Online Games તમારા બાળકો માટે બની શકે છે જીવલેણ! જાણો શું કહી રહ્યાં છે નિષ્ણાતો
સંશોધનકારોએ આ દરમિયાન બાળકોમાં જેનેટિક કારણોનાં લીધે બીમારી થવાનો ખતરો વ્યક્ત કર્યો છે. તેમણે 63 ટકા બાળકોમાં જેનેટિક કારણોની ઓળખ કરી છે. કેટલાક કિસ્સાઓમાં તપાસ કરી તો, વીડિયો ગેમ દરમિયાન બેહોશ થતા બાળકોની તપાસ કરી તો, તેમના પરિવારના ઘણા સભ્યોમાં હ્દયને લગતી સમસ્યા મળી આવી.
Trending Photos
નવી દિલ્લીઃ એક સ્ટડીના સંશોધકોની ટીમે આંતરરાષ્ટ્રીય સ્તર પર એક સમીક્ષા કરીને એવા બાળકો પર સ્ટડી કર્યુ છે જેઓ ગેમ રમતા રમતા બેહોશ થઈ ગયા. સ્ટડી દરમિયાન એવા 22 બાળકો મળ્યા જેઓ મલ્ટીપ્લેયર વોર ગેમિંગ રમી રહ્યા હતા. સર્વેના તારણ મુજબ આવા બાળકોમાં દીલને લગતી સમસ્યાઓ જોવા મળી. મોટાભાગે તમે જોયુ હશે કે મોટાભાગનાં ઘરોમાં બાળકો કોમ્પ્યુટર કે મોબાઈલમાં ગેમ રમવામાં વ્યસ્ત હોય છે. મોટાભાગના કિસ્સાઓમાં માતા-પિતા પોતાના કામકાજથી પરવારવા માટે બાળકોના હાથમાં મોબાઈલ પકડાવી દેતા હોય છે. માતા-પિતાની આવી ભૂલ બાળકો માટે ઘાતક સાબિત થઈ શકે છે. તેનાથી બાળકોમાં દિલને લગતી સમસ્યાઓ થવાનો ખતરો રહેલો છે.
ઓસ્ટ્રેલિયામાં ધ હાર્ટ સેન્ટર ફોર ચિલ્ડ્રન ખાતેના ડૉક્ટર અને સંશોધન ટીમના વડા ક્લેર એમ. લોલીએ જણાવ્યું હતું કે, અર્થેટિક કન્ડિશનવાળા કેટલાક બાળકો માટે વીડિયો ગેમ ખતરનાક સાબિત થઈ શકે છે. મોટાભાગના માતા-પિતા આ ગંભીર વાતથી અજાણ હોય છે. બાળકોમાં જેનેટિક સમસ્યા, જેની પરિવારને જાણકારી નહીં-
સંશોધનકારોએ આ દરમિયાન બાળકોમાં જેનેટિક કારણોનાં લીધે બીમારી થવાનો ખતરો વ્યક્ત કર્યો છે. તેમણે 63 ટકા બાળકોમાં જેનેટિક કારણોની ઓળખ કરી છે. કેટલાક કિસ્સાઓમાં તપાસ કરી તો, વીડિયો ગેમ દરમિયાન બેહોશ થતા બાળકોની તપાસ કરી તો, તેમના પરિવારના ઘણા સભ્યોમાં હ્દયને લગતી સમસ્યા મળી આવી. ટીમની માતા-પિતાને સલાહ-
જે બાળકોમાં હ્દયલક્ષી સમસ્યા જોવા મળી તેમના માતા-પિતાને સંશોધનકરોએ સલાહ આપી. તેમને ઇલેક્ટ્રોનિક ગેમ અને તેમાં પણ ખાસ કરીને વોર ગેમ્સ રમતા રોકવાની સલાહ આપી. કારણકે ગેમ દરમિયાન થતી હાર, જીતમાં તેઓ ઓવર એક્સાઈટેડ થાય છે. જેની સીધી અસર હ્દય પર પડે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે