ઘીના ઉપયોગથી ઘટાડી શકો છો વજન, આ રીતે ઉપયોગ કરશો તો દૂર થઈ જશે પેટની ચરબી

ઘીને હંમેશા વજન વધારવાના રૂપમાં જોવામાં આવે છે. પરંતુ તે વજન ઘટાડવામાં પણ તમારી મદદ કરી શકે છે. આવો ઘીનો કઈ રીતે ઉપયોગ કરવાથી વજન ઘટાડી શકાય છે. 
 

ઘીના ઉપયોગથી ઘટાડી શકો છો વજન, આ રીતે ઉપયોગ કરશો તો દૂર થઈ જશે પેટની ચરબી

નવી દિલ્હીઃ ખરાબ લાઇફસ્ટાઇલ અને ડાઇટને કારણે તમારૂ વજન ઝડપથી વધે છે. તેવામાં ઘણીપાર પેટ પર રહેલી ચરબી તમને પરેશાન કરી શકે છે. મોટા ભાગના લોકો ચરબી ઘટાડવા ઈચ્છે છે અને તે માટે તમે ઘીનો ઉપયોગ કરી શકો છો. હકીકતમાં ઘીનું નામ આવતા પહેલા મગજમાં આવે છે કે તે વજન વધારે છે તો વેટ લોસમાં કઈ રીતે મદદરૂપ થઈ શકે છે. તો આવો તમને જણાવીએ કે વજન ઘટાડવામાં ઘી કઈ રીતે મદદરૂપ થઈ શકે છે. 

પેટની ચરબી ઘટાડવા આ રીતે કરો ઘીનો ઉપયોગ

1. ગરમ પાણી સાથે ઘી લો
પેટની ચરબી ઘટાડવા માટે તમે ઘીનો ઘણા પ્રકારે પ્રયોગ કરી શકો છો. તમે એક ચમરી ઘી ખાવ અને પછી ગરમ પાણી પી લો. તે તમારા આંતરડાની ગતિ તેજ કરશે અને મેટોબોલિક ગતિવિધિઓને વધારશે. તેનાથી પાચન તંત્ર મજબૂત થશે અને તમારૂ પેટ સરળતાથી સાફ થઈ જશે અને વેટ લોસમાં મદદ મળશે. 

2. મગ દાળના પાણીમાં ઘી મિક્સ કરી પીવો
મગ દાળનું પાણી વેટ લોસ કરવામાં મદદ કરી શકે છે. મગ દાળના પાણીમાં ઘી મિક્સ કરો અને તેનું સેવન કરો. આ તમારે સવારે ખાલી પેટ કરવાનું છે. મગ દાળનું પાણી પેટને ફ્લશ આઉટ કરતા શરીરમાં જામેલી ગંદકીને મળ અને મૂત્રની સાથે બહાર કાઢે છે. આ સિવાય તે મળ ત્યાગ સરળ બનાવે છે, જેનાથી પેટ સાફ કરવામાં મદદ મળે છે. 

વેટ લોસમાં ઘીના ફાયદા
ઘીમાં શોર્ટ-ચેન ફેટી એસિડ હોય છે, જે શરીરમાં પાચન પ્રક્રિયાને ગતિ આપે છે અને વજન ઘટાડે છે. આ ઘટક વિટામિન એ, ઈ, ડી અને કે સહિત પેટમાં દ્રાવ્ય પોષક તત્વોના સારા અવશોષણમાં મદદ કરે છે અને હોર્મોનને પણ નિયંત્રિત કરે છે. ઓમેગા-3 અને ઓમેગા 6 ગુડ ફેટ વધારે છે, જેનાથી ફેટ લોસ કરવામાં મદદ મળે છે. 

(સામાન્ય માહિતીના આધારે આ જાણકારી આપવામાં આવી છે. તમે નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news