Health Tips: આલુ પરોઠા સહિત આ વસ્તુઓ સાથે દહીં ખાવાથી બગડી જાય છે તબિયત

Health Tips: જો તમે દહીંને કેટલીક વસ્તુઓ સાથે ખાવાનું પસંદ કરો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ સાબિત થઈ શકે છે. આયુર્વેદ અનુસાર કેટલાક એવા ખાદ્ય પદાર્થ છે જેનું સેવન દહીં સાથે કરવાનું ટાળવું જોઈએ.

Health Tips: આલુ પરોઠા સહિત આ વસ્તુઓ સાથે દહીં ખાવાથી બગડી જાય છે તબિયત

Health Tips: દહીં એક એવી વસ્તુ છે જેને લોકો દરેક ઋતુમાં ખાવાનું પસંદ કરે છે. કેટલાક ઘરમાં ભોજનની સાથે રોજ દહીં પીરસવામાં આવે છે. તો કેટલાક લોકો દહીંમાંથી લસ્સી છાશ કઢી જેવી વસ્તુઓ બનાવીને તેનું સેવન કરે છે. દહીં શરીર માટે લાભકારી પણ છે કારણ કે તેમાં રહેલા ગુડ બેક્ટેરિયા શરીરને કેટલીક સમસ્યાઓથી મુક્તિ અપાવે છે. 

જોકે દહીં ખાવું ત્યારે જ ફાયદાકારક સાબિત થાય છે જ્યારે તમે તેને યોગ્ય રીતે ખાવ છો. જો તમે દહીંને કેટલીક વસ્તુઓ સાથે ખાવાનું પસંદ કરો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ સાબિત થઈ શકે છે. આયુર્વેદ અનુસાર કેટલાક એવા ખાદ્ય પદાર્થ છે જેનું સેવન દહીં સાથે કરવાનું ટાળવું જોઈએ. જો તમે આ ખાદ્ય સામગ્રી સાથે દહીં ખાવ છો તો તેનાથી શરીરને નુકસાન થાય છે.

આ પણ વાંચો:

આલુ પરોઠા અને દહીં

આલુ પરોઠા સાથે મોટાભાગના લોકો દહીં ખાવાનું પસંદ કરે છે પરંતુ આ બંને વસ્તુને સાથે ખાવી યોગ્ય નથી. દહીં ઓઇલી ફૂડની સાથે ખાવામાં આવે તો મેટાબોલિઝમમાં અવરોધ આવે છે જેના કારણે ડાયજેશનની પ્રોસેસ સ્લો થઈ જાય છે. આ ઉપરાંત દહીં અને પરોઠા ખાધા પછી સુસ્તી પણ અનુભવાય છે.

માછલી

દહીં અને માછલીનું કોમ્બિનેશન પણ ઝેરી ગણાય છે. જો તમે માછલી સાથે દહીં ખાવાનું રાખો છો તો 50 સહિતની પેટની સમસ્યાઓ તમને હેરાન પરેશાન કરી શકે છે.કારણ કે આ બંને વસ્તુમાં પ્રોટીન સૌથી વધુ હોય છે અને એક સાથે વધારે પ્રમાણમાં પ્રોટીન શરીરમાં જાય તો તેનું પાચન થતું નથી.

ખાટા ફળ

વિટામીન સી થી ભરપૂર ખાતા ફળને પણ દહીંની સાથે ખાવા જોઈએ નહીં. દહીં અને ખાટા ફળ એક સાથે ખાવાથી પાચનતંત્ર સંબંધિત સમસ્યાઓ થાય છે.

ખજૂર

ખજૂરને પણ દહીંની સાથે ખાવાની ક્યારેય ભૂલ ન કરવી. જો તમે દહીં સાથે ખજૂરનું સેવન કરો છો તો પેટ ખરાબ થઈ જાય છે. ખજૂર અને દહીંનું સેવન એક સાથે ક્યારેય ન કરવો.

કેળું

ઘણા લોકોને દહીં કેળા ખૂબ જ ભાવે છે. પરંતુ આ કોમ્બિનેશન સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. તેને ખાવાથી પેટનું સ્વાસ્થ્ય બગડે છે. જો તમે કેળું ખાધું હોય તો થોડા કલાકો સુધી દહીં ખાવાનું ટાળવું.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news