2 રૂપિયાથી પણ ઓછા ખર્ચે સફેદ વાળ થશે કાળા, 60 ની ઉંમરે પણ વાળ નહીં થાય સફેદ!

તમે વાળને કાળા કરવા માટે ઘરમાં રહેલી જ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. જેનાથી વાળને નુકસાન પણ ઓછું થવાનું જોખમ રહે છે. આ સાથે જ ઓછા ખર્ચામાં તમને સારું રિઝલ્ટ પણ મળી શકે છે. આજે અમે તમને આ લેખમાં આવા જ એક ઘરગથ્થું ઉપાય વિશે જણાવીશું. 

2 રૂપિયાથી પણ ઓછા ખર્ચે સફેદ વાળ થશે કાળા, 60 ની ઉંમરે પણ વાળ નહીં થાય સફેદ!

દરેક મહિલાની ઈચ્છા હોય છેકે તેના વાળ કાળા અને ભરાવદાર હોય અને આ માટે તે અઢળક પ્રયત્નો પણ કરે છે. આજકાલ જલદી વાળ સફેદ થઈ જવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે અને આ સફેદ વાળને કાળા કરવા માટે જાત જાતની હેર ડાઈ કે મોંઘા પ્રોડક્ટ્સનો ઉપયોગ થતો હોય છે. જેનાથી ભલે તમારા વાળ કાળા નજરે ચડે પરંતુ ગણતરીના દિવસોમાં તેનો રંગ ફીકો પડવા લાગે છે. આ સાથે જ વાળની અનેક પ્રકારની સમસ્યાઓ પણ સર્જાય છે. આવી સ્થિતિમાં તમે વાળને કાળા કરવા માટે ઘરમાં રહેલી જ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. જેનાથી વાળને નુકસાન પણ ઓછું થવાનું જોખમ રહે છે. આ સાથે જ ઓછા ખર્ચામાં તમને સારું રિઝલ્ટ પણ મળી શકે છે. આજે અમે તમને આ લેખમાં આવા જ એક ઘરગથ્થું ઉપાય વિશે જણાવીશું. 

આ વસ્તુ કરી શકે છે મદદ
લાલ મરચા તમને સફેદ વાળને કાળા કરવામાં મદદ કરી શકે અને વાળનો ગ્રોથ પણ સારો કરી શકે છે. તે વાળનું મોઈશ્ચર જાળવવા માટે પણ પ્રભાવી સાબિત થઈ શકે છે. આ સાથે જ તમારા વાળને અનેક લાભ થઈ શકે છે. જાણો આ અંગે વધુ માહિતી. 

લાલ મરચા અને ઓલિવ ઓઈલ
જરૂરી સામગ્રી

- 1 ચમચી ઓલિવ ઓઈલ
- 2થી 3 ચમચી લાલ મરચું. 

વિધિ
- સૌથી પહેલા લાલ મરચાને નાના નાના ટુકડાંમાં કાપી લો. હવે તેમાં જૈતુનના તેલના થોડા ટિપા નાખો.  
- ત્યારબાદ આ મિશ્રણને લગભગ 10થી 15 દિવસ માટે એક ડાર્ક જગ્યા પર રાખી મૂકો. 
- ત્યારબાદ તેલને ગરણીની મદદથી ગાળી લો. 
- હવે આ તેલને તમારા વાળમાં જરૂર પડ્યે ઉપયોગમાં લો. 

ડુંગળીનો રસ અને લાલ મરચું

જરૂરી સામગ્રી
- ડુંગળીનો રસ 2થી 3 ચમચા
- લાલ મરચું- 1 ચમચી
- એલોવીરા- એક ચમચી

વિધિ
- આ માટે એક વાટકી લો. તેમાં ડુંગળીનો રસ, લાલ મરચાનો પાઉડર અને એલોવીરા જેલને નાખીને સારી રીતે મિક્સ કરો. 
- હવે આ મિશ્રણને કોઈ કાંચની બોટલમાં ભરીને 6થી 8 કલાક માટે તડકામાં રાખી મૂકો. 
- ત્યારબાદ આ તૈયાર થયેલા પેકને તમારા વાળ પર લગાવો. 
- આ પેકને લગભગ 30થી 40 મિનિટ સુધી વાળ પર રહેવા દો. 
- ત્યારબાદ નોર્મલ પાણીની મદદથી વાળને સારી રીતે સાફ કરી લો. 

Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના  હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news