Health Tips: રસોડાના આ મસાલા પેટ માટે અમૃત સમાન, પેટની સમસ્યાઓ તુરંત થશે દૂર

Health Tips: પાચન અને પેટ સંબંધિત સમસ્યાઓને દવા વિના મટાડી દેવી હોય તો રસોડામાં જ કેટલીક વસ્તુઓ છે જે ખૂબ ઉપયોગી છે. આ વસ્તુઓનો ઉપયોગ કરીને તમે પેટ અને પાચનને બરાબર કરી શકો છો. 

Health Tips: રસોડાના આ મસાલા પેટ માટે અમૃત સમાન, પેટની સમસ્યાઓ તુરંત થશે દૂર

Health Tips: પેટ અને પાચન બરાબર હોય તો જ સ્વાસ્થ્ય સારું રહે છે. જો પેટમાં ગડબડ હોય તો તબિયત પણ ખરાબ થવા લાગે છે. મોટાભાગની બીમારીઓની શરૂઆત પેટથી થાય છે. પેટનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. પાચન અને પેટ સંબંધિત સમસ્યાઓને દવા વિના મટાડી દેવી હોય તો રસોડામાં જ કેટલીક વસ્તુઓ છે જે ખૂબ ઉપયોગી છે. આ વસ્તુઓનો ઉપયોગ કરીને તમે પેટ અને પાચનને બરાબર કરી શકો છો. 

પેટ માટે ઔષધી સમાન મસાલા 

Add Zee News as a Preferred Source

ફુદીનો

ફુદીનાની તાસીર ઠંડી હોય છે. તેમાં મેન્થોલ નામનું કમ્પાઉન્ડ હોય છે. જે પાચન અને પેટના સ્નાયુને રિલેક્સ કરે છે. ફુદીનાની ચા બનાવીને પણ પી શકાય છે અને ફુદીનાનું સેવન પણ કરી શકાય છે. તેનાથી અપચો અને ગેસ માટે છે. 

મુલેઠી 

મુલેઠી એક પ્રકારની જડીબુટ્ટી છે. જે પાચનને સ્વસ્થ રાખે છે. મુલેઠી પેટના પીએચને મેન્ટેન કરે છે. તેનાથી ગળાની તકલીફ પણ દૂર થાય છે. 

આદુ

આદુનું સેવન ઇમ્યુનિટી બુસ્ટ કરે છે. આદુ ખાવાથી પેટની સમસ્યા, સોજા, ગેસ, અપચો મટે છે. આદુને અલગ અલગ રીતે ડાયટમાં સામેલ કરી શકાય છે. આદુમાં રહેલું જોંજરોલ પાચનને સુધારે છે.

હળદર 

હળદર શરીરને ડિટોક્ષ કરે છે અને આંતરડાને સ્વસ્થ રાખે છે. હળદરનું પાણી પીવાથી પણ ફાયદો થાય છે. પેટની તકલીફ રહેતી હોય તો હુંફાળા પાણીમાં હળદર ઉમેરીને પી જવું. તેનાથી પાચનતંત્ર સારું રહે છે. 

અજમા 

અજમા પેટની તકલીફોને ગણતરીની મિનિટોમાં દૂર કરે છે. ગેસ, અપચો, કબજિયાત હોય તો અજમાનું પાણી પીવું જોઈએ. અજમાનું પાણી પીવાથી અપચાથી રાહત મળે છે અને પેટ સાફ આવે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો

...और पढ़ें

Trending news