આડેધડ ચાનું સેવન કરતા હોવ તો સાવધાન...જાણો રોજ કેટલા કપથી વધુ ચા ન પીવી જોઈએ

Side Effects Of Tea: મોટાભાગના લોકો સવારની શરૂઆત ચાથી કરે છે. રોજ સવારે ઉઠીને એક કપ ચા સાથે પેપર વાંચવું એ ઘણા લોકોનું રૂટિન હોય છે. એવા અનેક લોકો તમને જોવા મળશે જે દિવસમાં એક-બે કરતા વધુ કપ ચાનું સેવન કરતા હોય છે. દિવસ હોય કે  રાત ગમે તે સમયે તમે ચા ધરો તો ના પાડે જ નહીં. આવા લોકો તો દિવસમાં 5-6 કપથી વધુ ચા ગટકી જાય છે. પણ શું તમે જાણો છો કે દિવસમાં આટલી વધુ ચા પીવી કેટલું નુકસાનકારક બની શકે છે.

આડેધડ ચાનું સેવન કરતા હોવ તો સાવધાન...જાણો રોજ કેટલા કપથી વધુ ચા ન પીવી જોઈએ

Side Effects Of Tea: મોટાભાગના લોકો સવારની શરૂઆત ચાથી કરે છે. રોજ સવારે ઉઠીને એક કપ ચા સાથે પેપર વાંચવું એ ઘણા લોકોનું રૂટિન હોય છે. એવા અનેક લોકો તમને જોવા મળશે જે દિવસમાં એક-બે કરતા વધુ કપ ચાનું સેવન કરતા હોય છે. દિવસ હોય કે  રાત ગમે તે સમયે તમે ચા ધરો તો ના પાડે જ નહીં. આવા લોકો તો દિવસમાં 5-6 કપથી વધુ ચા ગટકી જાય છે. પણ શું તમે જાણો છો કે દિવસમાં આટલી વધુ ચા પીવી કેટલું નુકસાનકારક બની શકે છે. તો આખરે સવાલ એ ઉઠે છે કે તમારે આખા દિવસમાં કેટલા કપ ચા પીવી જોઈએ. ખાસ જાણો તેના વિશે...

વધુ ચા પીવાથી થાય છે નુકસાન
જો તમે દિવસભર ખુબ વધુ ચા પીતા હોવ તો તેનાથી અનેક પ્રકારનું નુકસાન થઈ શકે છે. દિવસમાં 5થી 6 કપ ચા પીવાથી બોડીમાં ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે. આ ઉપરાંત ચા વધુ પીવાથી હાડકા નબળા પડે છે. ચામાં કેફીન હોય છે. આથી તે વધુ પીવાથી બોડીમાં એન્ઝાઈટી અને સ્ટ્રેસ પેદા થઈ શકે છે. આ સાથે જ ચા પીવાથી શરીરમાં આયર્નની કમી પણ થઈ શકે છે. 

શું કહે છે રિપોર્ટ
યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ મેડિકલ સેન્ટરના એક રિપોર્ટ મુજબ એક દિવસમાં ચાર કપથી વધુ ચા પીવાથી અનેક પ્રકારના નુકસાન ઝેલવા પડી શકે છે. ચામાં રહેલા કેફીનના કારણે હ્રદયમાં બળતરા, નર્વસનેસ, અનિન્દ્રા અને ચક્કર આવવા જેવી અનેક ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. 

આખા દિવસમાં કેટલા કપ ચા પીવી જોઈએ?
તમારે દિવસભરમાં ફક્ત એક કે બે કપ ચા પીવી જોઈએ. ચાપત્તી અને ખાંડવાળી ચા એક કે બે કપ ચા કરતા વધુ પીવાથી શરીરમાં અનેક પ્રકારનું નુકસાન થઈ શકે છે. પરંતુ જો તમારી તબિયત સારી નથી અને તમે શરદી કે કફથી પીડિત હોવ તો દિવસમાં બેથી ત્રણ કપ ઉકાળો કે પછી હર્બલ ટી પી શકો છો. 

(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news