Constipation ની સમસ્યાથી પરેશાન છો, તો દવા નહિ આ ઘરેલૂ ઉપાયથી મળશે આરામ

આપણી બદલાતી લાઈફ સ્ટાઈલ, ખાણીપીણી સાથે જોડાયેલી ખોટી આદતો, દિવસભર એક જ જગ્યા પર બેસી રહેવું, એક્સરસાઇઝ ન કરવી, આ તમામ વસ્તુઓ આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પાડે છે અને સૌથી વધારે અસર આપણા પેટ અને પાચનક્રિયા પર જોવા મળે છે

Updated By: Feb 9, 2021, 01:49 PM IST
Constipation ની સમસ્યાથી પરેશાન છો, તો દવા નહિ આ ઘરેલૂ ઉપાયથી મળશે આરામ

નવી દિલ્હી: આપણી બદલાતી લાઈફ સ્ટાઈલ, ખાણીપીણી સાથે જોડાયેલી ખોટી આદતો, દિવસભર એક જ જગ્યા પર બેસી રહેવું, એક્સરસાઇઝ ન કરવી, આ તમામ વસ્તુઓ આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પાડે છે અને સૌથી વધારે અસર આપણા પેટ અને પાચનક્રિયા પર જોવા મળે છે. સવાર સવારમાં જો પેટ સાફ ન થયા તો દિવસભર પેટમાં દુ:ખાવો (Stomach Pain), પેટ ફૂલાવવું (Bloating) અને ગેસ (Gas) જેવી તકલીફો થાય છે. પરંતુ જો પેટ સાફ ન થવાની તકલીફ દરરોજ થતી હોય તો તેને કબજિયાત (Constipation) કહેવાય છે. કબજિયાતની આ તકલીફ પ્રેગનેન્સી (Pregnanacy) દરમિયાન અથવા કેટલીક દવાઓનું સેવન કરવાથી વધારે અનુભવ થયા છે.

આ કારણથી થયા છે કબજિયાતની સમસ્યા
દુનિયાભરની લગભગ 16થી 20 ટકા આબાદીમાં હાલમાં કબજિયાતની સમસ્યા જોવા મળી રહી છે. માત્ર અમેરિકાની લગભગ 20 ટકા આબાદી કબજિયાતની સમસ્યાનો સામનો કરી રહી છે. સૌથી પહેલા જાણો કયા કારણથી થયા છે કબજિયાત-

  • દરરોજના ડાયટમાં ફાયબરનું (Fiber Deficiency) યોગ્ય પ્રમાણ ન હોવું, દૂધ-ચીઝ, મીટ વગેરેનું વધારે સેવન કરવું.
  • ડિહાઈડ્રેશન (Dehydration) એટલે કે શરીરમાં પાણીની ઘટ, યોગ્ય પ્રમાણમાં દરરોજ પાણી ના પીવું
  • એક્સરસાઈઝ ન કરવી, દિવસભર એક જ જગ્યા પર બેસી રહેવું
  • હાઈ કેલ્શિયમ એન્ટેસિડ (Antacid) અથવા દુ:ખાવાની અન્ય દવાઓનું સેવન કરવું
  • યાત્રા કરવી અથવા અન્ય કોઈ કારણથી ડેલી રૂટીનમાં ફેરફાર થવો

આ પણ વાંચો:- આ ફળના બીજ હોય છે સોના કરતા પણ કિંમતી, જાણો ફાયદા

કબજિયાતના કારણે થાય છે આ બીમારી

  • પાઈલ્સ (Piles)
  • મોટા આંતરડામાં સોજા
  • ગેસ્ટ્રિક સાથે જોડાયેલી બીમારી
  • પેટ અલ્સર (Ulcer)
  • ઇરિટેબલ બાઉલ સિડ્રોમ (IBS)

આ પણ વાંચો:- હિંગનું સેવન કરવાથી અનેક રોગમાંથી મળશે છુટકારો, હિંગના ફાયદા જાણશો તો ફાયદામાં રહેશો

કબજિયાત માટે આ ઘરેલૂ ઉપાય અજમાવો

પાણી પીવો
ડિહાઇડ્રેશનના કારણે કબજિયાત થયા છે તેથી યોગ્ય પ્રમાણમાં પાણી પીવો. તમે ઇચ્છો તો સાદા પાણીની જગ્યાએ લીંબુ પાણી, નારિયેળ પાણી જેવા તરલ પદાર્થોને પણ ડાયટમાં સામેલ કરી શકો છે. દરરોજ 2-3 લીટર પાણી પીવો.

ફાયબર યુક્ત વસ્તુ ખાવી
ફાયબરનું વધારે સવેન કરવાથી પાચન તંત્ર ઝડપથી કાર્ય કરે છે, જેના કારણે સ્ટૂલ પાસ કરવું સરળ બને છે. તેથી તમારા ડાયટમાં અનાજ, ફળો અને શાકભાજી, ઓટ્સ, જવ, નટ્સ વગેરેનો સમાવેશ કરો. તમે ઇચ્છો તો કબજિયાતમાં ઈસબગુલનું પણ સેવન કરી શકો છો.

કિસમિસ ખાઓ
મુનક્કા જે કિસમિસનું એક મોટું સ્વરૂપ છે. તેનું સેવન કરવાથી પણ કબજિયાતમાં રાહત મળે છે. 8થી 10 મુનક્કાને રાત્રે પાણીમાં પલાડી દો અને સવારે તેના બીજ કાઢી મુનક્કાને દૂધમાં મિક્સ કરી ઉકાળો અને ખાઓ.

આ પણ વાંચો:- આ પહાડી પથ્થરથી થાય છે અનેક ચમત્કારિક ફાયદા, જાણીને રહી જશો દંગ

જીરું અને અજમો
આ બંને મસાલા કબજિયાતની સમસ્યા દુર કરવામાં મદદ કરી શકે છે. જીરું અને અજમાને ધીમા તાપે શેકો અને ત્યારબાદ ક્રશ કરો. તેમાં કાળુ મીઠું મિક્સ કરો. ત્રણ વસ્તુ સમાન પ્રમાણમાં હોવી જોઇએ. દરરોજ અડધો ચમચો આ ચૂરણનું હુંફાળા પાણી પાણી સાથે સેવન કરો. કબજિયાત માટે આ ખુબજ અસરકારક ઉપાય છે.

કોફી પીવો
કોફીમાં (Coffee) હાજર કેફીન (Caffiene) આંતરડાને ઉત્તેજિત કરે છે, જે આંતરડાની ગતિમાં મદદ કરે છે. ઉપરાંત, કોફીમાં કેટલાક પ્રમાણમાં દ્રાવ્ય ફાઇબર પણ હોય છે જે કબજિયાતને રોકવામાં મદદ કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube