Health Tips: શરીર પર નીકળતી ગરમીથી પરેશાન છો, આ ઘરેલું ઉપાયથી હંમેશા રહેશો એકદમ Cool
સખત ગરમી ગંભીર બર્નિંગ અને ખંજવાળનું કારણ બને છે. ખંજવાળ આવે તો તમારે ખળવું ન જોઈએ...જો ખળશો તો તમને ચેપ પણ લાગી શકે છે...લાલ ફોલ્લીથી છુટકારો મેળવવાના અસરકારક ઘરેલું ઉપાય જણાવીએ.
Trending Photos
નવી દિલ્લીઃ ઉનાળામાં ગરમી ((Prickly Heat)થી લોકો પરેશાન થઈ જાય છે... પરસેવો થવાને કારણે, જ્યારે પીઠ, છાતી, બગલ અને કમરની આસપાસની ત્વચા પર લાલ ફોલ્લીઓ થઈ જાય છે આ સમસ્યાને ગરમી નીકળવી કહેવામાં આવે છે. તમે કેટલાક ઘરેલું ઉપાયોની મદદથી ગરમીનો ઉપચાર કરી શકો છો. સખત ગરમી ગંભીર બર્નિંગ અને ખંજવાળનું કારણ બને છે. ખંજવાળ આવે તો તમારે ખળવું ન જોઈએ...જો ખળશો તો તમને ચેપ પણ લાગી શકે છે...લાલ ફોલ્લીથી છુટકારો મેળવવાના અસરકારક ઘરેલું ઉપાય જણાવીએ.
ગરમીથી છુટકારો મેળવવાના ઉપાયો-
1- ગરમીથીછુટકારો મેળવવા માટે ઓટમીલથી નહાવાથી ખૂબ ફાયદો થાય છે. ઓટમીલ 1-2 કપ લો અને તેને 15-2 મિનિટ સુધી નવશેકું પાણીમાં પલાળો. આ પછી, ફોલ્લી થઈ હોય તે જગ્યા પર ઓટમીલ લગાવો. આ ઉપાયને 2-3- 2-3 દિવસ સુધી બે વાર અપનાવવાથી પરસેવાની ગ્રંથીઓ ખુલશે અને ફોલ્લીથી રાહત મળશે
2- એલોવેરામાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટિસેપ્ટિક અને બળતરા વિરોધી ગુણધર્મો છે, જે ફોલ્લીને કારણે આવતી ખંજવાળને રોકવામાં મદદ કરે છે. આ ત્વચાને ઠંડક અને હાઇડ્રેશન આપે છે. તમે દિવસમાં બે વાર ફોલ્લીઓ પર એલોવેરા જેલ અથવા એલોવેરા લગાવી શકો છો.
3-ગરમી દૂર કરવા માટે કાકડીને છોલી નાંખો અને તેને પાતળા સ્લાઈસ કરો. બાદમાં કાકડીની સ્લાઈસને ફોલ્લી થઈ હોય ત્યાં મુકો..તે તમારી ત્વચાને ઠંડુ કરશે અને ફોલ્લીથી છુટકારો અપાવશે
4-ગુલાબજળ અને મિલ્તાની માટીની પેસ્ટ બનાવો. આ પેસ્ટને ફોલ્લી પર લગાવો અને 20 મિનિટ સુધી સુકાવા દો. તે પછી ઠંડા પાણીથી ધોઈ લો. જો તમે આ પેસ્ટનો દૈનિક ઉપયોગ કરો છો, તો પછી ફોલ્લીઓ ખૂબ જલ્દી અદૃશ્ય થઈ જશે.
5- ફોલ્લીથી છુટકારો મેળવવા માટે તમે નાળિયેર તેલનો ઉપયોગ કરી શકો છો. તેના એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો ફોલ્લીની સારવાર કરવામાં મદદગાર સાબિત થાય છે. સૂતા પહેલા ફોલ્લી પર નાળિયેર તેલ લગાવો અને પછી સવારે ઉઠીને ઠંડા પાણીથી સ્નાન કરો.
Disclaimer: The information on this site is not intended or implied to be a substitute for professional medical advice, diagnosis or treatment. All content, including text, graphics, images and information, contained on or available through this web site is for general information purposes only.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે