કમજોર હાડકાં પણ થશે મજબૂત અને દુખાવાથી મળશે છૂટકારો, આ 5 રીતે કરો કાજુનું સેવન
Cashew Benefits: વધતી ઉંમરની સાથે-સાથે જો તમારા પણ હાડકાં કમજોર થઈ રહ્યા છે, તો તેના માટે તમે તમારી ડાઈટમાં કાજુનો અલગ-અલદ રીતે સામેલ કરી શકો છો.
Trending Photos
Cashew Benefits: વધતી ઉંમરની સાથે-સાથે હાડકાં પણ કમજોર થવા લાગે છે. આવી સ્થિતિમાં જરૂરી છે કે તમારી ડાઈટમાં હેલ્ધી ખાવાનું સામેલ કરો. તેના માટે કાજુ ખૂબ જ ફાયદાકારક હોય છે. કાજુમાં પોટેશિયમ, કેલ્શિયમ, વિટામિન બી6, પ્રોટીન, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. આ તમારા હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જો યોગ્ય રીતે ખાવામાં આવે તો તે વધુ ફાયદાકારક બની શકે છે. ચાલો જાણીએ કે હાડકાંને મજબૂત કરવા માટે કાજુ ખાવાની કઈ અલગ-અલગ રીતો છે?
કાજુને પલાળીને ખાવા
જો તમે પણ કમજોર હાડકાંથી પરેશાન છો, તો તમે તમારી ડાઈટમાં કાજુનો સમાવેશ કરી શકો છો. કાજુમાં રહેલ વિટામિન ડી અને મેગ્નેશિયમ હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ માટે 6થી 7 કાજુને એક કપ પાણીમાં આખી રાત પલાળી રાખો. આ પછી તેને સવારે ખાલી પેટ ખાઓ.
દૂધમાં પલાળીને ખાઓ
હાડકાંને મજબૂત કરવા માટે દૂધમાં પલાળેલા કાજુનું સેવન વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. દૂધને કેલ્શિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે, જે હાડકાં માટે જરૂરી છે. તેમજ કાજુમાં હાજર વિટામિન K અને B6 હાડકાં અને સાંધાઓમાં દુખાવો ઘટાડવામાં મદદ કરે છે.
સ્મૂધી સાથે ખાઓ
તમે કાજુને સ્મૂધીમાં મિક્સ કરીને પણ પી શકો છો. આ માટે 5 થી 6 કાજુને પીસીને સ્મૂધીમાં મિક્સ કરો અને પછી તેને પીવો. તેનાથી નબળા હાડકાં મજબૂત થશે. શરીરનો દુખાવો પણ દૂર થશે. આ માટે તમારે તેનું નિયમિત સેવન કરવું પડશે.
અનેક પ્રકારના ડ્રાયફ્રુટ સાથે મિક્સ કરીને ખાઓ
કાજુને બદામ, કિસમિસ અને અખરોટ સાથે સવારે ખાલી પેટ ખાઈ શકાય છે. આ માટે 2 થી 3 બદામ, 4 થી 5 કિસમિસ, 1 અખરોટની દાળ અને 3 થી 4 કાજુને આખી રાત પાણીમાં પલાળી રાખો. આ પછી તેને સવારે ખાલી પેટ ખાઓ.
ખીરમાં મિક્સ કરીને ખાઓ
જો તમને મીઠો ખોરાક ગમે છે, તો તમે તેને ઘરે બનાવેલી ખીરમાં અન્ય ડ્રાયફ્રુટ સાથે મિક્સ કરીને ખાઈ શકો છો. આનાથી માત્ર તમારા હાડકાં જ નહીં પણ તમારું શરીર પણ સ્વસ્થ રહેશે.
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે