શું તમારા પગમાં પણ ખાલી ચઢી જાય છે, તો થઈ જાવ સાવધાન, હોઈ શકે છે આ બીમારીના સંકેત

સૌથી સામાન્ય કારણ એ છે કે એક જ સ્થિતિમાં બેસી રહેવાથી અથવા નસ પર વધુ પડતા દબાણને કારણે રક્ત પ્રવાહનું ઓછો થવાથી પગમાં ખાલી ચઢી શકે. જો કોઈ વ્યક્તિના પગમાં લાંબા સમયથી સુન્ન રહે છે તો આ ગંભીર બીમારીઓના સંકેત હોઈ શકે છે.

શું તમારા પગમાં પણ ખાલી ચઢી જાય છે, તો થઈ જાવ સાવધાન, હોઈ શકે છે આ બીમારીના સંકેત

 

નવી દિલ્લીઃ સતત પલાઠી વાળીને બેસી રહેવાથી ઘણીવાર આપણા પગમાં ખાલી ચઢી જાય છે અથવા આપણા પગ સુન્ન પડી જાય છે. આવી સ્થિતિમાં વ્યક્તિ પોતાના પગ પર ઉભો પણ નથી રહી શક્તો. લોકોને ઘણીવાર એવું લાગે છે કે જાણે પગમાં કોઈ સોઈ ખુચાડી રહ્યું છે. પગમાં ખાલી ચઢી જવા પાછળ અનેક કારણો હોઈ શકે છે. જેમાં સૌથી સામાન્ય કારણ એ છે કે એક જ સ્થિતિમાં બેસી રહેવાથી અથવા નસ પર વધુ પડતા દબાણને કારણે રક્ત પ્રવાહનું ઓછો થવાથી પગમાં ખાલી ચઢી શકે. જો કોઈ વ્યક્તિના પગમાં લાંબા સમયથી સુન્ન રહે છે તો આ ગંભીર બીમારીઓના સંકેત હોઈ શકે છે. આવો જાણીએ પગમાં ખાલી ચઢી જવાને કારણે થતી બીમારીઓ.

પગ સુન્ન થવા પાછળનું કારણ-
મલ્ટીપલ સ્ક્લેરોસિસ (MS), ડાયાબિટીસ, ધમનીની બિમારી અથવા ફાઈબ્રોમીઆલ્ગીઆ જેવી સ્થિતિને કારણે લાંબા સમય સુધી પગમાં નિષ્ક્રિયતા આવે છે અથવા કળતર થઈ શકે છે. પરંતુ આ માટે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

1) સ્ટ્રોક અને મિની સ્ટ્રોક-
સ્ટ્રોક અને મિની સ્ટ્રોક મગજને નુકસાન પહોંચાડી શકે છે. સ્ટ્રોક અથવા મિની-સ્ટ્રોક ક્યારેક શરીરના અમુક ભાગોમાં અસ્થાયી અથવા લાંબા સમય સુધી નિષ્ક્રિયતા લાવી શકે છે.

2) દારૂનું સેવન-
દારૂમાં હાજર ટોક્સિન્સ પગમાં નસને નુકસાન પહોંચાડે છે. દારૂના લાંબા ગાળાના વધુ પડતા સેવનથી નસને નુકસાન થઈ શકે છે, જેનાથી પગમાં સુન્ન પડી જાય છે.

3) ડાયાબિટીઝ-
ડાયાબિટીસ ધરાવતા લોકોમાં એક પ્રકારનું ચેતા નુકસાન થાય છે, જેને ડાયાબિટીક ન્યુરોપથી કહેવાય છે. ડાયાબિટીક ન્યુરોપૈથીથી પગ સુન્ન થઈ શકે, ઝણઝણાટ અને પીડા પેદા કરી શકે છે.

4) પોશ્ચર-
જો કોઈ વ્યક્તિ ખોટી મુદ્રામાં લાંબા સમય સુધી બેસે છે, તો તેનું શરીર સુન્ન થઈ શકે છે. ઘણા લોકોને આ સુન્નતાને કારણે ઊંઘ પણ આવતી નથી, જેને મેડિકલ ભાષામાં પેરેસ્થેસિયા કહેવામાં આવે છે. કેટલીક સામાન્ય આદતો જેના કારણે પગ સુન્ન થઈ જાય છે તે નીચે મુજબ છે.

- લાંબા સમય સુધી પગ ઓળંગીને બેસી રહેવું.
- લાંબા સમય સુધી બેસી રહેવું.
- પગ પર બેસવું.
- ફીટ શૂઝ, પેન્ટ, મોજાં પહેરવા.
- ઈજા.

5) ટાર્સલ ટનલ સિન્ડ્રોમ-
ટાર્સલ ટનલ સિન્ડ્રોમ ત્યારે થાય છે જ્યારે પગની પાછળથી પગની ઘૂંટીની અંદર તરફ જતી નસ સાંકડી થાય છે. ટાર્સલ ટનલ એ પગની ઘૂંટીની અંદરનો એક સાંકડો વિસ્તાર છે અને તે પગની ઘૂંટી, એડી અને પગમાં સુન્નતા, બળતરા અને કળતર થાય છે.

6) સાઈટિકા-
પીઠના નીચલા ભાગમાં સમસ્યાઓ જેવી કે કરડરજ્જૂનું હાડકું તૂટવાથી નસ સાંકડી થઈ જાય છે. આ કારણે પણ પગ સુન્ન થઈ જાય છે. સાઈટિકામાં સાઈટિક નસ હોય છે જે કુલ્હાથી લઈને પગના પાછલા ભાગથી થઈને એડી સુધી આવે છે, તેના દુખાવાને કારણે પણ પગ સુન્ન થઈ જાય છે.

7) પેરિફેરલ આર્ટરી ડિસીઝ-
પેરિફેરલ આર્ટરી ડિસીઝ પગ, હાથ અને પેટમાં લોહીની ધમનીઓ સાંકડી થવાને કારણે થાય છે. તેનાથી લોહીનું પ્રમાણ ઘટે છે અને લોહીનો પ્રવાહ પણ ઓછો થઈ જાય છે અને પગ સુન્ન થઈ જાય છે.

સુન્ન પગની સારવાર-
જો થોડા સમય માટે પગમાં સુન્ન થઈ જાય તો તેના માટે કેટલાક ઘરેલું ઉપચાર પણ કરી શકાય છે. ઉદાહરણ તરીકે, આરામ કરવો, બરફ લગાવવો, કસરત કરવી, મીઠાના પાણીમાં પગ પલાળવા, માલિશ કરવી વગેરે. પરંતુ જો પગ વારંવાર સુન્ન થઈ જાય અને લાંબા સમય સુધી રહે તો ડૉક્ટરનો સંપર્ક કરવો અનિવાર્ય છે. જો કોઈ રોગના લક્ષણો દેખાય તો સમયસર સારવાર કરી શકાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news