આહાર! વધુ રોટલી ખાવાથી પણ આરોગ્ય પર પડે છે ખરાબ અસર, આ ભૂલો ના કરતા

સામાન્ય રીતે દરેકના ઘરે રોટલી બનાવવામાં આવે છે. રોટલીથી ક્યારેય કોઈનું મન ભરાતું નથી. બજારમાં મળતા ખાદ્ય પદાર્થો ગમે તેટલા સ્વાદિષ્ટ હોય પણ તેને તમે રોજ ખાઈ શકતા નથી. ઘણા લોકોનું રોટલી ખાધા વિના પેટ ભરાતું નથી. પરંતુ કેટલાક લોકો જાણતા અજાણતા રોટલી ખાવામાં એવી ભૂલો કરી બેસે છે, જેની અસર તેમના સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ નાખે છે.

આહાર! વધુ રોટલી ખાવાથી પણ આરોગ્ય પર પડે છે ખરાબ અસર, આ ભૂલો ના કરતા

સામાન્ય રીતે દરેકના ઘરે રોટલી બનાવવામાં આવે છે. રોટલીથી ક્યારેય કોઈનું મન ભરાતું નથી. બજારમાં મળતા ખાદ્ય પદાર્થો ગમે તેટલા સ્વાદિષ્ટ હોય પણ તેને તમે રોજ ખાઈ શકતા નથી. ઘણા લોકોનું રોટલી ખાધા વિના પેટ ભરાતું નથી. પરંતુ કેટલાક લોકો જાણતા અજાણતા રોટલી ખાવામાં એવી ભૂલો કરી બેસે છે, જેની અસર તેમના સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ નાખે છે. આજના સમયમાં લોકો ખુદને Healthy રાખવા માટે એક્સરસાઈઝ, રનિંગ અને યોગા કરે છે. ઘણા લોકો તો પોતાનું વજન ઓછું કરવા મા ડાયેટિંગની પણ મદદ લે છે. તેથી તેઓ ચોખાનુ સેવન બંધ કરી દે છે અને તેના સ્થાન પર રોટલી ખાવા માંડે છે.  મોટાભાગના લોકોનું માનવું છે કે શરીરને કોઈ નુકશાન થતું નથી.

જાણો રોટલી ખાવાની આરોગ્ય પર શું અસર પડે છે.

ત્રણ ટાઈમ રોટલી ખાવાથી વજન વધે છે. જો તમે દિવસમાં ત્રણ વખત એટલે કે સવાર, બપોર અને સાંજે રોટલી ખાવ છો તો તમે 400 ગ્રામ કાર્બોહાઇડ્રેટ કંજ્યુમ કરો છો. સામાન્ય રીતે, વ્યક્તિને એક દિવસમાં માત્ર 250 ગ્રામ કાર્બોહાઇડ્રેટની જરૂર હોય છે. વધુ કાર્બોહાઇડ્રેટનું સેવન કરવાને કારણે તમારુ વજન ઓછું થવાને બદલે વજન વધવાનું શરૂ થાય છે.

વધુ રોટલી ખાવાથી બને છે ઝેર
રોટલીનું સેવન આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. રોટલીમાં કેલ્શિયમ અને પ્રોટીન સારી માત્રા જોવા મળે છે, જે પાચનની પ્રક્રિયાને મજબૂત બનાવે છે. સાથે જ રોટલી ખાવાથી શરીરમાં લોહી  પણ સાફ થાય છે, પરંતુ વધારે પ્રમાણમાં રોટલી ખાવાથી શરીરમાં ઝેર બનવા માંડે છે.

વધુ રોટલી ખાવાથી પાચન ક્રિયા થાય છે ખરાબ
ખાવાથી શરીરમાં ઓક્સલેટ બનવા માંડે છે. જેને કારણે, તમે ઘણા પ્રકારની ગંભીર બીમારીઓના શિકાર બની શકો છો. વળી, વધારે પ્રમાણમાં રોટલી ખાવાથી તમારી પાચક ક્રિયા પર પણ ખરાબ અસર પડે છે, જેના કારણે ગેસ, કબજિયાત અને બળતરાની સમસયા થાય છે.

વધુ રોટલી ખાધા પછી કસરત કરવી જરૂરી
દરરોજ કસરત  રનારાઓ લોકોને વધુ રોટલી ખાવાથી કોઈ નુકશાન થતું નથી. રોટલીમાં જોવા મળતા કાર્બોહાઈડ્રેટ કાર્બોહાઇડ્રેટ(Carbohydrate) તમને એનર્જી આપવાનુ કામ કરશે. જેને કારણે, તમે લાંબા સમય સુધી વર્કઆઉટ્સ (Workout) કરી શકો છો. તમારી ડાયેટમાં રોટલી સાથે ભાતનો પણ સમાવેશ કરો. બેલેંસ્ડ ડાયેટ માટે દહી અને સલાડ પણ ખાવ.. જેથી ફીટ એન્ડ ફાઈન રહી શકો..

જુઓ લાઈવ ટીવી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news