Heart Attack: આ આદત નહીં છોડો તો તમે બની શકો છો હાર્ટ એટેકના શિકાર

Heart Attack: આજકાલ હાર્ટ અટેકની સમસ્યા બહુ ઝડપથી વધી રહી છે. ત્યારે તમારે ચોક્કસથી એ જાણવું જોઈએ કે હાર્ટ એટેકની સમસ્યા કેમ વધી રહી છે.

Heart Attack: આ આદત નહીં છોડો તો તમે બની શકો છો હાર્ટ એટેકના શિકાર

Heart Attack Causing Habits: આજકાલ હાર્ટ એટેકની સમસ્યા બહુ ઝડપથી વધી રહી છે. આ મુશ્કેલી વૃદ્ધોને જ નહીં પરંતુ જવાનોને પણ થઈ રહી છે. એટલું જ નહીં આજના સમયે  તો લોકોને રમતાં-રમતાં કે ડાન્સ કરતાં કરતાં હાર્ટ એટેક આવી જાય છે. જેના કારણે તે વ્યક્તિનો જીવ તાત્કાલિક જતો રહે છે. માણસને આ સમસ્યાનો અનેક વખત સામનો કરવો પડી શકે છે. એવામાં આ સમસ્યાની પાછળ કેટલીક આદતો જવાબદાર છે. ત્યારે તમારે એ જાણી લેવું જોઈએ કે કયા કારણોથી હાર્ટ એટેકની સમસ્યામાં વધારો થયો છે. 

No description available.

1. કોલેસ્ટ્રોલ વધારનારી વસ્તુનું સેવન :
કોલેસ્ટ્રોલ એક તેલવાળો પદાર્થ હોય છે જે હ્રદય માટે અત્યંત ખતરનાક હોય છે. તે નસમાં જઈને લોહીને અટકાવી દે છે. આથી તમારે એવી વસ્તુનું સેવન ન કરવું જોઈએ જે કોલેસ્ટ્રોલને વધારવાનું કામ કરે છે. તેના માટે તમારે ફ્રાઈડ ફૂડ, રેડ મીટ, જંક ફૂડને તમારે આજથી ડાયેટમાંથી દૂર કરવું જોઈએ

No description available.

2. બ્લડ સુગર વધારનારા ફૂડ્સ:
ડાયાબિટીસના કારણે માત્ર કિડની જ નહીં પરંતુ નસ પર પણ અસર પડે છે. નસ નબળી થવાથી તમારું હ્રદય નબળું પડે છે અને હાર્ટ અટેકનો ખતરો વધી જાય છે. આથી વધારે પડતું ગળ્યું ખાવાથી દૂર રહેવું જોઈએ. 

No description available.

3. એક્સરસાઈઝ ન કરવાની આદત:
જે લોકોને એક્સરસાઈઝ ન કરવાની આદત હોય છે તે લોકો ઝડપથી મેદસ્વી બની જાય છે. જેના કારણે તેમની નસોમાં ફેટ જમા થવા લાગે છે અને તે બંધ થવા લાગે છે. આવું થવા પર હાર્ટ અટેકનો ખતરો વધી જાય છે.

No description available.

4. સ્મોકિંગની ટેવ:
હાર્ટ અટેકથી બચવા માટે તમારે સ્મોકિંગની ટેવ આજે જ છોડી દેવી જોઈએ. કેમ કે તેનાથી હ્રદય અને નસ બંને નબળા બને છે. જેનાથી હાર્ટ અટેકનો ખતરો વધે છે.

(Disclaimer: અહીંયા આપવામાં આવેલી જાણકારી ઘરેલુ નુસખા અને સામાન્ય જાણકારી પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ ચોક્કસ લો. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news