Diabetes નો દેશી ઈલાજ, આ આયુર્વેદિક નુસ્ખા બ્લડ સુગર કંટ્રોલ કરવામાં કરશે મદદ

Best Home Remedies For Sugar: ડાયાબિટીસ એ જીવનશૈલીનો રોગ છે. તેને આહાર અને કેટલાક આયુર્વેદિક ઘરેલું ઉપચાર દ્વારા પણ નિયંત્રિત કરી શકાય છે. ડાયાબિટીસ માટે આયુર્વેદમાં ઘણા અસરકારક ઘરગથ્થુ ઉપચાર સૂચવવામાં આવ્યા છે, જે રક્ત ખાંડને ઝડપથી ઘટાડે છે. જાણો ડાયાબિટીસનો ઘરેલું ઉપાય શું છે?

Diabetes નો દેશી ઈલાજ, આ આયુર્વેદિક નુસ્ખા બ્લડ સુગર કંટ્રોલ કરવામાં કરશે મદદ

નવી દિલ્હીઃ સુગરની બીમારી આ દિવસોમાં ખુબ વધી રહી છે. ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ડાયાબિટીસદર્દીઓની સંખ્યામાં ખુબ વધારો થયો છે. વિશ્વભરમાં કરોડો લોકો આ રોગનો શિકાર છે. ડાયાબિટીસમાં, ઇન્સ્યુલિનનો યોગ્ય રીતે ઉપયોગ થતો નથી, જેના કારણે લોહીમાં ગ્લુકોઝની માત્રા વધવા લાગે છે. ડાયાબિટીસને ગંભીરતાથી લેવાની જરૂર છે. કારણ કે તેનાથી હાર્ટ એટેક જેવી ખતરનાક સ્થિતિ થઈ શકે છે. કેટલીક દેશી દવાઓ અને આયુર્વેદિક ઉપાયોથી ડાયાબિટીસને ઘટાડી શકાય છે.

ડાયાબિટીસમાં અસરકારક દેશી દવાઓ
મેથીઃ
ડાયાબિટીસમાં મેથીનું સેવન કરવું ફાયદાકારક માનવામાં આવે છે. સ્વાદમાં કડવી મેથી સુગર, ઓબેસિટી અને કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે ઉપયોગ થાય છે. સુગર કંટ્રોલ કરવા માટે 1 ચમચી મેથીનો પાઉડર સવારે ખાલી પેટ કે સાંજે પાણીની સાથે લો. તેનાથી ડાયાબિટીસના દર્દીઓનું બ્લડ સુગર ઘટવા લાગશે. તમે ઈચ્છો તો સવારે ખાલી પેટ મેથીનું પાણી પણ પી શકો છો. તે માટે 1 ચમચી મેથીના દાણાને પલાળી દો અને સવારે તેને ગાળી પી લો.

તજઃ મસાલામાં ઉપયોગ થનાર તજ પણ ડાયાબિટીસ માટે ફાયદાકારક છે. સુગરમાં ઈંસુલિન રેજિસ્ટેન્સ ઘટાડવા માટે તજનો ઉપયોગ સારો માનવામાં આવે છે. તજકોલેસ્ટ્રોલ અને ફેટને પણ ઘટાડે છે. 1 ચમચી તજમાં અડધી ચમચી મેથી પાઉડર અને 1 ચમચી હળદર મિક્સ કરી ખાલી પેટ પી લો. તેનાથી તમારૂ સુગર ઘટશે. તમે ઈચ્છો તો કોઈ હર્બલ ટીમાં તજ સ્ટિક નાખી પી શકો છો.

કાળા મરીઃ આયુર્વેદમાં કોલ્ડ કફની દવાના રૂપમાં કાળા મરીનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ કાળા મરી સુગરને કંટ્રોલ કરવામાં પણ અસરકારક સાબિત થાય છે. ઘણી આયુર્વેદિક દવાઓમાં કાળા મરીનો ઉપયોગ કરવામાં આવે છે. કાળા મરીમાં પિપેરિન નામનું તત્વ હોય છે. જેનાથી સુગર કંટ્રોલમાં રહે છે. તે માટે 1 ચમચી કાળા મરીનો પાઉડર અને થોડી હળદર મિક્સ કરી રાત્રે સેવન કરવાથી ફાયદો થશે.

Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news