ધ્યાન રાખજો કે શરીરમાં ન સર્જાય આ વિટામિનની ઉણપ, નહીં તો આવી જશે અંધાપો

Vitamin A Rich Foods: જો આંખ ના હોય તો જીવનમાં અંધકાર છવાઈ જાય છે. તેવામાં જો આંખની રોશનીને જાળવી રાખવી હોય તો વિટામિન એ યુક્ત વસ્તુઓ ખાવાનું રાખવું જોઈએ. જો શરીરમાં વિટામિન એની ઉણપ સર્જાય તો તેની અસર આંખોને થાય છે. 

ધ્યાન રાખજો કે શરીરમાં ન સર્જાય આ વિટામિનની ઉણપ, નહીં તો આવી જશે અંધાપો

Vitamin A Rich Foods: આપણા શરીરમાં દરેક અંગનું મહત્વ હોય છે. અને આ અંગોને પોષણ મળે તે માટે પોષક તત્વો અને વિટામિન ની જરૂરિયાત રહે છે. આપણા શરીરના મહત્વના અંગો માંથી એક આંખ પણ છે. જો આંખ ના હોય તો જીવનમાં અંધકાર છવાઈ જાય છે. તેવામાં જો આંખની રોશનીને જાળવી રાખવી હોય તો વિટામિન એ યુક્ત વસ્તુઓ ખાવાનું રાખવું જોઈએ. જો શરીરમાં વિટામિન એ ની ઉણપ સર્જાય તો તેની અસર આંખોને થાય છે. વિટામીન એ માટે લાલ, પીળા અને કેટલાક લીલા ફળ ખાવા જોઈએ. સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે વિટામીન એ ની જરૂરિયાત પૂરી કરવી હોય તો આપણે કઈ વસ્તુઓ ખાવી જોઈએ. 

કેટલી માત્રામાં રોજ જોઈએ વિટામિન એ ?

વિટામીન ડી જેમ સૂર્યના તડકાથી મળે છે તેમ વિટામીન એ મળી શકતું નથી. વિટામીન એ મેળવવા માટે પોષણયુક્ત આહાર લેવો જરૂરી છે. રોશની વાત કરીએ તો એક વયસ્ક વ્યક્તિને વિટામિન એ ની ઉણપથી બચવું હોય તો રોજ 700 થી 900 માઇક્રોગ્રામ વિટામીન એ લેવું જોઈએ. 

આંખો માટે જરૂરી છે વિટામીન એ

આંખ માટે વિટામીન એ ખૂબ જ જરૂરી છે. વિટામીન એ આપણી આંખોના રેટિના ને હેલ્ધી રાખે છે. જે લોકોના શરીરમાં વિટામીન એ ની ઉણપ હોય છે તેમને નાઈટ બ્લાઇન્ડને થઈ શકે છે. જેના કારણે રાત્રે બધી જ વસ્તુઓ વ્યક્તિને ધૂંધળી દેખાય છે.

આ વસ્તુઓમાંથી મળે છે વિટામીન એ

વિટામીન એ ની જરૂરિયાત પૂરી કરવી હોય તો તેના માટે નીચે દર્શાવ્યા અનુસારના ફળ, શાકભાજી અને અનાજ ખાવા જોઈએ.

નારંગી અને પીળા શાક
ફોર્ટિફાઇડ અનાજ
લીલા શાકભાજી
કોડ લીવર ઓઇલ
ઈંડા
દૂધ
ગાજર
રતાળુ
પપૈયુ
દહીં
સોયાબીન

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news