Fact Check: શું ગરમ પાણીથી થાય છે કોરોના વાયરસનો નાશ? જાણો સાચી હકીકત

કોરોનાના વધતા કેસ ચિંતા જગાવી રહ્યા છે. લોકો તેનાથી બચવા માટે તમામ ઉપાયો કરતા અને નુસ્ખાઓ અજમાવતા જોવા મળે છે. આવો જ એક દાવો છે કે ગરમ પાણીથી સ્નાન કરવાથી કોરોના વાયરસ મરી જાય છે. જાણીએ આજે આ દાવાની હકીકત.

Fact Check: શું ગરમ પાણીથી થાય છે કોરોના વાયરસનો નાશ? જાણો સાચી હકીકત

ઝી બ્યૂરો, અમદાવાદઃ કોરોનાના સંક્રમણથી બચવા માટે દેશમાં તમામ પ્રકારના ઉપાયો અજમાવવામાં આવી રહ્યા છે. કોઈ દિવસમાં અનેક વાર ઉકાળો પીએ છે તો કોઈ વારંવાર ગરમ પાણી લે છે. આ સિવાય સોશિયલ મીડિયા પર પણ અનેક એવા નુસ્ખાઓ અને તથ્યો વાયરલ થઈ રહ્યા છે, જેની સાથે દાવો કરવામાં આવે છે કે આ ઉપાયો કરવાથી તમે કોરોના વાયરસના સંક્રમણથી સુરક્ષિત રહી શકો છો. સોશિયલ મીડિયા પર આવો જ એક દાવો કરવામાં આવ્યો છે કે જો તમે રોજ ગરમ પાણીથી નહાઓ છો તો, તે કોરોના વાયરસને મારવામાં કારગર રહે છે. આવો વિશેષજ્ઞો પાસેથી જાણીએ કે વાસ્તવમાં આ ઉપાય સંક્રમણથી બચવા માટે કેટલો કારગર રહી શકે છે?

શું છે સોશિયલ મીડિયા પર વાયરલ ઉપાય?
સોશિયલ મીડિયા પર કહેવામાં આવી રહ્યું છે કે ગરમ પાણીથી નહાવાથી અને વારંવાર ગરમ પાણી પીવાથી કોરોનાના સંક્રમણનો ખતરો ટળી શકે છે. વાયરસ ઉપયામાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ગરમ પાણીના પ્રભાવથી કોરોના વાયરસ મરી જાય છે, એટલે જ્યારે પણ બહારથી ઘરે આવો તો ગરમ પાણીથી જરૂર નાહી લો.

શું કહે છે જાણકારો?
આ વાયરસ નુસખાને લઈને કેન્દ્ર સરકારે લોકોને સચેત કર્યા છે. કેન્દ્ર સરકારના ટ્વિટર હેન્ડલ 'માઈ ગર્વન્મેન્ટ ઈન્ડિયા'ના માધ્મયથી જાણકારોએ કહ્યું છે કે, આ રીતેના ઉપાયો કોરોના વાયરસને મારવા માટે પુરતા નથી. ગરમ પાણી પીવાથી કે તેનાથી નહાવાથી કોરોના વાયરસ મરતો નથી કે ન તેનાથઈ કોરોનાની બીમારી ઠીક થઈ શકે છે. કોરોના વાયરસને મારવા માટે લેબ સેટિંગ્સમાં 60 થી 75 ડિગ્રી તાપમાન જરૂરી છે.

તો શું ગરમ પાણી પીવાના ફાયદા?
જો કે એવું પણ નથી કે ગરમ પાણી પીવાથી કોઈ જ ફાયદો નથી થતો. જો હળવું ગરમ પાણી પીવામાં આવે તો ફાયદો થઈ શકે છે. ગળાને સાફ રાખવા માટે અને પાચનને ઠીક રાખવા માટે તેને ફાયદામંદ રાખવામાં આવે છે. હુંફાળા પાણીના સેવનથી કફને હટાવવામાં મદદ મળે છે.

ઉકાળાનું વધુ સેવન ન કરવું જોઈએ
સાથે જ વિશેષજ્ઞો એ પણ જણાવે છે કે, ઉકાળાનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય શકે છે. એક દિવસમાં એક કપથી વધુ ઉકાળો ગરમ પડી શકે છે.

(નોંધઃ કોઈપણ પ્રકારના લક્ષણો જણાય તો તુરંત જ નિષ્ણાત તબીબની સલાહ લેવી, ખોટા અખતરા કરવાથી બચવું)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news