આ પહાડી પથ્થરમાં હોય છે હાથીઓ કરતા પણ વધારે તાકાત, તેના સેવનથી થાય છે ચમત્કાર
શિલાજીત માત્ર પૌરુષત્વ જ વધારતું નથી પરંતુ તેના અનેકવિધ ફાયદા છે. પહાડી ગુફાઓમાં મળતા શિલાજીતને એક જડીબુટ્ટી સમાન જ માનવામાં આવે છે. તેનાથી અનેક બીમારીઓમાં ફાયદો થાય છે. અનેક ગંભીર રોગોમાં પણ આ પથ્થર અક્સીર ઔષધ બનીને કામ લાગે છે.
- શિલાજીતના સેવનથી થાય છે આશ્ચર્યજનક ફાયદા
- પુખ્ત વયનો વ્યક્તિ એક વખતમાં 150થી 250 mgનું સેવન કરી શકે છે
- શિલાજીતનું સેવન હંમેશા સાફ અને ઉકાળેલ પાણીમાં જ કરવું જોઈએ
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ શિલાજીત એક પ્રાચીન જડીબુટ્ટી છે જેમાં 85 ખનિજ તત્વો હોય છે જે શરીરને સ્ફૂર્તિલું અને જોશ ભર્યું બનાવે છે. શિલાજીતમાં ફુલવિક એસિડ હોય છે જે શરીરના ખનિજ અને તત્વોને ઓબ્જર્બ કરવાની શક્તિ હોય છે. આ એશિયામાં હજારો વર્ષોથી લેવામાં આવે છે કારણ કે તેના ઘણા સ્વાસ્થ્યને લગતા લાભો છે.
શિલાજીત હિમાલય વિસ્તારમાં મળી આવતો એક ખાસ ખનીજ પદાર્થ છે. માનવામાં આવે છે કે તે ઔષધિય ગુણોથી ભરપૂર હોય છે. શારીરિક સમસ્યાઓથી બચાવ અને તેની અસરને ઓછી કરવામાં મદદ કરી શકે છે. એવું માનવામાં આવે છે કે શિલાજીતના સેવનથી પૌરુષત્વમાં સુધારો થઈ શકે છે. આ લેખમાં અમે તમને શિલાજીતના ફાયદા, શિલાજીતનો ઉપયોગ અને શિલાજીત ખાવાની રીત બતાવી રહ્યા છીએ. સાથે જ શિલાજીતનું નુકસાન પણ જણાવીશું. જેથી શિલાજીતના ફાયદા અને નુકસાન વિશે સમજતાં શિલાજીતના લાભ યોગ્ય રીતે હાંસલ કરી શકાય. તેની સાથે જ તમારે ધ્યાન રાખવું પડશે કે કોઈપણ બીમારીની સારવાર ડોક્ટરની સલાહ પર જ શક્ય છે. શિલાજીત માત્ર સ્વસ્થ રાખી શકે છે કે પછી સમસ્યામાં થોડી રાહત આપી શકે છે.
શિલાજીત શું છે?
શિલાજીત એક પ્રાકૃતિક ખનીજ પદાર્થ છે. તેનું નિર્માણ પ્રાકૃતિક રીતે જ થાય છે. પરંતુ તેને બનવામાં હજારો વર્ષ લાગે છે. સંશોધનકર્તાઓનું માનવું છે કે યૂફોરેબિયા, રાયલિયાના અને ટ્રાઈફોલિયા રેપેન્સ જેવા છોડની પ્રજાતિઓના ડિકમ્પોઝીશન પછી તે તૈયાર થાય છે. તેના આધારે શિલાજીતને પ્રકૃતિની એક અનમોલ ઉત્પાદન પણ માનવામાં આવે છે. તે ચીકળો હોય છે અને શુદ્ધ રૂપમાં ગૌમૂત્રની મહેક આવે છે.
શિલાજીતના 15 ફાયદા:
1. વધેલા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે
2. શિલાજીત આપણા હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે. એમાં કેલ્શિયમ, મૅગ્નેશીયમ, નિક્લ અને સ્ટ્રોન્ટીયમ જોવા મળે છે, જે હાડકાની નબળાઈ દૂર કરી આર્થરાઇટિસ જેવી બીમારીઓમાં રાહત આપે છે.
3. ડાયાબિટીસમાં રાહત આપે
4. કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં ઉપયોગી
5. અલ્ઝાઈમરમાં ફાયદાકારક
6. હ્રદયને સ્વસ્થ રાખે
7. એનીમીયામાં ઉપયોગી
8. થાકને દૂર કરે
9. પૌરુષત્વ વધારે, વાંઝિયાપણામાં લાભકારી
10. મૂત્ર સંબંધી સમસ્યાઓમાં ઉપયોગી
11. યાદશક્તિમાં વધારો કરે
12. ડિમેન્શિયામાં ફયાદાકારક
13. શિલાજીતમાં જોવા મળતું મેગ્નેશિયમ લોહીમાં ગ્લુકોઝના લેવલને કંટ્રોલ કરે છે
14. શિલાજીત એક પાવરફૂલ એન્ટીઓક્સીડટ છે, જે ત્વચાના ફ્રી રેડિકલ ડેમેજને ઓછું કરી કરચલીઓને દૂર કરે છે. એથી શિલાજીતના ઉપયોગથી ત્વચાની રંગત ધીરે ધીરે નીખવા લાગે છે. સાથે ચહેરો લાંબા સમય સુધી જવાન બની રહે છે.
15.મહિલાઓમાં પીરિયડ્સ જેવી સમસ્યા જેમ કે ઓછું કે બધારે બિલ્ડીંગ થવું, પેટમાં દુ:ખાવો થવો, અનિયમિત માસિકધર્મ જેવી સમસ્યા શિલાજીતના ઉપયોગથી ખત્મ થઇ જાય છે
હવે તમને એમ થતું હશે કે શિલાજીતના આટલા બધા ફાયદા છે તો પછી તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ. તો અમે તમને જણાવીશું કે શિલાજીત કેવી રીતે ઉપયોગમાં લેવું જોઈએ. તો જ તમને યોગ્ય ફાયદો થશે.
કેવી રીતે લેવું શિલાજીત:
નવશેકા પાણીની સાથે શિલાજીત લઈ શકાય છે.
ઈલાયચીના દાણા અને મધ સાથે શિલાજીત પાઉડરનું સેવન કરી શકાય છે.
શિલાજીતનો ઉપયોગ ઘી કે માખણ સાથે પણ કરી શકાય છે.
દૂધ સાથે પણ શિલાજીતનો ઉપયોગ ફાયદાકારક છે.
નાળિયેર પાણી સાથે પણ શિલાજીત લેવું હિતાવહ છે.
સવારે નાસ્તાના અડધા કલાક પહેલાં પણ લઈ શકાય છે.
ભોજનના એક કલાક પહેલાં પણ શિલાજીત લઈ શકાય છે.
શિલાજીતને ફ્રીઝમાં રાખવું નહીં. કેમ કે પછી તેનો ઉપયોગ કરવો મુશ્કેલ થઈ જાય છે.
ક્યારે ખવાય:
શિલાજીતનું સેવન રાત્રે સૂતાં પહેલાં અને સવારે વ્યાયામ કરતાં પહેલાં કરી શકાય છે.
કેટલાં પ્રમાણમાં લઈ શકાય:
સારા સ્વાસ્થ્ય માટે પ્રતિદિવસ શિલાજીતનો 300થી 500 મિલીગ્રામ માત્રાનો ઉપયોગ કરી શકે છે. શિલાજીતની આ માત્ર પ્રત્યેક વ્યક્તિની શારીરિક ક્ષમતા અનુસાર ઓછી કે વધારે હોઈ શકે છે. આ અંગે તમે ડોક્ટરની સલાહ પણ લઈ શકો છો. જો કોઈ વ્યક્તિ શિલાજીત કેપ્સુલ્સનો ઉપયોગ કરવા માગે છે તો આ અંગે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
કેવી શિલાજીત ખરીદશો:
મિત્રો બજારમાં શિલાજીત ત્રણ અલગ અલગ રૂપમાં મળે છે.
1. લિક્વિડ
2. સોલિડ
3. કેપ્સુલ્સ
તમારે કેપ્સુલસનો ઉપયોગ કરવો જોઈએ નહિ, કારણ કે તેમાં શિલાજીત સૂકા પાઉડરના રૂપમાં હોય છે. તેની સાથે તેમાં ભેળસેળ હોવાની સંભાવના ખૂબ વધારે હોય છે. પ્રયત્ન કરો કે લિક્વિડમાં મળતા શિલાજીતનો જ ઉપયોગ કરો.
શિલાજીતનું સેવન કોણે ન કરવું જોઈએ?
1.પ્રેગ્નન્ટ મહિલાઓએ શિલાજીતનું સેવન કરવું જોઈએ નહિ.
૨.12 વર્ષથી નાના બાળકોને શિલાજીત આપવું જોઈએ નહિ.
૩. જે લોકોના શરીરમાં આયર્નની માત્રા વધારે છે તેમણે પણ શિલાજીત લેવું જોઈએ નહિ.
4. ગંભીર હ્રદય રોગના દર્દી અને હાઈ બ્લડ પ્રેશરના રોગીઓને સેવન ન કરવું.
5. જો તમને આ સમયે કોઈ ઇન્ફેક્શન કે તાવ છે, તો સારું ન થાય ત્યાં સુધી શિલાજીતનું સેવન કરો નહિ.
6. જો ડોક્ટર્સે તમને કોઈ પ્રકારના હોર્માન્સ વધારવા કે ઘટાડવા માટે કોઈ દવા આપી છે. તો દવા લેવાના ત્રણ કલાક સુધી શિલાજીતનું સેવન કરવું જોઈએ નહિ.
શિલાજીતની પ્રકૃતિ ગરમ હોય છે એટલે તેનો ઉપયોગ મોટાભાગે ઠંડીમાં કરવો જોઈએ. ગરમીના દિવસમાં એક દિવસ છોડીને કે અઠવાડિયામાં ત્રણ વાર જ તેનો ઉપયોગ કરવાનો છે. શિલાજીત એક શક્તિશાળી ઔષધિ છે એટલે તેનો સતત 3 મહિનાથી વધારે ઉપયોગ કરો નહિ. ત્રણ મહિના પછી એક મહિનાનો ગેપ લઈને તેનું પછી સેવન કરી શકો છો.
શિલાજીતનું નુકસાન:
જેમ કોઈ વસ્તુના ફાયદા હોય તો તેનો અતિરેક નુકસાન પણ કરી શકે છે. તેવી જ રીતે શિલાજીતથી નુકસાન પણ થાય છે. બ્લડ પ્રેશરના દર્દીઓને શિલાજીત લેવું મોંઘુ પડી શકે છે. એટલે આ દર્દીઓએ ડોક્ટરની સલાહ પછી જ શિલાજીત લેવું જોઈએ. આ સિવાય ડાયાબિટીસની દવા સાથે તેના ઉપયોગ પહેલાં ડોક્ટરનો સંપર્ક ચોક્કસ સાધવો જોઈએ. શિલાજીતનું સેવન જો અશુદ્ધ રીતે કરવામાં આવે તો તેનાથી નશો પણ થઈ શકે છે. કારણ કે તેમાં માઈકોટોક્સિન અને ફ્રી રેડિકલ્સ વગેરે હોય છે. શિલાજીતની તાસીર ગરમ છે. એટલે તેના વધારે સેવનથી માથામાં દુખાવાની સમસ્યા થઈ શકે છે. અત્યાર સુધી અનેક લોકો શિલાજીતનો ઉપયોગ માત્ર પૌરુષત્વ વધારવા માટે કરતા હતા. પરંતુ શિલાજીતના અનેક ફાયદા જાણ્યા પછી શિલાજીતને હવે અનેક સ્વાસ્થ્ય ફાયદા માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે. જોકે આ વાત પર જરૂર ધ્યાન આપજો કે અહીં બતાવવામાં આવેલ બીમારીઓનો સટીક ઈલાજ શિલાજીત નથી. પરંતુ તેનાથી બચાવ કે પછી બીમાર થવાની અવસ્થામાં સુધારો કરવામાં ચોક્કસ સહાયક ભૂમિકા ભજવી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે