Health Tips: લોકોને પૈસા આપવા છતાંય આ માહિતી નથી મળતી, તમે ફ્રીમાં જાણો સારા સ્વાસ્થ્યનું રહસ્ય

જો આ દુનિયામાં આપણો કોઈ સાચો જીવનસાથી હોય, તો તે આપણું પોતાનું શરીર છે. એટલે જ કહેવાય છે કે 'સ્વસ્થ શરીર સૌથી મોટી સંપત્તિ છે'. આપણી જાતને સ્વસ્થ અને ફિટ રાખવા માટે, આપણે જીમમાં જઈએ છીએ, મોંઘા ખોરાક ખાઈએ છીએ, ડાયેટિશિયનની સલાહ લઈએ છીએ. પરંતુ કેટલીક નાની ટિપ્સ ભૂલી જવાય છે. જો આપણે દરરોજ આ ટીપ્સનું પાલન કરીએ, તો આપણું શરીર ઘણી હદ સુધી સ્વસ્થ રહેશે.

Health Tips: લોકોને પૈસા આપવા છતાંય આ માહિતી નથી મળતી, તમે ફ્રીમાં જાણો સારા સ્વાસ્થ્યનું રહસ્ય

ઝી બ્યૂરો, અમદાવાદઃ જો આ દુનિયામાં આપણો કોઈ સાચો જીવનસાથી હોય, તો તે આપણું પોતાનું શરીર છે. એટલે જ કહેવાય છે કે 'સ્વસ્થ શરીર સૌથી મોટી સંપત્તિ છે'. આપણી જાતને સ્વસ્થ અને ફિટ રાખવા માટે, આપણે જીમમાં જઈએ છીએ, મોંઘા ખોરાક ખાઈએ છીએ, ડાયેટિશિયનની સલાહ લઈએ છીએ. પરંતુ કેટલીક નાની ટિપ્સ ભૂલી જવાય છે. જો આપણે દરરોજ આ ટીપ્સનું પાલન કરીએ, તો આપણું શરીર ઘણી હદ સુધી સ્વસ્થ રહેશે.

આજકાલની ફાસ્ટ લાઈફમાં મોટાભાગના લોકો સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું ભુલી જતાં હોય છે. એવામાં સ્વાસ્થ્યનો ખ્યાલ ત્યારે આવે છે જ્યારે આપણને કોઈ રોગ ઘેરી લેતો હોય છે. તો શા માટે રોગોને શરીરમાં પ્રવેશવાનો મોકો આપવો? સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ સરળ છે પણ હાં તેના માટે થોડી ઘણી કાળજી અવશ્ય લેવી પડે છે. પરંતુ એ કાળજી તમને આજીવન તંદુરસ્તી બક્ષે છે. જેથી આજે અમે તમે સ્વસ્થ રહી શકે તે માટે એક ચમત્કારી સ્વાસ્થ્ય ફોર્મ્યૂલા બતાવીશું.

સારા સ્વાસ્થ્ય માટે 10 આવશ્યક ટિપ્સ:

1-ખોરાક બેસીને અને હાથથી ખાવો જોઈએ. ખોરાકને સારી રીતે ચાવો.
2-ખોરાક લેતી વખતે, ફોન, ટીવી, લેપટોપ વગેરે જેવા તમામ ગેજેટ્સથી દૂર રહો.
3-તમારા દૈનિક આહારમાં મુઠ્ઠીભર બદામ ખાઓ. સવારે અખરોટ અથવા બદામ અને બપોરે મગફળી અથવા કાજુનું સેવન કરવું સારું છે.
4-મોસમી લીલા શાકભાજી ખાઓ.
5-આહારમાં રાગી, જુવાર જેવા અનાજનો સમાવેશ કરો.
6-ઘરમાં સંગ્રહિત દહીં ખાઓ.
7-બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરમાં એક ચમચી ઘી લો.
8-દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ કસરત કરો અને બાકીના દિવસ માટે શારીરિક પ્રવૃત્તિ કરો.
9-દૈનિક સૂવાનો અને જાગવાનો સમય ફિક્સ કરો.
10-ટીવી, લેપટોપ, મોબાઇલ વગેરેનો ઉપયોગ ઘટાડો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news