છે રાહત

Health Tips: 14 ફેબ્રુઆરીએ દેશભરમાં વેલેન્ટાઈન ડે ની સાથે વસંત પંચમીની પણ ઉજવણી થઈ. વસંત પંચમી પર જ્ઞાનની દેવી માં સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. આ સમય એવો હોય છે જ્યારે માર્કેટમાં અલગ અલગ પ્રકારના બોર મળે છે. આ બોર વસંત પંચમીની પૂજામાં માતા સરસ્વતીને ચઢાવવામાં આવે છે. માતા સરસ્વતીને ચઢતા આ બોર સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. 

બોર પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, વિટામિન સી, પોટેશિયમનો સારો સ્ત્રોત હોય છે. તેમાં કેલેરી ખૂબ જ ઓછી હોય છે. બોરને સુકવીને પણ ખાવામાં આવે છે પરંતુ જો તમે તાજા બોર ખાવ છો તો તેનાથી શરીરને વધારે ફાયદો થાય છે. બોર ખાવાથી શરીરને સારી એવી માત્રામાં ફાઇબર અને એન્ટિઓક્સિડન્ટ મળે છે. આ સિવાય કેટલીક રિસર્ચમાં સાબિત થયું છે કે બોર કેટલી ગંભીર સમસ્યામાં પણ ફાયદો કર્યો છે. 

બોર ખાવાથી થતા ફાયદા

હાડકા મજબૂત થાય છે

જો શરીરમાં કોપરની ઉણપ હોય તો હાડકાની સમસ્યા થવા લાગે છે. તેના કારણે હાડકા નબળા પડી જાય છે. આ સમસ્યાથી બચવું હોય તો બોર ખાવાનું રાખો. બોર ખાવા ફાયદાકારક સાબિત થાય છે. મેડિકલ રિસર્ચ અનુસાર બોર્ડમાં કોપર કેલ્શિયમ અને ફોસ્ફરસ સારી એવી માત્રામાં હોય છે જે હાડકાની નબળાઈ દૂર કરવાનું કામ કરે છે. 

વજન ઓછું કરે છે

એક રિસર્ચ અનુસાર બોર ખાવાથી વજન પ્રભાવી રીતે ઓછું થાય છે. બોર ખાવાથી શરીરમાંથી ફેટ ઘટે છે અને વજન પણ ઝડપથી ઓછું થાય છે. જો તમે વજન ઓછું કરવા માંગો છો તો બોર ખાવાની શરૂઆત કરી દો.

કેન્સરથી બચાવ

બોર ખાવાથી કેન્સર સામે રક્ષણ થાય છે. બોરમાં એમિનો એસિડ અને બાયો એક્ટિવ એલિમેન્ટ હોય છે. આ તત્વ શરીરમાં કેન્સર સેલ્સને વધતા અટકાવે છે.

હૃદય રોગ

એક રિસર્ચ અનુસાર આ સિઝન દરમિયાન બોરનું સેવન કરવાથી હાર્ટને પણ ફાયદો થાય છે. તેમાં એવા તત્વો હોય છે જે હૃદય રોગને કંટ્રોલ કરવાનું કામ કરે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news