Diabetic Diet Plan: ડાયાબિટીસમાં દવા કરતા અસરકારક છે આ 5:2 ડાયેટ પ્લાન? રિસર્ચમાં સામે આવી આ વાત

Diabetic Diet Plan: જો તમે દવા વગર ડાયાબિટીસ કંટ્રોલ  કરવા માંગતા હોવ તો આ ડાયેટ પ્લાન એકવાર ફરીથી જરૂર જાણો. 

Diabetic Diet Plan: ડાયાબિટીસમાં દવા કરતા અસરકારક છે આ 5:2 ડાયેટ પ્લાન? રિસર્ચમાં સામે આવી આ વાત

ડાયાબિટીસના દર્દીઓ માટે શુગર કંટ્રોલ થવી એ ખુબ જરૂરી હોય છે. તેમની લાઈફની ક્વોલિટીનો પ્રશ્ન તેના પર જ ટકેલો હોય છે. આથી શુગરને ઓછી કે વધુ થતી રોકવા માટે તેમણે સમયસર દવાઓ લેતા રહેવું પડે છે. 

પરંતુ હાલમાં જ એક સ્ટડી મુજબ ટાઈપ 2 ડાયાબિટીસ સામે ઝઝૂમી રહેલા લોકો માટે ડો. માઈકલ મોસલે દ્વારા તૈયાર કરાયેલો 5:2 ડાયેટ પ્લાન દવા કરતા પણ વધુ ફાયદાકારક ગણાવ્યો છે. આવામાં જો તમે દવા વગર ડાયાબિટીસ કંટ્રોલ  કરવા માંગતા હોવ તો આ ડાયેટ પ્લાન એકવાર ફરીથી જરૂર જાણો. 

શું છે આ 5:2 ડાયેટ પ્લાન
5:2 ડાયેટ પ્લાન ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ સમાન છે. તેમાં પાંચ દિવસ સુધી સતત કોઈ પણ ચરી પાળ્યા વગર ખાવાનું અને બે દિવસ સતત ખાવાનામાં  500-600 કેલરીમાં કાપ કરવાનું સામેલ છે. આહાર પાછળનો સિદ્ધાંત એ છે કે મર્યાદિત કેલેરી સાથે એક દિવસ બાદ શરીર ફેટ બર્ન માટે ભોજનથી તૈયાર ઉર્જાને ઉપયોગ કરવા લાગે છે. 

ડાયાબિટીસ માટે ફાયદાકારક
જેએએમએ નેટવર્ક ઓપન જર્નલ માં પ્રકાશિત રિપોર્ટ મુજબ આ પ્રકારની ડાયેટ યોજનાનું પાલન કરવાથી ગ્લાઈસેમિક કંટ્રોલ થવાની સાથે જ મોટાપો ઘટાડવામાં પણ મદદ મળી શકે છે. 

દવાથી સારું પરિણામ?
405 એડલ્ટ્સ પર થયેલા સ્ટડીમાં એ સામે આવ્યું છે કે 5:2 ડાયેટ પ્લાન ફોલો કરવાથી મેટફોર્મિન અને એમ્પાગ્લિફ્લોઝિનની સરખામણીમાં વધુ સારું ગ્લાઈસેમિક કંટ્રોલ (બ્લડ ગ્લૂકોઝ લેવલ) થાય છે. જો તેને ટાઈપ 2 ડાયાબિટીસના દર્દીઓ માટે દવાનો એક સારો વિકલ્પ બનાવે છે. 

ત્રણ મહિનામાં જોવા મળી અસર
રિસર્ચર્સે રિપોર્ટમાં જણાવ્યું કે 5:2 ડાયેટ ફોલો કરનારા ડાયાબિટીસના દર્દીઓને ત્રણ મહિનામાં સરેરાશ HbA1C બ્લડ શુગરમાં ઘણો ઘટાડો જોવા મળ્યો. આ ઉપરાંત તેમની કમર અને થાપાની ચરબીમાં પણ ઘટાડો જોવા મળ્યો. 

Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના  હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ, રિસર્સ-સ્ટડી અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news