જાણો શું છે સેક્સ પ્રૂફ મેકઅપ, જે થઇ રહ્યો છે વાયરલ, લોન્ચ થઇ 25 પ્રોડક્ટસ

બ્યૂટીના સેક્શનમાં તમને ઘણી વિચિત્ર વસ્તુઓ જોવા અને સાંભળવા મળે છે. સુંદર દેખાવવાની ઇચ્છામાં લોકો અજીબોગરીબ વસ્તુઓ ટ્રાઇ કરવામાં પાછી પાની કરતા અંથી. જોકે ઇન્ટરનેટ પર સેક્સ-પ્રૂફ મેકઅપની ધૂમ મચી છે. દર વર્ષે મેકઅપ સાથે જોડાયેલા નવા નવા ટ્રેન્ડ જોર પકડે છે અને તેમાંથી એક છે સેક્સ-પ્રૂફ મેકઅપ. આવો તેના વિશે જાણીએ.   

Updated By: Jan 19, 2020, 05:04 PM IST
જાણો શું છે સેક્સ પ્રૂફ મેકઅપ, જે થઇ રહ્યો છે વાયરલ, લોન્ચ થઇ 25 પ્રોડક્ટસ

નવી દિલ્હી: બ્યૂટીના સેક્શનમાં તમને ઘણી વિચિત્ર વસ્તુઓ જોવા અને સાંભળવા મળે છે. સુંદર દેખાવવાની ઇચ્છામાં લોકો અજીબોગરીબ વસ્તુઓ ટ્રાઇ કરવામાં પાછી પાની કરતા અંથી. જોકે ઇન્ટરનેટ પર સેક્સ-પ્રૂફ મેકઅપની ધૂમ મચી છે. દર વર્ષે મેકઅપ સાથે જોડાયેલા નવા નવા ટ્રેન્ડ જોર પકડે છે અને તેમાંથી એક છે સેક્સ-પ્રૂફ મેકઅપ. આવો તેના વિશે જાણીએ.   

થઇ રહ્યો છે ટ્રેન્ડ
મહિલાઓ તે બ્યૂટી પ્રોડક્ટ્સની પાછળ પાગલ થઇ રહી છે જેને સેક્સ-પ્રૂફ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સંભાવના છે કે હવે તમે પણ આ બ્યૂટી આઇટમ્સને ટ્રાઇ કરવા માંગશે. સૌથી પહેલાં જાણવું જોઇએ કે આખરે સેક્સ-પ્રૂફ મેકઅપ શું છે? જોકે આ મેકઅપ પ્રોડક્ટ્સ છે જે ઇંટિમેટ પળ ગુજાર્યા બાદ પણ મેકઅપને પહેલાંની માફક ઇન્ટેક્ટ રાખે છે. મેકઅપ ના તો ખરાબ થાય છે અને ના તો બેડશેટ પર કોઇ દાગ ફેલાવે છે.

લોન્ચ કરવામાં આવી નવી રેન્જ
તાજેતરમાં જ Heaux Cosmetics સેક્સ-પ્રૂફ મેકઅપની નવી રેન્જ લઇને આવ્યા છે જેમાં, જેલ, પાવડર અને પેસ્ટ્સ છે અને આ ખાસકરીને ફીમેલ એસ્કોર્ટ્સ માટે ઇશ્યૂ કરવામાં આવ્યા છે. પરંતુ સેક્સ વર્કર્સ માટે લાવવામાં આવેલી આ પ્રોડક્ટ્સની ખાસિયત અન્ય મહિલાઓને આકર્ષિત કરી રહી છે. આ બ્યૂટી પ્રોડક્ટ્સને લોન્ચ કરનાર કંપનીની દવા છે કે હોટ શાવર બાદ પણ તમારો મેકઅપ જશે નહી.

બ્યૂટી રેન્જમાં જાહેર કરવામાં આવેલા 25 કોસ્મેસ્ટિક્સ
દુનિયાભરની મહિલાઓનું ધ્યાન ખેંચી રહેલી આ બ્યૂટી રેન્જમાં લગભગ 25 પ્રોડક્ટસ છે જેમાં લિપસ્ટિક, આઇ-લાઇનર અને આઇશેડો વગેરે સામેલ છે. તેમની ખાસિયત એ છે કે તે કોઇ દાગ છોડતી નથી. આ મેકઅપ પ્રોડક્ટ્સ માટે લોકોની દિલચસ્પી જોઇને કંપની તેને સ્ટોર લોસ એજેલ્સ, કેલિફોર્નિયામાં ખોલવા વિશે વિચારી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube