અનાથ બાળકીના પિતા તરીકે અપાયું ભગવાન રામનું નામ, લગ્નમાં આશીર્વાદ આપવા આવ્યાં મંત્રીજી

16 વર્ષ પહેલાં દિવાળી પર મળેલી અનાથ બાળકીનું દિપાલી રખાયું નામ હતું. અનાથ બાળકોની દેખભાળ કરતી સંસ્થાએ આ બાળકીનું કોઈ નહોંતુ તેથી જેનું કોઈ નથી એના રામ છે એવું માનીને તેના પિતા તરીકે ભગવાન રામનું નામ આપ્યું.

અનાથ બાળકીના પિતા તરીકે અપાયું ભગવાન રામનું નામ, લગ્નમાં આશીર્વાદ આપવા આવ્યાં મંત્રીજી

હિમાંશુ ભટ્ટ, મોરબીઃ વર્તમાન સમયમાં વધતી જતી મોંઘવારીમાં ગરબ અને મધ્યમવર્ગીય પરિવાર માટે પોતાની દીકરીના લગ્ન કરાવવા પણ એક મોટો પડકાર બની ગયો છે. કારણકે, લગ્નનો ખર્ચ ક્યાંથી કાઢવો તેના માટે તે પરિવારના માતાપિતા સતત ચિંતાતૂર રહેતા હોય છે. ત્યારે જો કોઈ દિકરી એવી હોય જેનું દુનિયામાં કોઈજ ન હોય તો તેનું શું થાય તે વિચાર કરતાની સાથે જ આંખોમાં પાણી આવી જાય. આવી જ એક અનાથ દિકરીના લગ્નન પ્રસંગ યોજાયો અને દરેકની આંખો ભીની થઈ ગઈ. પણ હાશકારો એ વાતનો હતો કે, દરેકની આંખોનાં હર્ષના આસું હતા. 

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ વિકાસ વિદ્યાલયમાં રહેતી અનાથ દીકરીના આજે ધામધુમથી લગ્ન કરાવવામાં આવ્યા છે અને ૧૬ વર્ષ પહેલા લવારીસ મળી આવેલ દીકરીના રાજ્યના પંચાયત મંત્રી, સંતો મહંતો સહિતના આગેવાનોની હાજરીમાં તેઓના આશીર્વાદ સાથે લગ્ન સંપન્ન થયાં.

મોરબીના શોભેશ્વર રોડ ઉપર વિકાસ વિદ્યાલય આવેલ છે ત્યાં અનાથ દીકરી તેમજ સિંગલ પેરેંટ દીકરીઓને રાખવામા આવે છે અને તેના અભ્યાસ તેમજ રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે અને તેના માટે મોરબીના દાતાઓ તરફથી છૂટા હાથે સંસ્થાને દાન આપવામાં આવે છે આ સંસ્થામાં રહેતી દીકરીઓમાંથી એક દીકરીના પાંચ વર્ષ પહેલા લગ્ન કરાવવામાં આવ્યા હતા ત્યાર બાદ આજે તા ૧૬ ના રોજ ફરી વિકાસ વિદ્યાલયમાં લગ્નની શરણાઈ ગુંજી હતી. અને સંસ્થાના સંચાલક ભરતભાઇ નિમાવત સહિતનાઓ દ્વારા દિપાલી રામજીભાઇ પટેલ નામની આ સંસ્થામાં જ રહીને મોટી થયેલ દીકરીના મહેન્દ્રનગર ગામે રહેતા ધવલકુમાર રમેશભાઈ કાલરીયા સાથે ધામધુમથી લગ્ન કરાવવામાં આવ્યા હતા.

આજથી ૧૬ વર્ષ પહેલા  ૩ વર્ષની ઉંમરે મોરબી જિલ્લાના લજાઈ ગામ પાસેથી ઈક દીકરી મળી આવિયા હતી અને ત્યારે પણ દિવાળીના દિવસો હતા જેથી કરીને તેનું માન દીપાલી રાખવામા આવ્યું હતું અને એવું કહેવાય છે કે, જેનું કોઈ નથી તેના ભગવાન છે માટે તેના નામની પાછળ ભગવાન રામનું તે સમયે નામ જોડીને દિપાલી રામજીભાઇ પટેલ એવું નામ તેને સંસ્થા દ્વારા આપવામાં આવ્યું હતું જેના આજે રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજા, મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખ રાઘવજીભાઇ ગડારા, સાવજીભાઇ કાલરિયા, ગિરીશભાઈ પટેલ, સહિતના આગેવાનો તેમજ રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન સહિતનાઓના આશીર્વાદ સાથે લગ્ન સંપન્ન કરવામાં આવેલ છે અને આ દીકરીને દાતાઓના સહકારથી સોના ચાંદીના દાગીના સહિતની ચીજ વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી છે.

આ દુનિયામાં જેનું કોઈ નથી તેના ભગવાન છે તે કહેવતને આજે મોરબીમાં યોજાયેલા દિપાલીના લગ્ન પ્રસંગે સાર્થક કરેલ છે અને આ દીકરીને નાનપણથી લઈને જુવાની સુધી કયારે સાપને પણ વિચાર્યું ન હતું કે તેના લગ્ન આવી રીતે ધામધુમથી યોજાશે ત્યારે આજે લગ્ન કરીને પ્રભુતામાં ડગ માંડવા માટે દિપાલી ધવલકુમાર કાલરીયા સાથે આગળ વધી રહી હતી ત્યારે ભારે હૈયે દિપાલી સંસ્થા અને તેની સાથે રહેતી તેની બહેનથી વિશેષ બહેનપણીઓને છોડવી પડી હતી ત્યારે સંસ્થાના સંચાલક સહિતનાઓએ ભારે હૈયે તેને સંસ્થામાંથી શુભ આશિષ સાથે વિદાય આપી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news