આ બીમારીઓમાં દવાનું કામ કરે છે અર્જુનની છાલ, જાણો કઈ રીતે કરશો ઉપયોગ
Arjun Ki Chhal Ke Fayde: અર્જુનની છાલને આયુર્વેદમાં જડીબુટ્ટી માનવામાં આવે છે. અર્જુનની છાલમાં એવા બાયોએક્ટિવ તત્વ હોય છે જે સ્વાસ્થ્યની ઘણી સમસ્યાઓ અને બીમારીઓમાં દવાનું કામ કરે છે. જાણો કઈ રીતે અર્જુનની છાલનો ઉપયોગ કરવો.
Trending Photos
નવી દિલ્હીઃ આયુર્વેદમાં એવી ઘણી જડીબુટ્ટી છે જે ખુબ અસરકારક કામ કરે છે. તેમાંથી એક છે અર્જુનની છાલ (arjun ki chhal ke fayde) આ ઝાડની છાલ ખાસ કરીને સુગર અને હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે. અર્જુનની છાલમાં ઘણા એવા પોષક તત્વ અને ફાઇટોકેમિકલ્સ હોય છે, જે તેને હર્બલ ઉપચારોમાં મહત્વનું બનાવે છે. અર્જુન છાલમાં ફ્લેવોનોઇડ્સ, ટેનિન, ટ્રાઇપરપેનોઇડ્સ અને સેપોનિન્સ જેવા ફાઇટોકેમિકલ્સ હોય છે. તેમાં ઘણા જરૂર યોગિક હોય છે, જેમ અર્જુનોલિક એસિડ, ગેલિક એસિડ, એલાજિક એસિડ. આ બધા તત્વો અર્જુનની છાલને એક અસરકારક ઔષધી બનાવે છે. જાણો કઈ બીમારીમાં અર્જુનની છાલનો ઉપયોગ કરવામાં આવે છે અને તેનો કઈ રીતે ઉપયોગ થાય છે?
અર્જુનની છાલનો કઈ રીતે કરશો ઉપયોગ?
અર્જુનની છાલનો ઉપયોગ કરવા માટે તમે તેનો પાઉડર બનાવી લો. માર્કેટમાં પણ અર્જુનની છાલનો પાઉડર મળે છે. તમે આશરે 10-10 મિલીગ્રામ અર્જુનની છાલનો પાઉડર લો અને સવાર-સાંજ સેવન કરો. તમે ચા, દૂધકે માત્ર ગરમ પાણીમાં તેનું સેવન કરી શકો છો.
કઈ બીમારીમાં કામ આવે છે અર્જુનની છાલ (Diseases in which arjun ki chhal is used for)
ડાયાબિટીસઃ અર્જુનની છાલનો ઉપયોગ સુદરની આયુર્વેદિક દવાઓમાં કરવામાં આવે છે. તેમાં એવા તત્વો હોય છે જે શરીરમાં સુગરના લેવલને કંટ્રોલ કરે છે અને સોજા ઘટાડે છે. અર્જુનની છાલ મેટાબોલિઝ્મ તેજ બનાવવામાં મદદ કરે છે. જાયાબિટીસના દર્દીઓ તેનો ઉપયોગ કરી શકે છે.
આર્થરાઈટીસમાં ફાયદાકારક- અર્જુનની છાલમાં ઘણા એવા તત્વો હોય છે જે સોજા વિરોધી પ્રભાવ દેખાય છે. તેના કારણે હ્રદય રોગ, ડાયાબિટીસ અને ગઠિયા જેવી બીમારીઓ વધે છે. તેવામાં અર્જુનની છાલ શરીરમાં સોજા ઘટાડે છે અને સાંધાના દુખાવામાં આરામ પહોંચાડે છે.
હાઈ બ્લડ પ્રેશરમાં ફાયદાકારક- અર્જુનની છાલનો ઉપયોગ હ્રદયને સ્વસ્થ રાખવા અને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે કરી શકાય છે. તેમાં ફાઇટોકેમિકલ્સથી ખાસ કરી ટેનિન હોય છે, જે કાર્ડિયોપ્રોટેક્ટિવ અસર દેખાડે છે. તેનાથી ધમનિઓને પહોળી બનાવવામાં મદદ મળે છે અને બ્લડ પ્રેશર ઘટે છે. કોલેસ્ટ્રોલને ઘટાડવામાં પણ અર્જુનની છાલ મદદ કરે છે.
લૂઝમોશનમાં આરામ- ઝાડા અથવા મરડોની સમસ્યા થવા પર અર્જુનની છાલનો ઉપયોગ કરી શકાય છે. પાચન સંબંધી સમસ્યાઓ દૂર કરવા માટે અર્જુનની છાલનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં ટેનિન હોય છે જે પાચન તંત્રમાં સોજા ઘટાડે છે અને ઝાડાને ઠીક કરવામાં મદદ કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે