Health Tips: સ્લીમ એન્ડ ટ્રીમ થવાની છે ઈચ્છા, તો અપનાવો આ રામબાણ ઈલાજ
સ્લીમ એન્ડ ટ્રીમ દેખાવું કોને ન ગમે. દરેકની એવી ઈચ્છા હોય છે કે તેમનું બોડી એકદમ પરફેક્ટ હોય. એકવાર વજન વધી ગયા બાદ તેને ઉતારવા માટે ઘણા પ્રયત્નો કરવા પડે છે. અનેક એક્સરસાઈઝ, દવાઓ અને ડાઈટિંગ કરીને લોકો વજન ઘટાડવાના પ્રયાસ કરે છે.
Trending Photos
નવી દિલ્લીઃ સ્લીમ એન્ડ ટ્રીમ દેખાવું કોને ન ગમે. દરેકની એવી ઈચ્છા હોય છે કે તેમનું બોડી એકદમ પરફેક્ટ હોય. એકવાર વજન વધી ગયા બાદ તેને ઉતારવા માટે ઘણા પ્રયત્નો કરવા પડે છે. અનેક એક્સરસાઈઝ, દવાઓ અને ડાઈટિંગ કરીને લોકો વજન ઘટાડવાના પ્રયાસ કરે છે. ઘણીવાર વજન ઘટાડવું ખૂબ સરળ હોય છે પણ તેના માટેના ઉપાયની જાણકારી હોવી જોઈએ. ત્યારે આજે અમે તમને જણાવીશું કે વજન ઘટાડવા માટે શું કરવું જોઈએ.
1. ખાંડ અને નમક ખાવાનું ઓછું કરો-
સૌથી પહેલાં તો જમવામાં નમક અને ખાંડનું પ્રમાણ ઘટાડવું પડશે. જેનાથી વજન ઓછું કરવાની પ્રોસેસ સરળ થઈ જશે. અને ફરક પણ જલદી પડશે. વધારે નમક ખાવાથી બોડીમાં વોટર રિટેન્શનની સમસ્યા થાય છે. જેનાથી શરીરમાં સોજા થવાની સમસ્યા થવા લાગે છે. રિચર્સ મુજબ, ખાંડ આપણા શરીરમાં અનાજની તુલનાએ પાંચ ગણુ વધારે ઝડપથી ફેટ વધારે છે.
2. દરરોજ એક્સરસાઈઝ કરો-
વજન કરવા માટે એક્સરસાઈઝ કરવી ખૂબ જ જરૂરી છે. જો વજન ઓછું કરવું છે તો એક્સરસાઈઝનને જરા પણ ઈગનોર ન કરો. રનિંગ, જોગિંગ, સ્કિપિંગ એવું વર્કઆઉટ છે જેનાથી બહુ જલદી અસર થાય છે. જેમ કે ઘરના કામ ડસ્ટિંગ, વોશિંગ કરવાથી સારી એવી કેલેરી બર્ન થાય છે.
3. પાણી પીતા રહો-
વજન ઓછું કરવા માટે દિવસભર ભરપૂર માત્રામાં પાણી પીવો. તેનાથી પેટ ભર્યું રહેશે અને સાથે બોડી પણ ડિટોક્સ થતી રહેશે. જ્યારે પણ પાણી પીવો ત્યારે અમુક વસ્તુઓનું કાસ ધ્યાન રાખો. જેમ કે, બેસીને અને એક એક ઘુંટ પાણી પીવો અને બને તો ગરમ પાણી પીવો. ફ્રિજનું પાણી કોઈ પણ રીતે ફાયદાકારક નથી.
4. સમયસર જમવું જરૂરી-
ખાવાનો સમય ફિક્સ હોય તો ભૂખને કંટ્રોલ કરી શકાય છે. અનિયમિત રીતે જમવાથી અનેક સમસ્યાઓ થાય છે. જેમ કે, જમવાનો સમય ફ્કિસ નહીં હોય અને કોઈ પણ સમયે કંઈ પણ ખાઈ લેવાથી ફેટ વધે છે.
5. સુવાનો સમય ફિક્સ નક્કી-
ઓછી ઉંઘ રુટિન ખરાબ કરવાની સાથે સાથે મોટાપાની સમસ્યા પણ વધી જાય છે. ઓછી ઉંઘ હોવાના કારણે શરીરમાં વજન કંટ્રોલ કરનારા લેપ્ટિન નામના હોર્મોન્સ ઘટી જાય છે અને વજન ઝડપથી વધે છે. માટે દરરોજ 6થી 7 કલાકની ઉંઘ જરૂર લેવી જોઈએ.
Disclaimer: The information on this site is not intended or implied to be a substitute for professional medical advice, diagnosis or treatment. All content, including text, graphics, images and information, contained on or available through this web site is for general information purposes only.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે