Weight Loss Tips: જીરા પાણીથી લઈને લીંબુ પાણી સુધી, વજન ઘટાડવા માટે આ 4 ડ્રિંક્સ છે રામબાણ ઉપાય

Weight Loss Tips: જીરા પાણીથી લઈને લીંબુ પાણી સુધી, વજન ઘટાડવા માટે આ 4 ડ્રિંક્સ છે રામબાણ ઉપાય

નવી દિલ્લીઃ મોટાપાથી પીડિત લોકો માટે પાણી ઘણીવાર દવા તરીકે કામ કરે છે. તમારા શરીરના વજનને પાણી કરતાં વધુ સારી રીતે કોઈ નિયંત્રિત નથી કરી શકતું. રોજના 8 ગ્લાસ અથવા બે લીટર પાણી પીવાથી તમારું વજન તો કંટ્રોલમાં રહે છે સાથે સાથે શરીર પણ અંદરથી સાફ રહે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે દરેક વ્યક્તિએ દરરોજ 2-3 લિટર પાણી પીવું જોઈએ. તમે દિવસ દરમિયાન પૂરતું પાણી પી રહ્યા છો તેની ખાતરી કરવા માટે, તમે દિવસ દરમિયાન પાણી પીવાનો સમય સેટ કરી શકો છો. તમે આ માટે રીમાઇન્ડર્સ સેટ કરી શકો છો. તો ચાલો જાણીએ કે, તમે વજન ઘટાડવા માટે પાણીનું સેવન કેવી રીતે કરી શકો છો.

વજન ઘટાડવા માટે પાણીઃ
જ્યારે દેશી મસાલા અને દવાઓ પાણીમાં ભેળવવામાં આવે છે ત્યારે તે પોષણથી ભરપૂર બને છે. જો કે,  મોટાભાગના લોકો સામાન્ય રીતે ડીટોક્સ માટે ફળો અને શાકભાજીને પાણીમાં મિક્સ કરીને તેનું સેવન કરવાનું પસંદ કરે છે, પરંતુ દરેક વખતે તેને બનાવવું સરળ નથી હોતું. ખાસ કરીને દરેક ઋતુમાં દરેક ફળ અને શાકભાજી ઉપલબ્ધ નથી હોતા. તેવામાં તમે કેટલીક અન્ય વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો.

લીંબુ પાણીઃ
લીંબુ પાણી આપણા શરીરને કેટલો ફાયદો કરે છે, તે કોઈના માટે નવી વાત નથી. ખાસ કરીને જે લોકો વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમના માટે લીંબુ પાણી આશીર્વાદ સમાન છે. લીંબુ મેટાબોલિઝમ વધારવાનું કામ કરે છે. નિષ્ણાતો લીંબુ સાથે નવશેકું પાણી પીવાની ભલામણ કરે છે. તમે તેમાં મધ પણ ઉમેરી શકો છો. જો કે, જો તમને એસિડિટીનો સામનો કરવો પડે છે, તો તેને દરરોજ ન પીવો.

જીરાનું પાણીઃ
જીરું એક એવો મસાલો છે જેનો ઉપયોગ તેના ઔષધીય ગુણોને કારણે દરેક ભારતીય વાનગીમાં થાય છે. જીરું કેલરીમાં ખૂબ જ ઓછું છે, પાચન સુધારે છે, ચયાપચયને વેગ આપે છે, શરીરને ડિટોક્સિફાય કરે છે, બળતરા વિરોધી ગુણધર્મો ધરાવે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આ માટે રાતભર પાણીમાં એક ચમચી જીરું રાખો. બીજા દિવસે સવારે આ પાણીને ગાળીને પી લો. તેનો સ્વાદ વધારવા માટે તમે લીંબુ, આદુ અને મધ ઉમેરી શકો છો.

વરીયાળીનું પાણીઃ
વરિયાળીનું સેવન જમ્યા પછી માઉથ ફ્રેશનર તરીકે કરવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે. આ માટે તમારે રાત્રે એક ચમચી વરિયાળીને પાણીમાં પલાળી રાખવી અને સવારે ઉઠ્યા પછી તેને પીવું. તમે દિવસમાં બે વાર ચાને બદલે આ પાણી પી શકો છો - સવારે અને સાંજે.

આદુનું પાણીઃ
સામાન્ય રીતે લોકોને ચામાં આદુનો સ્વાદ ગમે છે. જો કે, આદુ વજન ઘટાડવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. સવારે ખાલી પેટ આદુનું પાણી પીવાથી તમારું વજન ઓછું થઈ શકે છે. સંશોધન મુજબ, સ્થૂળતા શરીરમાં ઓક્સિડેટીવ તણાવ અને બળતરાનું કારણ બને છે. ઓક્સિડેટીવ તણાવ શરીરમાં મુક્ત રેડિકલને કારણે થતા નુકસાનને કારણે થાય છે. આદુના એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો આ મુક્ત રેડિકલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, અને તેના બળતરા વિરોધી ગુણધર્મો બળતરા સામે લડી શકે છે.

((નોંધ: લેખમાં દર્શાવેલ સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. જો તમને કોઈ પ્રશ્નો અથવા ચિંતાઓ હોય તો હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.))

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news