Face Reading: જુઠ્ઠુ બોલવાથી બદલાઈ જાય છે નાકનો રંગ,જાણો આવી જ રોચક વાતો

અમુક આદતો દરેક લોકોમાં મોટા ભાગે સરખી હોય છે. અમુક એવી વસ્તુઓ છે. જે દુનિયામાં કોઈના પણ માટે અશક્ય છે. ચેહરાના કેટલાક એવા હાવ-ભાવ છે જે એકપળમાં કોઈની પણ જીંદગીના પુસ્તક ખોલી દે છે.

Face Reading: જુઠ્ઠુ બોલવાથી બદલાઈ જાય છે નાકનો રંગ,જાણો આવી જ રોચક વાતો

ઝી બ્યૂરો, અમદાવાદઃ એ તો બધા જાણે છે કે દરેકની જીંદગી બીજા કરતા અલગ હોય છે. દરેકની રહેણી કરણી અલગ-અલગ હોય છે. દરેક વ્યક્તિની અલગ-અલગ આદતો હોય છે અને તે વ્યક્તિ તેની આવી જ આદતો પ્રમાણે પોચાની જીંદગીને તે પ્રમાણે ઢાળી દે છે પરંતુ દુનિયાભરના લોકોમાં ખૂબ કોમન આદતો પણ હોય છે. જેનાથી કોઈ પણ વ્યક્તિના હાલ-ચાલને જાણી શકાય છે.

આનું જ નામ છે જીંદગી
અમુક લોકો કોઈનો પણ ચહેરો વાંચી શકે છે.(Face Reading)આમાંથી અમુકતો ખરેખર આ કળામાં પારંગત હોય છે. અમુક લોકો સામેવાળાના હાવ-ભાવ જોઈને તેનું ભૂતકાળ,વર્તમાન અને ભવિષ્ય બતાવી દે છે. આ પ્રકારના લાઈફ ફેક્ટ્સ (Life Facts) જાણીને તમે ચોકી જશો.

જુઠ્ઠુ બોલવાથી બદલાશે નાકનો રંગ
જ્યારે તમારે એ જાણવું હોય કે સામેવાળો વ્યક્તિ જુઠ્ઠુ બોલે છે કે સાચુ તો ત્યારે તે વ્યક્તિના નાક પર (Nose) નજર રાખવી.જો નાકનો રંગ (Nose Color) લાલ થવા લાગે તો સમજી જવું કે સામેવાળો વ્યક્તિ જુઠ્ઠુ બોલી રહ્યો છે આનું કારણ એ છે કે જુઠ્ઠુ બોલવાથી બ્લડ સરક્યૂલેશન (Blood Circulation) વધી જાય છે અને નાક ગરમ થવા લાગે છે.

Lockdown માં પોલીસનું Leap Lock, દંડને બદલે Kiss કરીને છોડી મુકવાની મળી આ સજા

ઉંઘમાં 40 વખત કરવટ લે છે વ્યક્તિ
કોઈની રાત્રિ શાંતિથી કપાઈ જાય છે તો કોઈને આખી રાત્રિ દરમિયાન કરવટ જ બદલવી પડતી હોય છે. તમે નહીં જાણતા હોવ કે કોઈ પણ વ્યક્તિ રાત્રિ દરમિયાન 40 વખત કરવટ બદલે છે. કોઈ વ્યક્તિ એમ કહેતો હોય કે એક પડખે આખી રાત નીકળી ગઈ તો એવા ખોટી છે. અમે એ જાણીએ છે કે આ સાંભળીને તમે તમારે સ્લીપિંગ હેબીટ (Sleeping Habits) પર નજર જરૂર રાખશો.

PHOTOS: પાર્ટી જ નહીં બેડરૂમમાં પણ મોનાલિસા લાગે છે લાજવાબ, તમને પસંદ છે Monalisa નો કયો લુક?

અશક્ય છે આંખો ખુલ્લી રાખીને છીંકવું
આંખ ખોલીને છીંકવાનું ચેલેન્જ તો તમે કોઈ વખત લીધું હશે.આવું કરવું અશક્ય છે. એટલા માટે હવે આવા ચેલેન્જને લઈને તમારો સમય વ્યય ના કરતા. સંવેદન અંગોની ગણતરીમાં આંખો સૌથી વધુ સંવેદનશીલ અંગ ગણાવામાં આવે છે. ક્યાંયથી પણ જોરથી આવાજ આવે તો પણ આંખ બંધ થઈ જાય છે એવું જ છીંકતી વખતે પણ થાય છે.

આંખો નીચે થતા કાળા ડાગ દિલનો હાલ જણાવી દે છે
આંખો નીચે થતા કાળા કુંડાળા  (Under Eye Dark Circles) તમારી જીંદગીમાં થઈ રહેલી ઉથલ પાથલને જણાવે છે. ટેન્શનમાં હોવાથી ઉંગ આવતી નથી જેનાથી આંખો પર દબાણ પડે છે. તેવામાં લોકો તમારો ચહેરો જોઈને તરત જ તમારી તબિયેત કે સ્ટ્રેસ (Stress) અંગે પુછી લે છે.

દિવસમાં 10 વખત હસવું છે જરૂરી
અમુક લોકો બધી નાની-મોટી વાતોમાં હસવા લાગે છે.તો અમુક લોકોને હસવા માટે ખૂબ મહેનત કરવી પડે છે.તમને જાણીને નવાઈ થશે કે ઓછુ હસવાવાળા લોકો પણ દિવસમાં 10 વખત હસી લે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news