દેશની સૌથી મોટી બેંકમાં નિકળી 13735 જગ્યા પર ભરતી, જાણો પગાર સહિત અન્ય વિગત
SBI Clerk Vacancy 2025: ભારતીય સ્ટેટ બેંકે ક્લાર્કના પદો પર 13000થી વધુ જગ્યા પર ભરતી બહાર પાડી છે. એસબીઆઈએ ક્લેરિકલ કેડરમાં જુનિયર એસોસિએટ પદો માટે આ ભરતી બહાર પાડી છે.
Trending Photos
SBI Clerk Vacancy 2025: જો તમે પણ બેંકમાં નોકરીની તૈયારી કરી રહ્યાં છો તો તમારા માટે ખુશીના સમાચાર છે. દેશની સૌથી મોટી સરકારી બેંકમાં નોકરીની શાનદાર તક આવી છે. ભારતીય સ્ટેટ બેંક (SBI)એ ક્લાર્કના પદો પર 13000થી વધુ ભરતી બહાર પાડી છે. SBI એ ક્લેરિકલ કેડરમાં જુનિયર એસોસિએટ પદો માટે આ ભરતી બહાર પાડી છે. તે માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ઉમેદવારો 7 જાન્યુઆરી સુધી અરજી કરી શકે છે.
SBI Clerk Vacancy 2025 Application Details
SBI એ પોતાના જોબ નોટિફિકેશનમાં જણાવ્યું કે Junior Associates (Customer Support & Sales) પદો પર કુલ 13075 ભરતી બહાર પાડવામાં આવી છે. તેમાં 5870 જગ્યા જનરલ માટે, 2118 જગ્યા એસસી માટે અને એસટી માટે 1385, ઓબીબી માટે 3001 અને EWS માટે 1361 જગ્યાઓ ભરવામાં આવશે.
SBI Clerk Vacancy 2025: કઈ રીતે કરશો અરજી
SBI ક્લાર્ક માટે ઓનલાઈન અરજી 17 ડિસેમ્બરથી શરૂ થઈ ગઈ છે. ઉમેદવાર 7 જાન્યુઆરી સુધી અરજી કરી શકે છે. ફેબ્રુઆરી 2025માં પ્રી અને માર્ચ-એપ્રિલ 2025માં તેની મુખ્ય પરીક્ષા લેવાશે. તે માટે તમારે sbi.co.in ની મુલાકાત લેવી પડશે. અરજી કરવા માટે જનરલ, EWS, OBC ઉમેદવારોએ 750 રૂપિયા ફી ભરવી પડશે. SC,ST,દિવ્યાંગ ઉમેદવારો માટે કોઈ ફી રાખવામાં આવી નથી.
SBI Clerk Vacancy 2025: યોગ્યતા
નોટિફિકેશન પ્રમાણે અરજી કરનાર ઉમેદવાર પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી કે કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. આ સિવાય ઉમેદવારોની વય મર્યાદા 20-28 વર્ષ નક્કી કરવામાં આવી છે. પરંતુ SC/ST/OBC ઉમેદવારોને ઉંમરમાં નિયમ પ્રમાણે છૂટછાટ મળશે.
SBI Clerk Vacancy 2025: કેટલો મળશે પગાર?
મહત્વનું છે કે ઉમેદવારે પહેલા પ્રી અને મેન્સ એક્ઝામ પાસ કરવી પડશે. ત્યારબાદ તમે જે રાજ્ય માટે અરજી કરી છે તેની સ્થાનીક ભાષાની પરીક્ષા પાસ કરવી પડશે. ત્યારબાદ પસંદ થયેલા ઉમેદવારને 26730 રૂપિયા શરૂઆતી બેસિક પે આપવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે