નાનકડું લવિંગ પુરુષોની આ મોટી સમસ્યાની છે દવા, એક ઝટકામાં તકલીફ થશે દુર, જાણો કેવી રીતે કરવો ઉપયોગ
Benefits Of Cloves: લવિંગનો ઉપયોગ ઔષધિ તરીકે અલગ અલગ સમસ્યામાં થાય છે. જેમકે ઉધરસ થઈ હોય ત્યારે, દાંતનો દુખાવો હોય ત્યારે, માથામાં દુખાવો હોય ત્યારે પણ લવિંગનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે. પરંતુ શું તમે જાણો છો કે લવિંગનો ઉપયોગ કરવાથી પુરુષોની શારીરિક નબળાઈ પણ દુર થઈ શકે છે અને સ્પર્મ કાઉન્ટમાં વધારો પણ થઈ શકે છે ?
Trending Photos
Benefits Of Cloves: ઘરના રસોડામાં એવા ઘણા બધા મસાલા રહેલા છે જે દવા તરીકે કામ આવે છે. આવા જ મસાલામાંથી એક છે લવિંગ. લવિંગ નો ઉપયોગ ઘણી બધી તકલીફોમાં કરવામાં આવે છે. જેમકે ઉધરસ થઈ હોય કે ગળું ખરાબ હોય ત્યારે લવિંગ ખાવામાં આવે છે. જ્યારે દાંતમાં દુખાવો થતો હોય ત્યારે પણ લવિંગ મોઢામાં રાખવાની સલાહ આપવામાં આવે છે. લવિંગ ખાવાથી મોઢાની દુર્ગંધ પણ તુરંત દૂર થાય છે. દેખાવમાં નાનકડું લવિંગ આપણા શરીરને ઘણા બધા ફાયદા કરે છે.
આ પણ વાંચો:
આયુર્વેદમાં તો લવિંગને ઇમ્યુનિટી બુસ્ટર પણ કહેવાયું છે. લવિંગ શરીરની ઇમ્યુનિટી મજબૂત કરવામાં મદદ કરે છે. લવિંગમાં ફોસ્ફરસ ફાઇબર પ્રોટીન કેલ્શિયમ કાર્બોહાઇડ્રેટ અને એન્ટિઓક્સિડન્ટ સહિત ઘણા પોષક તત્વો હોય છે. જે શરીર પર સકારાત્મક અસર કરે છે. જો નિશ્ચિત માત્રામાં તેનો ઉપયોગ કરવામાં આવે તો શરીરમાં ઘણા જ સરકારાત્મક ફેરફાર પણ જોવા મળે છે.
ખાસ કરીને પુરુષો માટે લવિંગ વરદાન સમાન કહી શકાય. જે પુરુષોને શારીરિક નબળાઈ હોય અને સ્પર્મ કાઉન્ટ ઓછા હોય તેમના માટે લવિંગ દવા જેવું કામ કરે છે. લવિંગનું સેવન કરવાથી પુરુષોની શારીરિક નબળાઈ દૂર થાય છે અને સ્પર્મ કાઉન્ટમાં પણ વધારો થાય છે. પુરુષોની નબળાઈ દૂર કરવા માટે લવિંગ ને દૂધમાં ઉમેરીને પીવું જોઈએ. લવિંગની તસવીર ગરમ હોય છે તેથી સવારે બે લવિંગ દૂધ સાથે લેવા.
આ સિવાય લવિંગનો ઉપયોગ માથાના દુખાવામાં પણ કરી શકાય છે. જે લોકોને વારંવાર માથામાં તીવ્ર દુખાવો રહેતો હોય તેમણે લવિંગનું તેલ સૂઘવું જોઈએ અથવા તો લવિંગના તેલથી માથામાં માલિશ કરવી જોઈએ. આમ કરવાથી તીવ્ર દુખાવો પણ તુરંત જ દૂર થઈ જાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે