Vagina Chip: વૈજ્ઞાનિકોએ મહિલાઓના પ્રાઈવેટ પાર્ટ માટે બનાવી ખાસ ચિપ, આ ઈન્ફેક્શનથી બચાવશે

First Vagina Chip: આ સંશોધનના લેખક ગૌતમ મહાજન હાર્વર્ડ યુનિવર્સિટીની વાઈસ ઇન્સ્ટિટ્યૂટ ફોર બાયોલોજિકલી ઇન્સ્પાયર્ડ એન્જિનિયરિંગના ભૂતપૂર્વ સંશોધક છે. તેમણે એક નિવેદનમાં કહ્યું કે યોનિની અંદરનું વાતાવરણ મહિલાના સ્વાસ્થ્ય અને રોગને નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ સાથે તે પ્રસૂતિ પહેલાંના હેલ્થ પર પણ મોટી અસર કરે છે.

Vagina Chip: વૈજ્ઞાનિકોએ મહિલાઓના પ્રાઈવેટ પાર્ટ માટે બનાવી ખાસ ચિપ, આ ઈન્ફેક્શનથી બચાવશે

chip for women private part: વિજ્ઞાનની દુનિયામાં દરરોજ કમાલનું કામ થઈ રહ્યું છે. એક નવા ચમત્કારથી દુનિયા પણ આશ્વર્યમાં છે. હવે વૈજ્ઞાનિકોએ દુનિયાની પહેલી વજાઇના ચિપ બનાવીને લોકોને ચોંકાવી દીધા છે. આ નાના ઉપકરણમાં યોનિની અંદર જોવા મળતા સેલ્યુલર વાતાવરણની નકલ કરવામાં આવી છે. આ અજાયબી હાર્વર્ડ યુનિવર્સિટીની વાઇસ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોએ કરી છે. તેઓએ યોનિમાર્ગની અંદર વિવિધ સૂક્ષ્મ જીવો, રોગો અને સંભવિત દવાઓ પર વધુ સંશોધન કરવા માટે તેને બનાવી છે.

લાઈવ સાયન્સના અહેવાલ મુજબ, 26 નવેમ્બરે જર્નલ માઇક્રોબાયોમમાં પ્રકાશિત થયેલા એક સંશોધન પેપરમાં વૈજ્ઞાનિકોએ કહ્યું કે આ ચિપ દ્વારા, સંશોધકો અભ્યાસ કરી શકે છે કે વિવિધ સૂક્ષ્મજીવાણુઓ યોનિને કેવી રીતે અસર કરે છે. વૈજ્ઞાનિકોએ એમ પણ કહ્યું કે આ ચિપ દ્વારા સંશોધકો એ પણ જાણી શકશે કે કેવી રીતે અલગ-અલગ દવાઓ અને પ્રોબાયોટિક્સ યોનિની અંદરના વાતાવરણની રચનામાં ફેરફાર કરે છે. 

આ સંશોધનના લેખક ગૌતમ મહાજન હાર્વર્ડ યુનિવર્સિટીની વાઈસ ઇન્સ્ટિટ્યૂટ ફોર બાયોલોજિકલી ઇન્સ્પાયર્ડ એન્જિનિયરિંગના ભૂતપૂર્વ સંશોધક છે. તેમણે એક નિવેદનમાં કહ્યું કે યોનિની અંદરનું વાતાવરણ મહિલાના સ્વાસ્થ્ય અને રોગને નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ સાથે તે પ્રસૂતિ પહેલાંના હેલ્થ પર પણ મોટી અસર કરે છે.

મહાજને જણાવ્યું કે અમારી માનવ યોનિ ચિપ હોસ્ટ-માઈક્રોબાયોમ ક્રિયા પ્રતિક્રિયાઓનો અભ્યાસ કરવા અને સંભવિત પ્રોબાયોટિક ઉપચારના વિકાસને વેગ આપવા માટે આકર્ષક ઉકેલ આપશે. મહાજને જણાવ્યું હતું કે આ ચિપ યોનિમાં ફાયદાકારક બેક્ટેરિયા પેદા કરવાનું કામ કરે છે. ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ અનુસાર યોનિ ચિપ માત્ર 1 ઈંચ (2.54 સેમી) લાંબી છે અને તેમાં બે મહિલાઓ દ્વારા દાન કરાયેલા કોષો છે. કોષો યોનિમાર્ગના જોડાયેલી પેશીઓમાંથી એકત્રિત કરવામાં આવ્યા છે. આ બે પ્રકારના કોષો પટલની બંને બાજુએ બેસે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news