ગોપાલ ઈટાલિયાનો વધુ એક VIDEO વાયરલ, હવે સાધુ સંતો પર કર્યા પ્રહારો
ગોપાલ ઈટાલીયાનો આજે વધુ એક વિડીયો વાયરલ થયો છે. ભાજપના મીડિયા કન્વીનર યોગેશ દવે ગોપાલ ઈટાલીયનો વધુ એક વીડિયો ટ્વીટ કર્યો છે. આ વીડિયોમાં ગોપાલ ઈટાલિયાએ સાધુ સંતો પર પ્રહારો કર્યા છે.
Trending Photos
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાતમાં પરંપરાગત ગણાતા ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આવખતે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી મેદાનમાં છે. આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા છેલ્લાં કેટલાંક દિવસથી સતત ચર્ચામાં છે.
ગોપાલ ઈટાલીયાનો આજે વધુ એક વિડીયો વાયરલ થયો છે. ભાજપના મીડિયા કન્વીનર યોગેશ દવે ગોપાલ ઈટાલીયનો વધુ એક વીડિયો ટ્વીટ કર્યો છે. આ વીડિયોમાં ગોપાલ ઈટાલિયાએ સાધુ સંતો પર પ્રહારો કર્યા છે.
મહત્વનું છે કે, આ વખતે ગુજરાતમાં પહેલીવાર ત્રિ-પાંખિયાના ચૂંટણી જંગનું વાતાવરણ ઉભું થયું છે. ચૂંટણીટાણે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દૌર ચાલતો હોય છે એ માહોલ હવે દિવસે-દિવસે ગરમાવો પકડતો જાય છે. જેમાં આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાના છેલ્લાં કેટલાંક દિવસથી એક પછી એક વીડિયો વાયરલ થઈ રહ્યા છે.
ગોપાલ ઈટાલિયા ક્યારેક મહિલાઓ વિશે, ક્યારેક હિન્દુ ધર્મ અને પરંપરાઓ તો ક્યારેક પ્રધાનમંત્રી વિશે આપત્તિજનક ટિપ્પાણીઓ અને વિવાદિત વીડિયો બનાવવાના લીધે ગોપાલ ઈટાલિયા ચર્ચામાં છે. અને હું ચૂંટણી લડીશ, જીતીશ અને ગુજરાતમાં પરિવર્તન લાવીશ તેવું પણ સતત ઈટાલિયા કહેતા આવ્યાં છે. આ સ્થિતિમાં તે કઈ બેઠક પરથી ચૂંટણી લડશે એ સવાલ પણ હવે ચર્ચાઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP)ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાનો ગઈકાલે (ગુરુવાર) પીએમ મોદી અને તેમના માતા વિશે વિવાદાસ્પદ ટિપ્પણીના કારણે દિલ્હીમાં તેમની અટકાયત કરવામાં આવી હતી, ત્યારબાદ થોડા સમય બાદ છોડી મૂકવામાં આવ્યા હતા.
શું હતું આ વીડિયોમાં?
વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, ગોપાલ ઈટાલિયા એક કારમાં બેઠા છે અને તેઓ પીએમ નરેન્દ્ર મોદી અને તેમના માતા હીરાબા વિશે વિવાદિત નિવેદન બાજી કરી રહ્યા છે. એટલું જ નહીં તેઓ પીએમ નરેન્દ્ર મોદીની સભાઓ વિશે ખર્ચા વિશે પણ વાણીવિલાસ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ વીડિયો કયા સમયનો છે તે અંગે હાલ પુષ્ટી થઈ શકી નથી.
AAPના ગુજરાત પ્રમુખ ગોપાલ ઈટાલિયા પર હવે ભાજપ દ્વારા આકરા પ્રહારો કર્યા હતા. આજદિવસભર ઈટાલિયા પર ભાજપના કેન્દ્રિય અને રાજ્યના નેતાઓએ આકરા પ્રહારો કર્યા હતા. ઈટાલિયાના વીડિયો પર ભાજપે જણાવ્યું હતું કે, હિન્દુ વિરોધી માનસિક્તા AAPના લોહીમાં છે. ગોપાલ ઈટાલિયાના આ નિવેદનથી માતા-બહેનો વિરુદ્ધ AAPની ખરાબ માનસિક્તા સ્પષ્ટ દેખાઈ આવે છે. ભાજપે ઈટાલિયાનો એક વીડિયો પણ શેર કર્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે