White Hair: જ્યારે માથા પર પ્રથમ વખત સફેદ વાળ દેખાય, તો તેને રોકવા માટે તરત જ આવા પગલાં લો

Premature White Hair: કોઈ પણ વ્યક્તિ નથી ઈચ્છતી કે તેના વાળ નાની ઉંમરે જ ઊગવા લાગે, તેથી જ્યારે પહેલીવાર માથા પર સફેદ વાળ આવે ત્યારે જ સાવધાન થઈ જવું જોઈએ, નહીંતર મોડું થઈ શકે છે.

White Hair: જ્યારે માથા પર પ્રથમ વખત સફેદ વાળ દેખાય, તો તેને રોકવા માટે તરત જ આવા પગલાં લો

How to Prevent White Hair: જ્યારે કોઈ યંગ વ્યક્તિને માથા પર પ્રથમવાર સફેદ વાળ જોવા મળે તો તે ચિંતામાં આવી જાય છે. કેટલાક લોકોને લાગે છે કે તેનાથી શરમ અને લો કોન્ફિડન્સનો સામનો કરવો પડશે. બની શકે કે તેની પાછળ જેનેટિક કારણ જવાબદાર હોય, પરંતુ સામાન્ય રીતે તે અનહેલ્ધી ફૂડ હેબિટ અને લાઇફસ્ટાઇલને કારણે થાય છે. પરંતુ તમારા માટે તે સરળ છે કે સફેદ વાળને રોકી લો, તે માટે તમારા રૂટિનમાં તમારે થોડો ફેરફાર કરવો પડશે. 

સફેદ વાળ રોકવા કરો આ ઉપાય
1. હેલ્ધી ડાયટ લો

જો તમને નાની ઉંમરમાં સફેદ વાળ આવે તો સમજી જશો કે તમારી ડેઇલી ડાયટ હેલ્ધી નથી. તેથી સૌથી પહેલા સ્વસ્છ, સ્વસ્થ અને પોષક તત્વોથી ભરપૂર આહારની શરૂઆત કરો. તે નક્કી કરો કે તમારા ભોજનમાં પ્રોટીન, ફાઇબર, કાર્બોહાઇડ્રેટ અને ફેટની સારી માત્રા હોય જેથી તમારા વાળને તેની જરૂરીયાતની વસ્તુ મળી શકે. દરરોજ એક મુઠ્ઠી સીડ્સ અને નટ્સનું સેવન કરો. આ સિવાય તાજા અને લીલા શાકભાજી લો. 

2. સ્મોકિંગની ટેવ હોય તો છોડો
સ્મોકિંગથી તમારા શરીર પર થતા ખરાબ પ્રભાવો વિશે જણાવવાની જરૂર નથી, સામાન્ય રીતે આપણે લાગે છે કે તે માત્ર ફેફસાને નુકસાન પહોંચાડે છે. પરંતુ સ્મોકિંગ આપણા વાળ માટે પણ સારૂ નથી. તેથી સફેદ વાળ રોકવા હોય તો સ્મોકિંગથી છુટકારો મેળવો. 

3. હેર ડેમેજને રોકો
વાળ મુખ્ય રૂપે પર્યાવરણમાં રહેલ પોલ્યૂટેન્ટને કારણે થાય છે. તેનાથી બચવા તમારે કેમિકલ અને હીટ એક્સપોઝરથી અંતર જાળવવું પડશે. ખાસ કરીને તડકામાં માતાર વાળ પર ખરાબ અસર પડે છે. વાળ ખરાબ થવા માટે ઘણી કેમિકલ બેસ્ડ હેર પ્રોડક્ટ્સ પણ જવાબદાર છે. 

4. ચિંતાથી દૂર રહો
જો તમે ઈચ્છો છો કે નાની ઉંમરમાં વાળ સફેદ ન થાય તો તે માટે તમારે ચિંતા છોડવી પડશે, કારણ કે ટેન્શન સફેદ વાળ થવાનું એક કારણ છે. તમે ખુશ રહેવાની શરૂઆત કરો, કારણ કે ડિપ્રેશનથી અન્ય બીમારી પણ થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news