Health Tips: જો શરીરમાં દેખાય આ ફેરફાર તો સમજી લેજો વધારે પ્રમાણમાં લઈ રહ્યા છો ખાંડ

Health Tips: ખાંડનું સેવન કરવાથી શરીરને તાત્કાલિક એનર્જી મળે છે પરંતુ જો તેનું સેવન રોજ વધારે પ્રમાણમાં  કરવામાં આવે તો સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થવા લાગે છે. ખાંડના સેવનના કારણે જો સ્વાસ્થ્ય પર અસર થતી હોય તો તેના કેટલાક સંકેત શરીર પર જોવા મળે છે. 

Trending Photos

Health Tips: જો શરીરમાં દેખાય આ ફેરફાર તો સમજી લેજો વધારે પ્રમાણમાં લઈ રહ્યા છો ખાંડ

Health Tips: ભારતીય વ્યંજનમાં ઘણી એવી વાનગીઓ છે જેમાં ખાંડનો સૌથી વધારે ઉપયોગ થાય છે. ખાંડનું સેવન કરવાથી શરીરને તાત્કાલિક એનર્જી મળે છે પરંતુ જો તેનું સેવન રોજ વધારે પ્રમાણમાં  કરવામાં આવે તો સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થવા લાગે છે. ખાંડના સેવનના કારણે જો સ્વાસ્થ્ય પર અસર થતી હોય તો તેના કેટલાક સંકેત શરીર પર જોવા મળે છે. જો તમારા શરીરમાં પણ આવા સંકેત જોવા મળે તો તુરંત સમજી જવું કે તમે ખાંડ વધારે માત્રામાં લઈ રહ્યા છો. અને ખાંડનું પાચન કરવાની તમારા શરીરની ક્ષમતા પૂરી થઈ ગઈ છે. 

ખાંડથી થતી આડ અસર

સ્થૂળતા

જો તમે વધારે માત્રામાં ખાંડનું સેવન કરો છો તો વજન વધવા લાગે છે. અને એ વાત તો તમે પણ જાણતા જ હશો કે જો વજન હદ કરતાં વધી જાય તો તે ઘણી બધી બીમારીનું કારણ બને છે. જો અચાનક જ તમારું વજન વધવા લાગે તો સમજી જવું કે તમે ખાંડનું સેવન વધારે કરવા લાગ્યા છો. 

સ્કીન પ્રોબ્લેમ

જો શરીરમાં વધારે પ્રમાણમાં ખાંડ જાય તો તેની અસર ત્વચાના કોલેજન અને ઇલાસ્ટિસીટી પ્રોડક્શન પર અસર થાય છે. જેના કારણે ત્વચા પર કરચલીઓ અને એકને વધી જાય છે અને તેનાથી અન્ય સ્કીન સમસ્યા પણ થાય છે. જો તમને વારંવાર સ્ક્રીન પ્રોબ્લેમ થતી હોય તો ખાંડની ઇન્ટેક પર ધ્યાન આપો.

સુગર ક્રેવિંગ

જો તમે વધારે પ્રમાણમાં ખાંડનું સેવન લાંબા સમય સુધી કરો છો તો પછી તમને સુગર ક્રેવિંગ થાય છે એટલે કે થોડા થોડા સમયે તમને કાંઈક મીઠું ખાવાની કે પીવાની ઈચ્છા થયા કરે છે તેનો અર્થ થાય છે કે તમારા શરીરને ખાંડની લત લાગી ગઈ છે.

વધારે તરસ લાગવી

જો તમને વારંવાર તરસ લાગતી હોય અને ગળું સુકાવા લાગે તો તેનો અર્થ છે કે તમે જરૂર કરતાં વધારે ખાંડ લઈ રહ્યા છો. 

દાંતની સમસ્યા

જો તમે એક લિમિટ કરતાં વધારે ખાંડનું સેવન નિયમિત રીતે કરો છો તો તમને ડેન્ટલ પ્રોબ્લેમ થવા લાગશે. ડેન્ટલ પ્રોબ્લેમમાં દાંતમાં સડો, પેઢાની તકલીફ વગેરેનો સમાવેશ થાય છે. આ સમસ્યાથી બચવું હોય તો ખાંડનું સેવન ઓછું કરો અને સાથે જ કોઈપણ મીઠી વસ્તુ ખાધા પછી કોગળા કરી દાંતને સારી રીતે સાફ કરો.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news