OMG! 103 વર્ષના વૃદ્ધે કર્યા ત્રીજા લગ્ન, દુલ્હનની ઉંમર અને લગ્નનું કારણ જાણીને અચંબિત થશો
Watch Viral Video: એક વ્યક્તિએ 103 વર્ષની ઉંમરે નિકાહ કરીને બધાને સ્તબ્ધ કરી દીધા. 103 વર્ષના વ્યક્તિએ ત્રીજીવાર લગ્ન કર્યા છે. વૃદ્ધના લગ્નનો વીડિયો પણ હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે.
Trending Photos
મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલથી એક એવો અનોખો મામલો સામે આવ્યો છે જાણીને તમને પણ નવાઈ લાગશે. સામાન્ય રીતે લોકો 30થી 35 વર્ષની ઉમર સુધી લગ્ન કરી લેતા હોય છે. પરંતુ અનેકવાર લોકો 50 વર્ષ બાદ પણ લગ્ન કરતા હોય છે. પરંતુ ભોપાલથી તો એકએવો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિએ 103 વર્ષની ઉંમરે નિકાહ કરીને બધાને સ્તબ્ધ કરી દીધા. 103 વર્ષના વ્યક્તિએ ત્રીજીવાર લગ્ન કર્યા છે. વૃદ્ધના લગ્નનો વીડિયો પણ હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થયો વીડિયો
ભોપાલના ઈતવારામાં રહેતા 103 વર્ષના વૃદ્ધ વ્યક્તિનું નામ છે હબીબ નજર. તેણે પોતાનાથી અડધી ઉંમરની મહિલા સાથે લગ્ન કર્યા. જેની ઉંમર 49 વર્ષ છે. શનિવારે એક વીડિયો સામે આવ્યો જેમાં એક વૃદ્ધ વ્યક્તિ નિકાહ બાદ પત્નીને ઓટોમાં બેસાડીને ઘરે લઈ જતો જોવા મળે છે. આ દરમિયાન લોકો તેને શુભેચ્છા પાઠવી રહ્યા છે. વીડિયો જો કે અત્યારનો નહીં પરંતુ એક વર્ષ પહેલાનો હોવાનું કહેવાય છે.
કોણ છે હબીબ નજર
હબીબ નજર એક સ્વતંત્રતા સેનાની છે. હબીબ નજર 103 વર્ષા છે. તેમને વિસ્તારમાં લોકો મંજલે ભાઈના નામથી પણ જાણે છે. હબીબે વર્ષ 2023માં 49 વર્ષની ફિરોઝા જહા સાથે લગ્ન કર્યા હતા. સ્વતંત્રતા સેનાની હબીબ નજરના આ ત્રીજા નિકાહ છે. જેનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બંને ખુબ ખુશ જોવા મળી રહ્યા છે.
એકલાપણું દૂર કરવા માટે નિકાહ
મીડિયા સાથે વાતચીત કરતા હબીબ નજરે જણાવ્યું કે મે આ નિકાહ ગત વર્ષ 2023માં કર્યા હતા. મારી ઉંમર 103 વર્ષ છે. અને પત્નીની ઉંમર 49 વર્ષ છે. સૌથી પહેલા મારા પહેલા નિકાહ નાસિકમાં થયા હતા. પત્નીના મોત બાદ મારા બીજા નિકાહ લખનઉમાં થયા હતા. પરંતુ તે પણ દુનિયામાંથી જતી રહી. પત્નીના ગયા બાદ એકલાપણું મહેસૂસ થવા લાગ્યું. આથી મે ત્રીજા લગ્ન કરવાનું વિચાર્યું. આ બધા વચ્ચે ફિરોઝ જહા વિશે ખબર પડી. તે પણ એકલી હતી. તો અમે નિકાહ કરવાનું નક્કી કર્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે