Coronavirus: પુણેમાં લાગ્યું Night Curfew, શાળા-કોલેજ 28 ફેબ્રુઆરી સુધી બંધ
મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસને જોતા પુણેમાં રાત્રી કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે. સરકારનું કહેવું છે કે કોરોનાના કેસમાં કમી નહીં આવે તો રાજ્યમાં કર્ફ્યૂ લાગી શકે છે.
Trending Photos
મુંબઈઃ કોરોના વેક્શિનેશનની ગતિ વધવાને કારણે જ્યાં દેશમાં કોરોના (Coronavirus) વાયરસના કેસ પર કાબુ જોવા મળી રહ્યો છે. તો મહારાષ્ટ્રમાં (Maharashtra) કોરોનાના વધતા કેસે સરકારની ચિંતા વધારી દીધી છે. કોરોનાના વધતા કેસ જોતા પુણે (Pune) ના જિલ્લા વહીવટી તંત્રએ નાઇટ કર્ફ્યૂ (Curfew) ની જાહેરાત કરી છે.
પુણેમાં રાત્રી બંધની જાહેરાત
પુણે (Pune) જિલ્લા તંત્ર અનુસાર જિલ્લામાં રાત્રે 11 કલાકથી સવારે 6 કલાક દરમિયાન બિન-જરૂરી ગતિવિધિઓને મંજૂરી અપાશે નહીં. આ સિવાય શાળા, કોલેજ અને ખાનગી કોચિંગ સંસ્થાઓને 28 ફેબ્રુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેસ્ટોરન્ટ પણ રાત્રે 11 કલાકે બંધ થઈ જશે. પુણેના ડિવિઝનલ કમિશનર સૌરભ રાવે કહ્યુ કે, જિલ્લામાં કોરોનાના (Coronavirus) વધતા કેસને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રમાં લાગૂ થઈ શકે છે કર્ફ્યૂ
રાજ્યના રાહત તથા પુનર્વાસ મંત્રી વિજય વાડેટ્ટીવારે રવિવારે કહ્યુ કે, નાગપુર, અમરાવતી, યવતલામ જેવા જિલ્લામાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા વધીને 20 લાખ 93 હજારને પાર પહોંચી ગઈ છે. તો સક્રિય કેસની સંખ્યા 48,439 થઈ ગઈ છે. તેવી સ્થિતિને જોતા રાજ્યમાં 12 કલાકના કર્ફ્યૂનો નિર્ણય લેવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે, આ નિર્ણય મુખ્યમંત્રી ઠાકરે કરશે.
લગ્નમાં લોકોની સંખ્યા પર લાગશે પ્રતિબંધ
તેમણે કહ્યું કે, કર્ફ્યૂ લાગૂ થવાની સાથે લગ્નમાં 50થી વધુ લોકો ભેગા થવા પર 1 લાખ રૂપિયાના દંડનો આદેશ જારી કરવામાં આવી શકે છે. મહત્વનું છે કે દેશમાં મહારાષ્ટ્ર અને કેરલ સહિત 5 રાજ્યોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. માત્ર મહારાષ્ટ્ર અને કેરલમાં દેશના કુલ 74 ટકા કેસ છે. મહારાષ્ટ્રમાં શનિવારે નવા 6281 કેસ સામે આવ્યા તો 40 લોકોના મૃત્યુ થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે